તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Gujarati In Foreign Stocks; Bought More Than 75000 Crore Shares Of US Companies In 5 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લુઝિવ:વિદેશી શેરોમાં ગુજરાતી સવાશેર; 5 વર્ષમાં US કંપનીઓના 75000 કરોડથી વધુ કિંમતના શેર્સ ખરીદ્યા

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: મંદાર દવે
 • કૉપી લિંક
વિદેશ જતા વિદ્યાર્થીઓ પણ ખર્ચો કાઢવા માટે ખરીદે છે શેર્સ. - Divya Bhaskar
વિદેશ જતા વિદ્યાર્થીઓ પણ ખર્ચો કાઢવા માટે ખરીદે છે શેર્સ.
 • 2થી 3 લાખ રૂપિયાનો એક શેર એવી અનેક અમેરિકન કંપનીઓમાં રોકાણકારનું આકર્ષણ
 • શેરમાં રોકાણમુદ્દે પણ સવાશેર ગુજરાતીઓનું હવે અમેરિકન શેરબજારોમાં ‘‘લીધા-દીધા’’
 • ટોચની ભારતીય કંપનીઓ પછી હવે ગુજરાતીઓ ફેસબુક, એમેઝોન, એપલ, નેટફ્લિક્સ અને ગૂગલના શેર્સમાં લેવાલ

શેરની ખરીદીમાં પણ સવાશેરનું કલેજું ધરાવતા ગુજરાતીઓ હવે વૈશ્વિક રોકાણકારોનું બિરુદ ધરાવતા થઈ ગયા છે. દેશની ટોચથી માંડીને ટટપૂંજિટયા કંપનીઓના શેર્સમાં રોકાણ હોય કે સટ્ટો, ગુજરાતીઓની હાજરી હોવાની જ! હવે અમેરિકન શેરબજારોએ પણ વિદેશી રોકાણકારો માટે દ્વાર ખુલ્લાં મૂકતાં ગુજરાતી રોકાણકારો છેલ્લાં ત્રણેક વર્ષથી એમેઝોન, ગૂગલ અને ટેસ્લા જેવી વૈશ્વિક બ્રાંડ્સના શેર્સ ખરીદતા થઈ ગયા છે. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય રોકાણકારોએ ત્રણ લાખ કરોડથી વધુના અમેરિકન શેર્સ ખરીદ્યા છે, જેમાંથી ગુજરાતીઓએ 20-25 ટકા એટલે કે 75000 કરોડથી વધુના શેર્સની ખરીદી કરી છે. જૂન ક્વાર્ટરમાં જ રોકાણકારોએ 50 લાખ ડોલરના શેર્સ ખરીદ કર્યા છે જે ગત વર્ષની તુલનાએ રોકાણમાં બમણી વૃદ્ધિ દર્શાવે છે. હજુ એચએનઆઇ રોકાણકારોએ વધુ સારો પોર્ટફોલિયો બનાવવા માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ તકો તરફ ધ્યાન આપવાનું શરૂ કરવું જરૂરી છે.

જ્યારે કોઈ રોકાણકાર આંતરરાષ્ટ્રીય બજારો વિશે વિચારે છે ત્યારે યુ. એસ. બજારોમાં રોકાણ માટે અન્ય દેશો કરતાં વધુ સારું છે. 40 ટ્રિલિયન ડોલરથી વધુની માર્કેટ કેપ સાથે વિશ્વના સૌથી મોટા શેરબજાર છે. યુ.એસ. સ્ટોક માર્કેટમાં સૂચિબદ્ધ ટેક્નોલોજી આધારિત શેરોમાં રોકાણ કરવા માટે ભારતીય રોકાણકારો આગળ આવી રહ્યા છે. મિલેનિયલ્સ એમેઝોન, ગૂગલ અને ટેસ્લા જેવી વૈશ્વિક બ્રાંડ્સના માલિકી માટે આતુર છે. ભારતીય રિઝર્વ બેન્કની રેમિટેન્સ ગાઇડલાઇન અનુસાર વાર્ષિક ધોરણે પ્રત્યેક ભારતીય 2.5 લાખ ડોલર એટલે સરેરાશ 1.87 કરોડ રૂપિયા સુધીનું વિદેશમાં રોકાણ કરી શકે છે. આમ, રોકાણકારો માટે વિકલ્પ ખૂલ્યો છે જેનો લાભ લઈ રહ્યા છે. વિદેશી શેર્સ ખરીદીમાં ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતી કરોડપતિની પસંદ બદલાઈ

 • રૂ.3 લાખ કરોડથી વધુના અમેરિકન શેર્સ ત્રણ વર્ષમાં ભારતીઓએ ખરીદ્યા
 • 20% હિસ્સો વિદેશી કંપનીઓના શેર્સ ખરીદીમાં ગુજરાતીઓનો.
 • 40% હિસ્સા સાથે અમેરિકન કંપનીના શેર્સ ખરીદીમાં ટોપ પર મુંબઈ.
 • 50 લાખ ડોલરનું રોકાણ જૂન ક્વાર્ટરમાં ભારતીય રોકાણકારોએ કર્યું.

અમેરિકાના આ શેર્સમાં આકર્ષણ
ભારતીય રોકાણકારોને અમેરિકન ટોપ-10 કંપનીઓ જેવી કે ટેસ્લા, ફેસબુક, એમેઝોન, એપલ, નેટફ્લિક્સ, માઇક્રોસોફ્ટ, શોપિફાઇ, એનવિડિયા, સ્કવેર, બક્સેહાથ-વે અને ગૂગલ રોકાણ માટે હોટ ફેવરિટ સાબિત થઈ રહી છે. ઉપરોક્ત મોટા ભાગની કંપનીઓએ છેલ્લા ત્રણ માસમાં સરેરાશ 30 ટકાથી બમણું રિટર્ન રોકાણકારોને પૂરું પાડ્યું છે.

અમેરિકાના ટોપ-10 શેર

કંપની26-મે26-ઓગસ્ટતફાવત
એમેઝોન24383346.4937.30%
એપલ320499.356.00%
માઇક્રોસોફ્ટ183.06216.4718.30%
ટેસ્લા8222023.31146.10%
શોપિફાઇ781.51037.1932.70%
ફેસબુક23528019.10%
નેટફ્લિક્સ416490.517.90%
ગૂગલ1438160511.60%
એનવિડિયા35251044.90%
સ્કવેર81.3415590.60%

ભારતીય રોકાણકાર કેટલા શેર ખરીદી શકે ?

ભારતીય રિઝર્વ બેન્કની રેમિટેન્સ ગાઇડલાઇન અનુસાર વાર્ષિક ધોરણે પ્રત્યેક ભારતીય 2.5 લાખ ડોલર એટલે સરેરાશ 1.87 કરોડ રૂપિયા સુધીનું વિદેશમાં રોકાણ કરી શકે છે.

અમેરિકન કંપનીઓની નેટવર્થ ભારતીય અર્થતંત્ર જેટલી
ભારતનું અર્થતંત્ર 2.5 લાખ કરોડ ડોલર સામે અમેરિકાનું અર્થતંત્ર 40 લાખ કરોડ ડોલરથી વધારે છે. અમેરિકાની ટોપ-10 કંપનીઓની નેટવર્થ ભારતીય કુલ અર્થતંત્ર જેટલી છે. અમેરિકન કંપનીઓના શેરમાં 45 ટકાથી વધુ અન્ય દેશોના રોકાણકારોનો હિસ્સો રહેલો છે. જ્યારે ભારતીય રોકાણકારોનો હિસ્સો માત્ર 3-5 ટકા જ રહ્યો છે. અમેરિકન કંપનીઓના શેરમાં આકર્ષક રિટર્નને ધ્યાનમાં લેતાં ભારતીય રોકાણકારોનો ઉત્સાહ બેવડાયો છે.

શેર ભલે મોંઘા હોય, પરંતુ એક ડોલરમાં હિસ્સો ખરીદી શકો છો
વેસ્ટેડ ફાઇનાન્સના ફાઉન્ડર વિરમ શાહના જણાવ્યા અનુસાર. અમેરિકાની ટોપ-10 કંપનીના એક શેરની કિંમત સરેરાશ એક લાખ રૂપિયાથી વધુ છે, જેને કારણે ભારતીય રોકાણકારો ખચવાટ અનુભવી રહ્યા છે, પરંતુ અમેરિકા ફ્રેક્શનલ ઇન્વેસ્ટમેન્ટ (કટકે-કટકે) શેર ખરીદવાની મંજૂરી આપે છે. આમ, ભલે કોઈપણ શેરની કિંમત લાખોમાં હોય, પરંતુ રોકાણકાર એક ડોલરમાં પણ શેરનો અમુક હિસ્સો ખરીદી શકે છે.

ભારતીય રોકાણકારોમાં વિદેશી શેર્સ ખરીદીમાં આકર્ષક વૃદ્ધિ
ટોરીન વેલ્થ ગ્રુપના જિજ્ઞેશ માધવાણીએ જણાવ્યું હતું કે દેશની ટોચની કંપનીઓ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી અમેરિકન કંપનીઓના શેર્સની ખરીદીમાં ઉત્સાહ દાખવ્યો છે. છેલ્લાં ત્રણેક વર્ષથી અમેરિકન કંપનીના શેર્સમાં ગુજરાતીઓની ખરીદી સતત વધી રહી છે. ભારતીય અર્થતંત્ર ધરાવતી અનેક કંપનીઓ અમેરિકામાં ઉપસ્થિત છે, જેના કારણે સલામત રોકાણ અને આકર્ષક રિટર્નથી રોકાણ માટે આકર્ષણ વધી રહ્યું છે.

વિદેશ જતા વિદ્યાર્થીઓ પણ ખર્ચો કાઢવા માટે ખરીદે છે શેર્સ!
ગુજરાતમાંથી મોટે પાયે અમેરિકામાં અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ જઇ રહ્યા છે અને ત્યાં સ્થાયી થવા લાગ્યા છે. ઉદ્યોગપતિઓ તેમજ ધનિક વર્ગના લોકો પોતાનાં બાળકોને અભ્યાસ માટે મોકલે છે ત્યારે તેઓ પહેલેથી જ ડોલર સ્વરૂપમાં રોકાણ કરવા નિર્દેશ કરે છે અને બચત અર્થે અમેરિકન કંપનીના શેર્સ ખરીદવા પ્રેરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો