તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Gujarat's Pharma Sector To Become Self sufficient In API Segment By 2025, Bulk Drugs Park Process In Final Stage

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:ગુજરાતનું ફાર્મા સેક્ટર API સેગમેન્ટમાં 2025 સુધીમાં આત્મનિર્ભર બનશે, બલ્ક ડ્રગ્સ પાર્ક પ્રક્રિયા અંતિમ તબક્કામાં

અમદાવાદએક મહિનો પહેલાલેખક: બિજલ નવલખા
 • કૉપી લિંક
 • ગુજરાતનું ફાર્મા અને હેલ્થકેર માર્કેટ 50થી 60 ટકાના દરે વિકાસ પામશે

ગુજરાતનુ ફાર્મા અને હેલ્થકેર સેક્ટર 2025 સુધીમાં 50થી 60 ટકાના દરે ગ્રોથ કરશે. એપીઆઈ સેગમેન્ટમાં ચીન પરની નિર્ભરતા ઘટાડવાના હેતુ સાથે જંબુસર ખાતે 815 હેક્ટરમાં બલ્ક ડ્રગ્સ પાર્ક (એપીઆઈ) સ્થાપિત કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આત્મનિર્ભર ભારત મિશન તેમજ કોરોનાની રસીના કારણે લાઈમ લાઈટમાં આવેલાં હેલ્થકેર સેક્ટર પર કેન્દ્ર અને રાજ્ય સરકારની અમી નજર રહી છે.

25 વર્ષ પહેલાં લાઇસન્સ રાજ અને બિનજરૂરી સરકારી હસ્તક્ષેપના કારણે 25 વર્ષ પહેલાં એપીઆઇ સેગ્મેન્ટની કંપનીઓએ ખંભાતી તાળા મારવા વારો આવ્યો હતો. પરંતુ એ ભૂલ હવે સુધારાઇ રહી છે અને ગત વર્ષે અંક્લેશ્વરમાં બલ્ક ડ્રગ્સ પાર્ક અને રાજકોટમાં મેડિકલ ડિવાઈસિસ પાર્ક સ્થાપવાની જાહેરાત થઈ હતી. તે ઉપરાંત સંખ્યાબંધ મલ્ટીનેશનલ ફાર્મા કંપનીઓની નજર હવે ગુજરાત ઉપર હોવાથી 2025 સુધી ગુજરાત એપીઆઈ સેગમેન્ટમાં આત્મનિર્ભર બનશે તેવું ફાર્મા ઇન્ડસ્ટ્રી નિષ્ણાતો દાવા સાથે કહી રહ્યા છે. પીએલઆઈ ટેક્સમાં રાહત જેવી યોજનાઓથી પાંચ વર્ષમાં API નિર્ભરતા ઘટી 25થી 30 ટકા થશે.

ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો 33 ટકા હિસ્સો

 • 2017માં ભારતે 2.5 અબજ ડોલરની એપીઆઈ આયાત કરી હતી
 • 40 ટકા ઉત્પાદન ફાર્મા મશીનરીનું ગુજરાતમાં થાય છે
 • 130 USFDA મંજૂરી મેળવેલા યુનિટ્સ
 • 753 Who-Gmp કમ્પ્લાયન્ટ યુનિટ્સ ઉપસ્થિત
 • 4550 લાયન્સ ઈશ્યૂ કર્યા છે ગુજરાત સરકારે ફાર્મા સેગમેન્ટમાં

5 વર્ષમાં API નિર્ભરતા ઘટી 25-30% થશે
સરકારની પીએલઆઈ સ્કીમ એપીઆઈ પરની નિર્ભરતા ઘટાડવા માટે અક્સીર બનશે. આગામી પાંચ વર્ષમાં એપીઆઈ મામલે ચીન પરની 70 ટકા નિર્ભરતા ઘટી 25થી 30 ટકા થશે. > અતુલ શાહ, મેનેજિંગ ડિરેક્ટર, ઈન્સી ફાર્માસ્યુટીકલ્સ

શ્રમ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નિયમોમાં સુધારા ઇન્ડ. માટે લાભદાયી બન્યા
આજથી 25 વર્ષ પહેલાં ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રી એપીઆઈ સેગમેન્ટમાં અવ્વલ હતી. પરંતુ મોટાભાગના પ્લાન્ટને તાળા મારવામાં આવ્યા હતા. જેની પાછળના મુખ્ય કારણો સરકારની આકરી નીતિ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડની આડોડાઈ ઉપરાંત ચીનમાંથી સસ્તા એપીઆઈ હતા. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વેસ્ટ ટ્રિટમેન્ટ કાયદામાં સુધારાના પગલે ફાર્મા કંપનીઓ એક સાથે વધુ પ્રોડક્ટ્સનુ ઉત્પાદન કરવા સક્ષમ બની છે. અગાઉ આ નિયમ હેઠળ કંપની માત્ર મંજૂરી મેળવેલ પ્રોડક્ટ્સનુ જ ઉત્પાદન કરી શકતી હતી. જો તેણે બીજી કોઈ પ્રોડક્ટ બનાવવી હોય ફરી મંજૂરી લેવી પડતી હતી. આ ઉપરાંત ઉદ્યોગોને વેગવાન બનાવવા શ્રમ કાયદામાં નવા સુધારા 1 એપ્રિલથી લાગૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો