ટુરિઝમ:નોર્થ ગોવામાં અસનોરાના જંગલની વચ્ચે ક્લબ મહિન્દ્રાના રિસોર્ટમાં ગુજરાતીઓનું આકર્ષણ વધ્યું

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોવામાં ક્લબ મહિન્દ્રાનો અસનોરા રિસોર્ટ - Divya Bhaskar
ગોવામાં ક્લબ મહિન્દ્રાનો અસનોરા રિસોર્ટ
  • રિસોર્ટમાં આગામી સમયમાં 7,000થી વધુ વૃક્ષો વવાશે
  • ટ્રેકિંગ, બર્ડ વોચ, લેઝી રિવર, હેપ્પી હબ મુખ્ય આકર્ષણ

ફરવાના શોખીન ગુજરાતીઓને ગોવાના દરિયા કિનારે વેકેશન ગાળવાનું વધારે પસંદ આવે છે. ઘણા એવા લોકો પણ છે જે ડર બીજા વર્ષે ગોવા જવાનું પસંદ કરે છે. અહી ઘણા રિસોર્ટ અને હોટેલ્સ આવેલા છે. ગોવામાં દરિયો અને બીચ તો છે જ પણ જેમને જંગલ અને એડવેન્ચર સ્પોર્ટ્સ પસંદ હોય તેવા ટુરિસ્ટને ધ્યાનમાં રાખી ક્લબ મહિન્દ્રાએ ગોવાના અસનોરા વિલેજમાં જંગલમાં પહાડોની વચ્ચે એક રિસોર્ટ શરૂ કર્યો છે. પરિવાર સાથે 2-3 દિવસની ગોવાની ટુર કરવાની ઈચ્છા હોય તેમના માટે અહી ઘણી ચોઈસ મળી રહેશે.

અસનોરા રિસોર્ટમાં બાળકો માટેનો અલાયદો ગેમઝોન છે.
અસનોરા રિસોર્ટમાં બાળકો માટેનો અલાયદો ગેમઝોન છે.

રિસોર્ટમાં 80% જેવી ઓકયુપેન્સી રહે છે
મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર પ્રતિક મઝુમદરે જણાવ્યું કે, ક્લબ મહિન્દ્રા અસનોરા એ ગોવામાં અમારી ચોથી પ્રોપર્ટી છે, જે અમને ગોવામાં સૌથી મોટી રૂમ ઇન્વેન્ટરી હોસ્પિટાલિટી કંપનીઓમાંની એક બનાવે છે. ગોવામાં સમગ્ર રિસોર્ટમાં 80% જેવી ઓકયુપેન્સી રહે છે. દેશભરમાંથી અને ખાસ કરીને ગુજરાતના અમારા મેમ્બર ટુરિસ્ટનું બુકિંગ નોંધપાત્ર છે. લેઝી રિવર, ગોવાનું ઓથેન્ટિક ફૂડ અને બાળકો માટે હેપ્પી હબ વગેરે સવલતોને કારણે અમારા ગુજરાતી મેમ્બર્સ અસનોરા રિસોર્ટ પસંદ કરી રહ્યાં છે. અસનોરામાં રિસોર્ટ દ્વારા ગોવામાં અમારી હાજરીને મજબૂત કરવામાં અમને આનંદ થાય છે અને અમે વિસ્તરણ કરવાનું ચાલુ રાખીશું.

અસનોરા રિસોર્ટ નોર્થ ગોવાના જંગલોમાં આવેલો છે.
અસનોરા રિસોર્ટ નોર્થ ગોવાના જંગલોમાં આવેલો છે.

રિસોર્ટમાં 7000થી વધુ વૃક્ષો ઉગાડવામાં આવશે
ક્લબ મહિન્દ્રના જણાવ્યા પ્રમાણે આ જગ્યાને જ્યારે ડેવલપ કરવામાં આવી ત્યારે અહી જે વૃક્ષો હતા તેને યથા સ્થિતિ રાખવાના પ્રયત્નો થયા છે. જ્યારે અમૂજ વૃક્ષોને રીલોકેટ પણ કરવામાં આવ્યા છે. હાલમાં રિસોર્ટમાં આવતા ટુરિસ્ટને જંગલની વચ્ચે રહ્યાની અનુભૂતિ મળી રહે તે માટે 2500 જેટલા વૃક્ષો છે અને આગામી એક વર્ષમાં રિસોર્ટની બીજી જગ્યામાં 7000 ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે.

રિસોર્ટમાં બાળકો અને મોટા લોકો માટેના સ્વિમિંગપુલ બનાવાયા છે.
રિસોર્ટમાં બાળકો અને મોટા લોકો માટેના સ્વિમિંગપુલ બનાવાયા છે.

પ્રકૃતિ વચ્ચે રહેવાનું પસંદ કરે તેવા લોકો અનુરૂપ લોકેશન
ગોવામાં નોર્થ ગોવામાં અસનોરા ગામ પાસે જંગલ આવેલું છે. આ વિસ્તાર પહાડી વિસ્તાર પણ છે અને ત્યાં નદી અને નહેર પણ આવેલા છે. ટ્રેકિંગ તેમજ બર્ડ વોચિંગનો શોખ ધરાવતા લોકો માટે રિસોર્ટની આસપાસ ઘણી ચોઈસ છે. રિસોર્ટ તરફથી ટ્રેકિંગની સુવિધા પણ છે અને સાથે સાથે પક્ષીઓના જાણકાર ગાઈડ સાથે બર્ડ વૉચિંગનો પણ એક્સપિરિયન્સ કરવા મળે છે.

રેસ્ટોરન્ટમાં બેસીને પહાડ અને જંગલનો નજારો જોઈ શકાય છે.
રેસ્ટોરન્ટમાં બેસીને પહાડ અને જંગલનો નજારો જોઈ શકાય છે.

રિસોર્ટમાં પરંપરાગત પોર્ટુગીઝ-ગોઆન આર્કિટેક્ચરિંગ
રિસોર્ટમાં આધુનિક સુવિધાઓથી ભરપૂર પરંપરાગત પોર્ટુગીઝ-ગોઆન આર્કિટેક્ચરનો સમાવેશ થાય છે. આ રિસોર્ટમાં પરિવારો માટે પસંદગી કરવા માટે સંખ્યાબંધ રેસ્ટોરન્ટ્સ પણ છે, જેમાં ગોવાના ટ્રેડિશનલ ફૂડથી લઈને વૈશ્વિક પેલેટને અનુરૂપ ભોજન સુધી બધું જ પીરસવામાં આવે છે. ગોવા તેના દરિયાકિનારા માટે જાણીતું છે અને રાજ્યના કેટલાક સૌથી બીચ રિસોર્ટથી થોડા અંતરે આવેલા છે. આ ઉપરાંત જેઓને બીચ સિવાયની એક્ટિવિટીમાં રસ છે તેમના માટે પાણી આધારિત પુષ્કળ પ્રવૃત્તિઓ છે જેનો તેઓ રિસોર્ટમાં જ આનંદ માણી શકે છે.

પોર્ટુગીઝ-ગોઆન આર્કિટેક્ચર સાથેના રિસોર્ટના રૂમ.
પોર્ટુગીઝ-ગોઆન આર્કિટેક્ચર સાથેના રિસોર્ટના રૂમ.
અન્ય સમાચારો પણ છે...