તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • GST Collection Fell To Rs 92,849 Crore In June, Below Rs 1 Lakh Crore For The First Time In Nine Months

સરકારની આવક ઘટી:GST કલેક્શન જૂનમાં 92,849 કરોડ રૂપિયા, 9 મહિનામાં પ્રથમ વખત 1 લાખ કરોડની નીચે આવ્યું

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સપ્ટેમ્બર 2020માં GST ક્લેક્શન 95,480 કરોડ રૂપિયા રહ્યું હતું

દેશમાં ગુડસ સર્વિસ ટેક્સ(GST) કલેક્શનનો આંકડો 9 મહિના પછી પ્રથમ વખત 1 લાખ કરોડ રૂપિયાથી નીચે પહોંચી ગયો છે. GST કલેક્શન જૂનમાં ઘટીને 92,849 કરોડ રૂપિયા રહ્યું, જે મેમાં 1.02 લાખ કરોડ રૂપિયા હતું. નાણાં મંત્રાલયે આ માહિતી મંગળવારે આપી. આ પહેલા સપ્ટેમ્બર 2020માં GST ક્લેક્શન 95,480 કરોડ રૂપિયા રહ્યું હતું.

જૂનમાં ગ્રોસ GST રેવન્યુને જોવામાં આવે તો કેન્દ્ર સરકારનો હિસ્સો એટલે કે CGST 16,424 કરોડ રૂપિયા, રાજ્યોનો હિસ્સો એટલે કે SGST 20,397 કરોડ રૂપિયા અને IGSTના 49,079 કરોડ રૂપિયા સહિત સેસના 6,949 કરોડ રૂપિયા પણ સામેલ છે. નિવેદન મુજબ જૂનમાં GST રેવન્યુ ગત વર્ષના આ સમયગાળાની સરખામણીએ 2 ટકા વધુ છે.

ટેક્સપેયર્સને મળી રાહત
GST કલેક્શનનો આંકડો 5 જૂનથી 5 જુલાઈની વચ્ચેનો છે. આ દરમિયાન ટેક્સ સાથે જોડાયેલી ઘણી રાહત આપવામાં આવી. તેમાં ITR ફાઈલિંગની ડેડલાઈન 15 દિવસ વધારવામાં આવી તેનો પણ સમાવેશ થાય છે. આ સિવાય વ્યાજ દરમાં કાપ મૂકવામાં આવ્યો તે પણ સામેલ છે. સરકારે રેગ્યુલર સેટલમેન્ટ કરીને જૂનમાં IGSTથી 19,286 કરોડ રૂપિયા અને 16,939 કરોડ રૂપિયાનો SGST સેટલ કર્યો.

ફાઈનાન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ જૂન માટે GST કલેક્શન મે દરમિયાન કરવામાં આવેલા કારોબારી વ્યવહારો સાથે સંબંધિત છે. આ દરમિયાન મોટાભાગના રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પૂર્ણ કે આંશિક લોકડાઉન લાગુ હતું. મેમાં ઈ-વે બિલ જનરેશનનો આંકડો 30 ટકા ઘટ્યો. એટલે કે મેમાં 3.99 કરોડ ઈ-વે બિલ જનરેટ થયું, જ્યારે એપ્રિલમાં તે 5.88 કરોડ હતું.

લોકડાઉન ખુલતા જ કારોબાર અને ટ્રેન્ડમાં પણ રીકવરી
જૂનમાં 5.5 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા. તે એ દર્શાવે છે કે ટ્રેન્ડ અને કારોબાર પાટા પર પરત ફરી રહ્યાં છે. પ્રત્યેક દિવસે સરેરાશ બિલ જનરેશનનો ડેટા જોવામાં આવે તો 20 જૂનથી શરૂ થયેલા સપ્તાહ સુધી ઈ-વે બિલનો આંકડો 20 લાખના લેવલ સુધી પહોંચી રહ્યો છે. આ પહેલા એપ્રિલ 2021ના પ્રથમ સપ્તાહમાં આ આંકડો જોવા મળ્યો હતો. જ્યારે 9-22 મે દરમિયાન પ્રત્યેક દિવસે સરેરાશ 12 લાખ ઈ-વે બિલ જનરેટ થયા.

તમે પણ ભરો છો GST
કોઈ પણ રીતે જો તમે કઈ પણ લેવડદેવડ કરશો તો તમારે GSTનું પેમેન્ટ કરવું જ પડશે. આ રીતે જો તમે બિઝનેસ કરો છો તો તમે સામે વાળા ગ્રાહકને બિલમાં GST એડ કરીને આપો છો અને તેની સાથે ગ્રાહક તમને પૈસા આપે છે. પછીથી તેમાં જે GSTનો હિસ્સો હોય છે તેને તમારે આગામી મહિનાની 20 તારીખ સુધીમાં જમા કરાવવાનો હોય છે. દેશમાં GSTના અલગ-અલગ ટેક્સ સ્લેબ છે.