તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેમિટન્સ:પરદેશમાં વસતા ગુજરાતીઓએ રૂ.11100 કરોડ વતન મોકલ્યા..

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 35થી વધુની ઉંમરની મહિલાઓ સૌથી વધુ કીમતનું ચલણ મોકલે છે
 • મહામારીમાં ગુજરાતની 20% ગૃહિણીઓએ સાઇડ ઇન્કમનો વિકલ્પ અપનાવ્યો
 • દેશમાં આવતાં કુલ રેમિટન્સમાં ગુજરાતનો હિસ્સો માત્ર બે ટકા

વિદેશમાં અભ્યાસ, નોકરી કે વ્યવસાય અર્થે ગયેલાં લોકો દ્રારા કમાણીમાંથી ભારતમાં તેમના પરીવારને મોકલાતી રકમનું પ્રમાણ કોવિડ-19 તેમજ આર્થિક સંકડામણ જેવાં કારણોસર ઘટી રહ્યું છે. છતાં ગત વર્ષે 78.6 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. જેમાં માત્ર બે ટકા હિસ્સો ધરાવતાં ગુજરાતમાં આશરે 1.5 અબજ ડોલર (રૂ. 11100 કરોડ)નું રેમિટન્સ આવ્યું હતું.

પરિવારની આરોગ્યની કાળજી, શિક્ષણ માટે લીધેલી લોન્સ, જમીન-મકાન અને બેન્ક ડીપોઝીટ તેમજ શેરબજારમાં મૂડીરોકાણના હેતુ પાછળ રેમિટન્સ મારફત આવતાં નાણાનો મહત્તમ ઉપયોગ થતો હોવાનું ઇન્ડસ્ટ્રી નિષ્ણાતો જણાવી રહ્યા છે. તેના કારણે જોકે, દેશના સમગ્ર આર્થિક વિકાસ પર સકારાત્મક અસર કરે છે.

રેમિટન્સ મોકલવામાં મહિલાઓ ટોચે રહેતી હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. તે અનુસાર ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસમાં રહીને અભ્યાસ કરતી કે રોજગારી મેળવનારી મહિલાઓ દ્રારા ભારતમાં મોકલવામાં આવતી રકમનું પ્રમાણ છેલ્લા પાંચ વર્ષમાં ટોચે રહ્યું હોવાનું વિદેશથી રેમિટન્સની સેવા પૂરી પાડતી વર્લ્ડ રેમિટ દ્રારા કરાયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે.

2015-2020ના સમયગાળા દરમિયાન આ દેશોમાંથી રેમિટન્સનું પ્રમાણ અનુક્રમે 1.93%, 1.8%, અને 1.0% એકંદરે રહ્યું હતું. પરંતુ સૌથી નોંધપાત્ર બાબત એ જોવા મળી છે કે, 2015માં ઓસ્ટ્રેલિયમાં રહેતી 18 ટકા મહિલાઓએ, યુકેમાં રહેતી 21 ટકા અને યુએસમાં રહેતી 25 ટકા મહિલાઓએ ભારતમાં ચલણ મોકલ્યું હતું તેની સરખામણીએ તે 2020માં એકંદરે ઓસ્ટ્રેલિયાના કિસ્સ્માં 26% અને બ્રિટનમાંથી 32% વધ્યું હતું,

જ્યારે યુએસએનું ચલણ એટલું જ રહ્યું જે 24% હતું. વર્ષ 2015-2020 દરમ્યાન ઓસ્ટ્રેલીયા અને યુકેની મહિલાઓ દ્વારા મોકલવામાં આવેલ ચલણ વધ્યું હતું. તેની પાછળનું કારણ એ છે કે, આ બન્ને દેશોમાં સર્વિસ સેક્ટરમાં ખાસ્સી વૃદ્ધિ જોવા મળી છે. સર્વિસ સેક્ટર, ઓસ્ટ્રેલીયામાં વર્કફોર્સનો સૌથી મોટો રોજગારી પુરી પાડતું સેક્ટર છે, સેક્ટર કુલ વર્કફોર્સના 87% હિસ્સો ધરાવે છે.

ભારતમાં નાણા મોકલતા ટોચના 10 રાષ્ટ્રો, વાર્ષિક ધોરણે સંયુક્ત રીતે 78.6 અબજ ડોલર મોકલે છે, જે ભારતને સૌથી મોટું મેળવતું બજાર બનાવે છે.

યુએસ, યુકેમાંથી 35થી વધુ વયની મહિલાઓ વધુ નાણાં મોકલે છે
35થી વધુ ઉંમરની ભારતીય મહિલાઓ યુએસએ અને યુકેમાં સૌથી વધુ પૈસા મોકલનારી મહિલાઓ છે. 30ની નજીકની ઉંમર ધરાવતી મહિલાઓની ટકાવારી યુકેમાંથી ભારતમાં મોકલનારાઓના 31% છે અને 40 નજીકની ઉંમર ધરાવતી મહિલાઓ યુએસએમાંથી મોકલનારાઓ માંથી સૌથી વધુ ટકાવારી ધરાવે છે જે 27% છે.

યુએસએ એ એવું પણ જોયું છે કે સૌથી વધુ ચલણ હૈદ્રાબાદ ત્યારબાદ લુધિયાણા અને અમ્રીતસર માં મોકલવામાં આવ્યું હતું. ટોચના 10 શહેરો જેમને ચલણ મેળવ્યું છે તેમાં મુંબઈ, જલંધર, ચેન્નાઈ, બેગ્લુરૂ, દિલ્હી, પતીયાલા અને કોટ્ટયમ છે. જ્યારે ઓસ્ટ્રેલીયામાં 25 વર્ષથી-30વર્ષની મહિલાઓનું જુથ સૌથી મોટું રહ્યું છે.

રેમિટન્સના 60 ટકા પરિવાર માટે
વિદેશથી આવતાં નાણામાંથી આશરે 60 ટકા નાણા પરીવારના ભરણપોષણ અને આર્થિક જરૂરિયાતો માટે, 20 ટકા નાણા બેન્ક ડિપોઝીટમાં તેમજ 10 ટકા રકમ રિયલ એસ્ટેટ અને શેર બજારમાં થતો હોવાનું જોવા મળ્યું છે.

અન્ય લોન્સ માટેની રકમનું પ્રમાણ વધુ
આ ત્રણ દેશોમાંથી મહિલાઓ દ્રારા પૈસા મોકલવામાં આવે છે, તેમાંથી એજ્યુકેશન કે અન્ય પ્રકારે લીધેલી લોન્સની ભરપાઇ, ઘરની જરૂરિયાત, માતા-પિતાની આરોગ્યની જરૂરિયાતને પૂરી કરવા માટે પ્રાથમિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવતાં હોય છે.
> રૂઝાન અહેમદ, સાઉથ એશિયા કન્ટ્રી હેડ, વર્લ્ડ રેમિટ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો