• Home
  • Business
  • Gujarat's leading tiles company adopts insurance model for marketing, will appoint rural youth as business partners

નવતર અભિગમ / ગુજરાતની અગ્રણી ટાઈલ્સ કંપનીએ માર્કેટિંગ માટે ઇન્શ્યોરન્સ મોડેલ અપનાવ્યું, ગામડાના યુવાનોને બિઝનેસ પાર્ટનર તરીકે જોડશે

Gujarat's leading tiles company adopts insurance model for marketing, will appoint rural youth as business partners
X
Gujarat's leading tiles company adopts insurance model for marketing, will appoint rural youth as business partners

  • કોરોનાએ બદલેલી સ્થિતિમાં પરફોર્મન્સ આધારિત પાર્ટનરશીપનો પ્રયોગ
  • એક વર્ષમાં દેશભરમાં 1000 યુવાનોને ટ્રેનિંગ આપીને પાર્ટનર બનાવશે
  • ભાવનગર અને ઇડરમાં પાઈલોટ પ્રોજેક્ટ શરુ કર્યો, 80 લોકો કંપની સાથે જોડાયા

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:52 PM IST

અમદાવાદ. કોવિડ-19ના કારણે બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતની અગ્રણી ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં બદલાવ કરી નાના શહેરો અને ગ્રામિણ વિસ્તારમાં ફોકસ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે કંપની જે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં કમિશન બેઝિસ પર એજન્ટ કે રિપ્રેઝન્ટેટિવ નિમણુક કરવામાં આવે છે તેવી રીતે પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ અને સેલ્સ માટે ગ્રામ્ય વિસ્તાર અને ટાઉનમાં બિઝનેસ પાર્ટનર એપોઇન્ટ કરશે. આ સ્ટ્રેટેજી અંતર્ગત કંપની ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રોજગારી આપવા માટે એક ખાસ પ્રોગ્રામ ડીઝાઇન કર્યો છે જેનાથી યુવાનોને રોજગારી પણ મળશે અને કંપનીનું વેચાણ પણ વધશે. એશિયન ગ્રેનિટોના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, કોરોના બાદ પરિસ્થિતિ ઘણી બદલાઈ છે. આના માટે માર્કેટિંગ સહિતની બાબતોને લઈને ફેર વિચારણા અગત્યની બની છે. તેને ધ્યાનમાં રાખીને જ અમે પણ રૂરલ અને ટીઅર 3 અને 4 ટાઉન ઉપર ફોકસ કરી રહ્યા છીએ. આ રીતની સ્ટ્રેટેજી અપનાવનાર ભારતમાં કદાચ અમે પહેલી ટાઈલ્સ કંપની છીએ.

એક વર્ષમાં તબક્કાવાર સમગ્ર દેશમાં બિઝનેસ પાર્ટનર બનાવાશે
કમલેશ પટેલે જણાવ્યું કે, આ પ્રોગ્રામનું નામ 'આત્મનિર્ભર પ્રોગ્રામ' રાખવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અમે પાઈલોટ ધોરણે ભાવનગર અને ઇડરમાં શરુ કર્યો છે. જેમાં 80 લોકોને બિઝનેસ પાર્ટનર તરીકે અમારી સાથે જોડવામાં આવ્યા છે. આમાં ખેડૂતો, ગ્રેજ્યુએટ યુવાનો, કરિયાણાની દુકાન ચલાવતા, શિક્ષકો સહિતના લોકો છે. આ લોકો પોતાનું તો કામ કરે જ છે. સાથે સાથે ખાલી સમયમાં અમારા માટે પણ ઓર્ડર મેળવવાનું કામ કરે છે. આ રીતે તેઓને પણ વધુ આવક મળે છે. આવતા દિવસોમાં પહેલા અમે ગુજરાત કવર કરીશું, ત્યાર બાદ વેસ્ટર્ન ઇન્ડિયા અને એક વર્ષમાં સમગ્ર દેશમાં બિઝનેસ પાર્ટનર એપોઇન્ટ કરવામાં આવશે. આ રીતે 1000થી વધુ લોકોને એપોઇન્ટ કરવામાં આવશે.

લોકડાઉન બાદ ગ્રામ્ય વિસ્તારમાંથી માગ રહે છે
કંપનીના મેનેજીંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું કે, કોરોના અને લોકડાઉનની અસર શહેરી વિસ્તારો અને મેટ્રો સિટીમાં વધુ છે. આજે પણ ઘણા શહેરોમાં કામ પૂરતા પ્રમાણમાં શરુ નથી થયું. તેની સામે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં નાના પાયે કામ શરુ થયા છે અને ત્યાંથી માગ આવી રહી છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને અમે રૂરલ અને ટીઅર 3 અને 4 ટાઉન ઉપર ફોકસ કરી રહ્યા છીએ. અમારા અનુભવ મુજબ 10-12ની વસ્તી ધરાવતા નાના ગામો અથવા ટાઉનમાં એવરેજ 15-20 ઘરોમાં કન્સ્ટ્રકશનને લાગતું કામ થઇ રહ્યું છે જેમાં અમારી પ્રોડક્ટ્સ માટે માગ આવી શકે છે.

કંપનીની માર્કેટિંગ અને ઓપરેશનલ કોસ્ટ ઘટશે
કમલેશ પટેલે કહ્યું કે, અમારી માર્કેટિંગ અને સેલ્સ ટીમના માણસો દરેક જ્યાગ્યાએ પહોચી ન શકે. બીજું કે, એક રિપ્રેઝન્ટેટિવને મોકલવાનો ખર્ચ પણ કંપની પર આવે છે. આ બધાની કોસ્ટ ગણીએ તો કંપનીના ઓપરેશન્સમાં તેનું ભારણ 10-12% જેટલું થાય છે. બિઝનેસ પાર્ટનરનો કોન્સેપ્ટ અમરી આ કોસ્ટ ઘટાડશે. આ લોકો કમીશન ઉપર કામ કરતા હોઈ અન્ય ખર્ચ કંપની ઉપર રહેશે નહી.

તમામ ટ્રાન્ઝેક્શન ડિજીટલી થશે
કંપનીના જણાવ્યા મુજબ બિઝનેસ પાર્ટનર જે કઈ પણ ઓર્ડર જનરેટ કરશે તેનું તમામ ટ્રાન્ઝેક્શન ડિજીટલી કરવામાં આવશે. આમાં સંભવિત ગ્રાહકો પાસે જઈને ટાઈલ્સ બતાવવી, ઘર કે ઓફિસમાં ટાઈલ્સ કઈ રીતે લાગે છે અને કેવી દેખાશે, ઓર્ડર અને પેમેન્ટ સહિતની તમામ બાબતોને ડિજીટલ માધ્યમથી જ હેન્ડલ કરવામાં આવશે. બિઝનેસ પાર્ટનર્સને કમિશનનું પેમેન્ટ પણ ડિજીટલી થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી