• Gujarati News
  • Business
  • Gujarati Entrepreneurs Have Invested An Average Of Rs.5000 Crore In More Than 2000 Startups

કમાણીની તક:ગુજરાતી ઉદ્યોગકારોએ 2000થી વધુ સ્ટાર્ટઅપમાં સરેરાશ રૂ.5000 કરોડનું રોકાણ કર્યું

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રોકાણ ડાઇવર્સિફિકેશન ગુજરાતી ઉદ્યોગકારો પોતાની કંપનીમાં વિસ્તરણ સાથે નવા ઉભરતા સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા ઉત્સુક
  • આગામી પાંચ વર્ષમાં ગુજરાત યુનિકોર્ન સ્ટાર્ટઅપ બાબતે ટોપ 5 રાજ્યોમાં હશે: ઇવી, ટેક્નોલોજી, આઇટીમાં સૌથી વધુ આકર્ષણ

21મી સદી અને ટેક્નોલોજીના યુગમાં દેશનો યુવાવર્ગ નોકરી કરવાના બદલે આત્મનિર્ભર (નાનો પણ પોતાનો) વ્યવસાય શરૂ કરવા માટે આગળ આવી રહ્યો છે. ઓછા મૂડીરોકાણથી સ્ટાર્ટઅપ બિઝનેશ શરૂ કરી ગુજરાતના અનેક યુવાનો સારી કમાણી કરી રહ્યાં છે. એટલું જ નહીં સરકારે બજેટમાં સ્ટાર્ટઅપને વેગ આપવા માટે એક વર્ષ વધારાના ટેક્સ હોલિડે તેમજ અન્ય લાભોની જાહેરાત કરી છે જેના કારણે અનેક ઉદ્યોગકારો પોતાના કોર્પોરેટ-મેન્યુફેક્ચરીંગ યુનિટ સાથે નાના વ્યવસાય એવા સ્ટાર્ટઅપમાં રોકાણ કરતા થયા છે.

ગુજરાતમાં અંદાજે સરેરાશ કુલ 10500-11000 રજિસ્ટર્ડ-અનરજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ આવેલા છે જેમાં ગુજરાતના જ 750થી વધુ ઉદ્યોગકારોએ અંદાજે 2000થી વધુ સ્ટાર્ટઅપમાં રૂ.5000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ગુજરાતના બિઝનેસમેન માત્ર કમાણીમાં જ નહીં પરંતુ જરૂરીયાત લોકોને મદદ કરવામાં પણ આગળ પડતા રહેતા હોય છે. એટલું જ નહીં ગુજરાતી બિઝનેસમેનમાં સાહસવૃતિ જોવા મળે છે જેના કારણે પોતાના સફળ બિઝનેસની સાથે મહામારીમાં વેપારનો અન્ય માર્ગ પણ ડેવલપ કરી રહ્યાં છે. આવકનો સ્ત્રોત વિસ્તારી રહ્યાં છે. હાઉસકીપિંગ-ક્લિનીંગ-ફુડ પ્રોડક્ટ, કોર્પોરેટ ગિફ્ટીંગ, સર્વિસ પ્રોવાઇડરમાં મહિલા ઉદ્યોગ સાહસિકોએ પગદંડો જમાવ્યો છે. ગુજરાતી ઉદ્યોગકારો સૌથી વધુ એઆઇ ટેક્નોલોજી, ઇવી ચાર્જિંગ, આઇટી, ઇનોવેટિવ પ્રોડક્ટ, રિન્યુએબલ એનર્જી તથા ટેક્નોલોજી બેઝ્ડ સ્ટાર્ટઅપમાં ફંડિંગ કરી રહ્યાં છે.

યુવાવર્ગ નોકરી કરવાના બદલે નાનો વ્યવસાય શરૂ કરવાનું પસંદ કરી રહ્યાં છે. એન્જિનિયરિંગ, એફએમસીજી, હોસ્પિટાલિટી, રિટેલ, ફુડ-જ્વેલરી, ઓટો મોબાઇલ, કોમ્પોનન્ટ જેવા સેગમેન્ટમાં સ્ટાર્ટઅપ કામ કરી રહ્યાં છે. દેશમાં અંદાજે રજિસ્ટર્ડ 17000 જ્યારે અનરજિસ્ટર્ડ 50000 જેટલા સ્ટાર્ટઅપ છે.વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે અનુકૂળ માહોલના બાબતે ત્રીજો સૌથી મોટો દેશ છે અને તેમાં પણ ગુજરાત સ્ટાર્ટઅપમાં ટોચનું રાજ્ય ધરાવે છે તેમ ટોરીન વેલ્થના ઇન્વેસ્ટમેન્ટ હેડ પાર્થ સંધડિયાને જણાવ્યું હતું. અદાણી-અંબાણી, તાતા જેવા ટોચના ઉદ્યોગકારોએ પણ સ્ટાર્ટઅપમાં કરોડોનું ફંડિગ કર્યું છે.

હોલિડે યર વધારવાથી ફન્ડિંગમાં 15%, ઈન્કમમાં 30% વૃદ્ધિ થશે
બજેટ 2022માં સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં રાહત એક વર્ષ વધારવામાં આવી છે જેનાં કારણે સ્ટાર્ટઅપ્સ ફંડિંગ અને નવા સ્ટાર્ટઅપ્સને જનરેટ થવામાં મોટિવેશન મળશે. અગાઉ સ્ટાર્ટઅપ્સને 10 વર્ષમાં 3 વર્ષ સુધી તેમની આવકમાંથી ટેક્સની રાહત આપવામાં આવતી હતી. પણ સ્ટાર્ટઅપ્સ અંગે વધારે અવેરનેસ આવે તે માટે વધુ એક વર્ષ ઉમેરીને તેને 4 વર્ષ કરી દેવામાં આવ્યા છે. જેના લીધે સ્ટાર્ટઅપની સંખ્યામાં વધારો થશે ફંડિંગમાં પણ 10થી 15 ટકાનો વધારો થશે.

સેક્ટર મુજબ કેટલા સ્ટાર્ટઅપ

સેક્ટરકુલ સ્ટાર્ટઅપ
એફએમસીજી1500-1700
મેન્યુફેક્ચરિંગ1300-1500
હોસ્પિટાલિટી900-1000
હ્યુમન રિસોર્સ500-600
આઇટી-ટેક્નોલોજી1400-1500
ટેક્સટાઇલ-ફેશન1800-2000
ઓટોમોબાઇલ1500-1600
ફાર્મા500-550
કુલ10500

એન્જલ ઇન્વેસ્ટર્સને ટેક્સમાં રાહત તે જરૂરી

ગુજરાતી રોકાણકારોએ સ્ટાર્ટઅપ્સને ફંડિંગ અપાવવા માટે ડિજિટલ ઈકોસિસ્ટમ ઉભુ કર્યું છે. જેના દ્વારા અનેક સ્ટાર્ટઅપ્સે કરોડનું ફંડિંગ એકત્ર કરી લીધું છે. સરકાર સ્ટાર્ટઅપને ફાયદો આપે છે તેની સાથે સ્ટાર્ટઅપમાં રોકાણકર્તા એન્જલ ઇન્વેસ્ટર્સને પણ જો ટેક્સમાં મહદ્અંશે રાહત મળે તો અનેક રોકાણકર્તા રોકાણ માટે પ્રેરાશે અને તેનાથી સ્ટાર્ટઅપને ઝડપી વેગ મળશે. - વિશાલ ચીરીપાલ, ડિરેક્ટર, ચીરીપાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ.

વેગ માટે 75થી વધુ મેન્ટરીંગ પ્રોગ્રામ કર્યા
સ્ટાર્ટઅપમાં સફળતા કેવી રીતે મેળવવી તેના માટે 75થી વધુ સ્ટાર્ટઅપમાં મેન્ટરીંગ પ્રોગ્રામ આપ્યા છે. જેમાં સ્ટાર્ટઅપને વિઝન, સ્ટ્રેટેજીક પ્લાનિંગ, સ્ટ્રેન્થ તથા તક કેવી રીતે મેળવવી અને ગ્રોથ ઓરિએન્ટેડ કેવી રીતે બનાવી શકાય તે મુદ્દે માહિતી પૂરી પાડી રહ્યાં છીએ. ત્રણ સ્ટાર્ટઅપમાં અમે રોકાણ કર્યું છે અને આગળ જતા પણ વિઝનરી સ્ટાર્ટઅપમાં રોકાણ કરવાની ઇચ્છા છે. હવેનો દાયકો ઉદ્યોગ સાહસિકોનો રહેશે. - ચીરંજીવ પટેલ, એમડી, પીસી સ્નેહલ ગ્રુપ.

દાયકો ભારતની ઉદ્યોગ સાહસિકતાનો બનશે
વિશ્વમાં સ્ટાર્ટઅપની બાબતે આપણે ત્રીજા સ્થાને પહોંચ્યા છીએ. યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યા પણ સતત વધી રહી છે. 2020-30નો સમયગાળો એ ભારતની ઉદ્યોગ સાહસિકતાનો દાયકો બની રહેશે. દરેક ખુણામાં એક ઉદ્યોગસાહસિક છે પરંતુ તેમની પાસે મૂડી એક્સેસ અને સ્કેલ હાંસલ કરવા માટે પ્લેટફોર્મનો અભાવ છે જે અમારી કંપની પૂરી પાડી રહી છે. અંદાજે 200થી વધુ સ્ટાર્ટઅપમાં ફંડિંગ પુરૂ પાડી નવી દિશા દર્શાવી છે. - અનુપમ મિત્તલ, ફાઉન્ડર-સીઇઓ, શાર્ક ટેન્ક-પીપલ ગ્રુપ.

કોર્પોરેટ ફંડિગ વધતા ગુજરાતમાં ગ્રોથ ઝડપી
મહામારી બાદ સ્ટાર્ટઅપ સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. ગુજરાતમાં કોર્પોરેટ કંપનીઓના ફંડિગમાં વધારો થવાના કારણે નવા ઉભરતા સ્ટાર્ટઅપને સપોર્ટ મળી રહ્યો છે. આગામી સમયમાં ગુજરાતમાં અનેક નવા સ્ટાર્ટઅપ શરૂ થશે. પ્રોડક્ટ તેમજ ટેક્નોલોજી અને ઇનોવેશનને પ્રાધાન્ય આપનાર સ્ટાર્ટઅપનો સક્સેસ રેશિયો ઉંચો રહેશે. આ સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા
મળશે - ડો. સત્ય રંજન આચાર્ય, ડિરેક્ટર-EDII

અન્ય સમાચારો પણ છે...