નવો પડકાર:હોલમાર્કિંગથી તહેવારોની સિઝનમાં સોનાના સપ્લાયને અસર થઇ શકે

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનાના ઘરેણાની હોલમાર્કિંગ ફરજિયાત થવાના કારણે આગામી તહેવારોની સિઝનમાં સોનાના સપ્લાયને અસર પડી શકે છે. જ્વેલર્સને ગ્રાહકોની માગ અનુસાર ઓર્ડર પૂરા કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તહેવારોની સિઝન ગણેશ ચતુર્થી (10 સપ્ટેમ્બર)થી શરૂ થઇ રહી છે. દેશમાં હોલમાર્કિંગના નવા નિયમ 15 જૂનથી લાગુ થઇ ચુક્યા છે જેના કારણે 256 જિલ્લાઓમાં દરેક ઘરેણા પર હોલમાર્કિંગ ફરજિયાત બન્યું છે. સપ્ટેમ્બરથી નોન હોલમાર્ક જ્વેલરી વેચનાર જ્વેલર્સ પર દંડ લાગુ થશે.

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન આશિષ પેઠે જણાવે છે કે આમાં સૌથી મોટો પડકાર હોલમાર્કિંગ સેન્ટર પુરતી માત્રામાં ન હોવાનું છે. તહેવારોની સિઝન પહેલા નવા નિયમના પાલનમાં અનેક મુશ્કેલીઓથી મોટી સંખ્યામાં જ્વેલર્સ પોતાના જ્વેલરી સ્ટોક લઇને હોલમાર્કિંગ સેન્ટર પહોંચી રહ્યાં છે. એકાએક કામનો બોજ વધી જવાના કારણે હોલમાર્કિંગમાં સરેરાશ ત્રણ દિવસનો સમય લાગી રહ્યો છે.

જ્યારે પહેલા અમુક કલાકમાં જ લાગી જતું હતું. જો એક પખવાડિયામાં હાલત નહિ સુધરે તો દશેરા અને દિવાળી પર બજારમાં જ્વેલરી સપ્લાયને અસર પડશે. કોમટ્રન્ડઝ રિસ્ક મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર જ્ઞાનશેખર ત્યાગરાજને જણાવ્યું કે શેરબજારમાં રેકોર્ડ તેજીનો ફાયદો પણ સોનાની માગને મળશે, કેમકે શેરમાં કમાયેલા નફા સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં સોનાના રોકાણમાં આવશે.

જ્યારે હોલમાર્કિંગમાં થનાર વધુ સમયથી જ્વેલરીની કિંમત નહીં વધે. પરંતુ તહેવારોની સિઝનમાં સોનાનો સપ્લાય ઘટે તો ડીલરો દ્વારા જ્વેલર્સથી સોનાના સપ્લાય પર વસૂલવામાં આવનાર પ્રિમીયમ વધી જશે.

અન્ય સમાચારો પણ છે...