તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાફુસની હરણફાળ:કોંકણની હાફુસ કેરીની પહેલી જ વાર હોલેન્ડ-યુકેમાં નિકાસ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકો સુધી પ્રત્યક્ષ કેરીઓ પહોંચાડવાને લીધે ખેડૂતોને બમણો લાભ

ખેતીની હાફુસ કેરી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે વેપારી, બજાર પર આધાર રાખતા કોંકણના ખેડૂતો હવે સ્વાવલંબી બની ગયા છે. ગયા વર્ષો કોરોનાને લીધે બજાર બંધ હોવા છતાં ખેડૂતોએ રોકાયા વિના હાફુસનું સીધું વેચાણ કરવાથી નિયમિત કરતાં તેમને આ પદ્ધતિથી બમણો ભાવ મળ્યો હતો.

આ સીધા વેચાણની પદ્ધતિ આ વખતે પણ અજમાવવામાં આવી રહી હોઈ તેને લીધે હાફુસની નિકાસમા વધારો થઈ રહેલો જણાય છે. વિદેશમાંથી હાફુસ કેરીની માગણીમાં પ્રચંડ વધારો થયો છે. આ વખતે પહેલી જ વાર હોલેન્ડમાં 400 ડઝન અને યુકેમાં 400 ડઝન કેરીની પેટીઓની માયકો દ્વારા નિકાસ કરવામાં આવી.

આ નિકાસ પેટીનો આરંભ રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારને હસ્તે કરવામાં આવ્યો. માયકો દેશના પ્રથમ મેંગોટેક પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતોને સીધા વેચાણ માટે બજાર ઉપલબ્ધ થઈ હોઈ તેમને યોગ્ય વળતર પણ મળી રહ્યું છે. કોંકણના હાફુસનો સુગંધ અને સ્વાદ દુનિયામાં લઈ જવાના પ્રયાસમાં ખેતીમાંથી હાફુલ કેરી સીધી બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવાની સંકલ્પના ખરેખર સારી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો