તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદામાં સ્પષ્ટતા:ટ્રસ્ટ સંચાલિત મેડિકલ સ્ટોરની દવા પર હવે GST લાગુ પડશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં ચાલતા સ્ટોર અંગે એડવાન્સ રૂલિંગ ઓથોરિટીનો ચુકાદો

શહેરની નગરી આઈ હોસ્પિટલના ચુકાદામાં અમદાવાદ જીએસટી એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચલાવાતી દવાની દુકાનો પર પણ જીએસટી લાગુ પડે. આમ હોસ્પિટલમાં ચાલતી દવાની દુકાનો પર જીએસટી લાગુ પડતા દર્દીઓને દવા 5થી 12 ટકા મોંઘી પડશે.

આ દુકાનોએ પણ જીએસટી નંબર લેવો પડશે અને લાગુ પડતો ટેક્સ ભરવો પડશે. આમ આ ચુકાદો આવતા દવાખાનામાં ચાલતી દવાની દુકાનો પર પણ જીએસટી લાગુ પડશે.

તાજેતરમાં ગુજરાત જીએએસટી એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ નગરી આઈ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સ્પષ્ટતા માગી હતી કે ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલમાં ચલાવાતી મેડિકલ શોપ પર જીએસટી લાગુ પડે કે નહીં?

જેનો ચુકાદો આપતા અમદાવાદ એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ જણાવ્યું કે, ટ્રસ્ટ દ્વારા ચલાવાતા મેડિકલ સ્ટોર દ્વારા અપાતી દવાઓ જીએસટી કાયદા હેઠળ વેચાણ ગણવામાં આવે છે. આથી તેના પર જીએસટી લાગુ પડશે. નગરી હોસ્પિટલે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, મેડિકલ દવાની દુકાનમાં સસ્તામાં લોકોને દવા મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરે છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓને જરૂર પડતી દવાઓ સસ્તા દરે અપાય છે, જેથી આ સેવાકીય પ્રવૃત્તિને જીએસટીમાંથી માફી આપવી જોઈએ. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો