તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GST કલેક્શનનો નવો રેકોર્ડ:માર્ચમાં 1.23 લાખ કરોડ રૂપિયાની રેવન્યુ મળી, અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત 6 મહીનાથી 1 લાખ કરોડ રૂપિયાથી વધુ GST કલેક્શન
  • માર્ચ 2020ની સરખામણીએ આ વર્ષ 27 ટકા વધુ રેવન્યુ મળી

દેશની અર્થવ્યવસ્થામાં સતત સુધારો થઈ રહ્યો છે. આ કારણે જ માર્ચમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) કલેક્શનમાં નવો રેકોર્ડ બન્યો છે. સરકારી ડેટા મુજબ, માર્ચમાં GST કલેક્શન 1,23,902 કરોડ રૂપિયા રહ્યું છે. માર્ચ 2020ની સરખામણીમાં તેમાં 27 ટકાનો ગ્રોથ રહ્યો છે. માર્ચ 2020માં GST કલેક્શન 97590 કરોડ રૂપિયા રહ્યું હતું. આ સતત છઠ્ઠો મહિનો છે, જ્યારે GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયુ છે.

નાણાં મંત્રાલયે કહ્યું કે GST લાગુ થયા પછી માર્ચ 2021માં અત્યાર સુધીનું સૌથી વધુ ટેક્સ કલેક્શન રહ્યું છે. સાથે જ છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલો તેજીનો ટ્રેન્ડ પણ યથાવત છે. ડેટા મુજબ વસ્તુઓની આયાતથી મળતા GSTમાં 70 ટકાનો ગ્રોથ રહ્યો છે. જ્યારે ઘરેલુ ટ્રાન્ઝેક્શનથી મળનારી રેવન્યુમાં 17 ટકાનો ઉછાળો આવ્યો છે.

ભાસ્કરના સમાચાર પર લાગી મુહર
માર્ચમાં GST કલેક્શનની સાથે ભાસ્કરના સમાચાર પર પણ મુહર લાગી ગઈ છે. ભાસ્કરે ગત સપ્તાહે જણાવ્યું હતું કે માર્ચમાં GST કલેક્શન 1.25 લાખ કરોડ રૂપિયાની નજીક રહી શકે છે. GST કલેક્શનમાં આવેલા આ ઉછાળામાં નકલી કંપનીઓ અને બિલોની ધરપકડનું મહત્વપૂર્ણ યોગદાન છે. GST નેટવર્કે તેની IT સિસ્ટમને ઘણી મજબૂત કરી છે. GSTની ટીમ તમામ રાજ્યોમાં મોટા પાયે કંપનીઓની સ્ક્રૂટીની કરી રહી છે.

ક્યાંથી કેટલુ કલેક્શન મળ્યું?
ડેટા મુજબ સરકારને CGSTથી 22973 કરોડ રૂપિયા, SGSTથી 29329 કરોડ રૂપિયા અને IGSTથી 62842 કરોડ રૂપિયા મળ્યા છે. IGSTમાં આયાત કરવામાં આવનારી વસ્તઓથી મળેલા 31097 કરોડ રૂપિયા અને સેસ તરીકે વસુલવામાં આવેલા 8757 કરોડ રૂપિયા પણ સામેલ છે. IGSTમાંથી 21879 કરોડ રૂપિયા CGST અને 17320 કરોડ રૂપિયા SGSTમાં સેટલ કરવામાં આવ્યા છે. 31 માર્ચે પુરા થયેલા નાણાંકીય વર્ષ 2020-21માં GST કલેક્શનમાં પ્રથમ ત્રિમાસિકમાં 41 ટકા અને બીજા ત્રિમાસિકમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો. બીજી ત્રિમાસિકમાં 8 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 14 ટકાનો ગ્રોથ રહ્યો છે.

2017માં લાગુ થયો હતો GST
2017માં GST લાગુ થયો હતો. પ્રથમ વખત એવુ બન્યું છે જ્યારે સતત 6 મહિના સુધી GST કલેક્શન 1 લાખ કરોડથી ઉપર રહ્યું છે. કોઈ એક મહિનામાં સૌથી વધુ કલેક્શન થવાનો રેકોર્ડ પણ માર્ચ 2021ના નામે નોંધાયો છે. ઓક્ટોબરમાં GST કલેક્શન 1.05 લાખ કરોડ, નવેમ્બરમાં 1.04 લાખ કરોડ, ડિસેમ્બરમાં 1.15, જાન્યુઆરીમાં 1.19 અને ફેબ્રુઆરીમાં 1.13 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયુ હતું.

માર્ચમાં દર દિવસે 3996 કરોડ રૂપિયાનું કલેક્શન
માર્ચમાં કુલ GST કલેક્શન 1,23,902 કરોડ રૂપિયા રહ્યું છે. આ 31 દિવસને સરખા ભાગે વહેંચવામાં આવે તો રોજનું 3996 કરોડ રૂપિયાનું GST કલેક્શન રહ્યું છે. જોકે પ્રતિ દિવસ પ્રમાણે જોઈએ તો આ કલેક્શન ફેબ્રુઆરીથી ઓછું રહ્યું છે. ફેબ્રુઆરીમાં રોજ લગભગ 4035 કરોડ રૂપિયાનું કલેક્શન રહ્યું હતું. કુલ કલેક્શન 1,13,143 કરોડ રૂપિયા રહ્યું હતું.

માર્ચ 2021માં GST કલેક્શનમાં ટોપ-5 રાજ્ય

રાજ્યકલેક્શન(કરોડ રૂ.માં)
મહારાષ્ટ્ર17,038.049
ગુજરાત8,197.04
કર્ણાટક7,914.98
તમિલનાડુ7,579.18
ઉત્તરપ્રદેશ6,265.01

સોર્સઃ નાણાં મંત્રાલયના ડેટા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો