તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • GST Collection Of Record 1.41 Lakh Crore In April; The Central Government Said The Country's Economy Is Getting Back On Track

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારા સંકેત:એપ્રિલમાં રેકોર્ડ 1.41 લાખ કરોડનું GST કલેક્શન; કેન્દ્ર સરકારે કહ્યું- દેશનું અર્થતંત્ર પાટા પર આવી રહ્યું છે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેશમાં કોરોના મહામારી વચ્ચે એપ્રિલમાં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. કેન્દ્રીય નાણામંત્રાલય અનુસાર ગત મહિને 1,41,384 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું હતું. આ અત્યાર સુધીનું સૌથી વધુ છે. તેમાં સીજીએસટી 27,837 કરોડ, એસજીએસટી 35,621 કરોડ, આઈજીએસટી 68,481 કરોડ અને સેસ 9445 કરોડ રૂપિયા છે. માર્ચમાં જીએસટી કલેક્શન 1,23,902 કરોડ રૂપિયા હતું. માર્ચની તુલનાએ જીએસટી કલેક્શનમાં પણ 14 ટકાનો વધારો થયો છે. નાણામંત્રાલયે જણાવ્યું કે IGSTમાં 29,599 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર મળ્યા છે. મંત્રાલય અનુસાર જીએસટી મહેસૂલી આવકે સતત સાત મહિના દરમિયાન ન ફક્ત એક લાખ કરોડ રૂપિયાના લેવલને સફળતાપૂર્વક પાર કર્યું છે પણ તેમાં સતત વૃદ્ધિ પણ નોંધાવી છે. આ આર્થિક સ્થિતિમાં સુધારાના સ્પષ્ટ સંકેત માની શકાય.

6 મહિનાનું GST કલેક્શન

નવેમ્બર 20201,04,963
ડિસેમ્બર 20201,15,174
જાન્યુઆરી 20211,19,875
ફેબ્રુઆરી 20211,13,143
માર્ચ 20211,23,902
એપ્રિલ 20211,41,384
  • કોરોના મહામારી વચ્ચે 7 મહિનાથી 1 લાખ કરોડથી વધુનું કલેક્શન રહ્યું છે.

મે મહિનાના આંકડાથી સ્પષ્ટ થશે અર્થતંત્રનું ચિત્ર
નવા આવેલા જીએશટીના આંકડા માર્ચના છે, જેનું કલેક્શન એપ્રિલમાં થયુ હતું. માર્ચ સુધી દેશનું અર્થતંત્ર ઝડપથી રિકવરીના મોડમાં હતું. રાજ્યોમાં લૉકડાઉન એપ્રિલમાં થયું. આ સ્થિતિમાં મે મહિનાના આંકડા પર મહામારીની બીજી લહેર અને લૉકડાઉનની અસર દેખાશે.’ > સૌમ્ય કાંતિ ઘોષ, ગ્રૂપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર, એસબીઆઈ

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો