• Gujarati News
  • Business
  • Gujarat's Annual Market Of Over Rs 20,000 Crore; Not Just The Need For Housing But Also The Look Of A Luxurious Dream House

ઇન્ટિરિયર-આર્કિટેકનું માર્કેટ વધ્યું:ગુજરાતનું વાર્ષિક 20 હજાર કરોડથી વધુનું માર્કેટ; રહેઠાણ માટે માત્ર મકાનની જરૂરિયાત નહી પરંતુ લક્ઝુરિયસ ડ્રીમ હાઉસ તરફ લોકોની નજર

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2.5 લાખ કરોડથી વધુનું દેશનું ઇન્ટિરિયર માર્કેટ, વાર્ષિક 15 ટકા સુધીનો ગ્રોથ, ડિમાન્ડમાં વૃદ્ધિ
  • 20 ટકાથી વધુ હિસ્સા સાથે દેશમાં ગુજરાત આ સેગમેન્ટમાં ટોચનું રાજ્ય, ઇન્ટિરિયરનો શોખ વધ્યો
  • 1.20 લાખ કરોડનું વાર્ષિક ગુજરાતનું રિઅલ એસ્ટેટ માર્કેટ, આર્કિટેક્ટની બોલબાલા વધી

રિયલ એસ્ટેટ સેક્ટરના ઝડપી ગ્રોથની સાથે આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનીંગ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી આવી છે. એક દાયકાથી ઘર ખરીદનારાઓમાં પરિવર્તન આવ્યું છે. ઘરનું ઘર એ એક સપનું હોય છે તેને વારંવાર બદલવામાં આવતું નથી આવા માઇન્ડસેટને ધ્યાનમાં રાખી ઘર ખરીદનારાઓમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે ઇન્ટિરિયર ડિઝાઇનીંગનો છે. ગ્રાહકો મકાનના કુલ બજેટની સાથે-સાથે 25-30 ટકા ખર્ચ ઇન્ટિરિયર ડિઝાઇન પાછળ કરતા થયા છે. દેશનું ઇન્ટિરિયર ડિઝાઇનીંગ માર્કેટ વાર્ષિક 2.5-3 લાખ કરોડનું છે જેમાં ગુજરાતનો હિસ્સો 20-22 હજાર કરોડ રહ્યો છે. આ સેગમેન્ટ વાર્ષિક 20-25 ટકાનો ગ્રોથ ધરાવે છે.

કોરોના મહામારી બાદ ખર્ચ કરવાની ક્ષમતા ઝડપી વધી છે. ખાસકરીને ગુજરાતીઓ માત્ર સાદુ ઘર જ નહીં પરંતુ ડ્રિમ હાઉસને પસંદ કરવા લાગ્યા છે જેના કારણે તેઓ ઇન્ટિરિયર પાછળ વધુમાં વધુ ખર્ચ કરવા લાગ્યા છે. રિઅલ એસ્ટેટમાં રોકાણકારોની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ટોચના સ્થાને રહ્યું છે. ગુજરાતનું રિઅલ એસ્ટેટ માર્કેટ વાર્ષિક ધોરણે 1 થી 1.20 લાખ કરોડનું છે જેમાં અમદાવાદનો હિસ્સો અંદાજે 50000 કરોડનો છે. ગુજરાતમાં મિડસેગમેન્ટમાં ડિમાન્ડ જે ગતીએ વધી રહી છે તેને ધ્યાનમાં લેતા અમદાવાદનો હિસ્સો 75000 કરોડને ક્રોસ કરી જશે તેવું અનુમાન છે. તેની સાથે-સાથે ગુજરાતનો ઇન્ટિરયિર બિઝનેસ પણ વાર્ષિક 25 ટકાના દરે વૃદ્ધિ સાધી રહ્યો છે.

આરબીઆઇ દ્વારા કરવામાં આવેલા વ્યાજદર ઘટાડાના કારણે હાઉસિંગ ડિમાન્ડને બુસ્ટર ડોઝ મળી રહ્યો છે. માત્ર હાઉસિંગને જ નહિં હવે મોટા ભાગની બેન્કો હોમલોન ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઇનીંગ અને રિનોવેશન માટે પણ લોન પૂરી પાડી રહી છે. રિયલ એસ્ટેટમાં કિંમત હજુ વધે તે પહેલા અત્યારે ઘર ખરીદવું ઉત્તમ સાબીત થઇ શકે છે. અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં સ્કીલ કારીગરોના કારણે સેક્ટરનો ગ્રોથ ઝડપી થઇ રહ્યો છે. આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિદેશના પ્રોજેક્ટમાં ગુજરાતી કારીગરોને સાથે રાખી કામ કરી રહ્યાં છે.

હોમ લોન ઉપરાંત ઇન્ટિરિયર પર ટોપ-અપ લોન ઉપલબ્ધ, ટોપ-અપ લોનની માગમાં વૃદ્ધિ
હાઉસિંગ સેગમેન્ટમાં ખરીદી કરનાર 95 ટકા ગ્રાહકો હોમ લોન લતા હોય છે. હોમલોનમાં પણ પરિવર્તન આવ્યું છે. હોમ-લોનની સાથે બેન્કો ગ્રાહકોને ઇન્ટિરિયર માટે ટોપ-અપ લોન પણ પુરી પાડી રહી છે. બદલાતા સમયમાં બદલાતી જતી લાઇફસ્ટાઇલને ધ્યાનમાં લેતા ઇન્ટિરિયરનો ક્રેઝ ઝડપભેર વધી રહ્યો છે. મોટા ભાગની બેન્કો હોમલોનના વ્યાજદરના આધારે જ ટોપ-અપ લોન પૂરી પાડી રહી છે. કુલ લોનના સરેરાશ 20-25 ટકા ટોપ-અપ લોન ગ્રાહકો લઇ રહ્યાં છે.

ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો ક્રેઝ વધ્યો, વાર્ષિક 25 % ગ્રોથ
માત્ર ઘર નહીં પરંતુ ડ્રિમ હાઉસનો ક્રેઝ વધી રહ્યો છે જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીના સમયમાં આકર્ષક ડિઝાઇનનો રોલ એટલો જ મહત્વનો રહ્યો છે. ગ્રાહકો ડિઝાઇન ધરને પસંદ કરે છે. દેશનું ઇન્ટીરીયર માર્કેટ 3 લાખ કરોડથી વધુનું છે. ગુજરાતનો હિસ્સો 20 હજાર કરોડથી વધુનો છે. નવા પ્રોજેક્ટમાં ડેવલપર્સ દ્વારા ઇન્ટીરિયર ઓફરનો ટ્રેન્ડ શરૂ થયો છે. - તરલ શાહ, ફાઉન્ડર, ઇન્ટિરિયર સોલ્યુશન.

વિદેશમાં પણ ગુજરાતી આર્કિટેક્ટની બોલબાલા, ગ્રાહકોની ખર્ચ શક્તિ વધી
રિયલ એસ્ટેટની પેરેલલ આર્કિટેક્ટ-ઇન્ટિરિયરનો બિઝનેસ રહ્યો છે. ગુજરાત આર્કિટેક્ટ માટે હબ છે. ગુજરાતના આર્કિટેક્ટ તથા ઇન્ટિરિયર ડિઝાઇનરની વિદેશમાં પણ બોલબાલા વધી છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાના ડ્રિમ હાઉસ, વારસો-સંસ્કૃતિ તેમજ વાસ્તુ શાસ્ત્રને ધ્યાનમાં રાખી તૈયાર કરવા માટે ગુજરાતના આર્કિટેક્ટને પસંદ કરી રહ્યાં છે. - પ્રશાંત પરમાર, ફાઉન્ડર, શાયોના કન્સલટન્ટ.

અન્ય સમાચારો પણ છે...