સરકારને બખ્ખા:GST કલેક્શન સતત પાંચમાં મહિને 1.40 લાખ કરોડથી વધુ

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક સ્તરે સ્લોડાઉન છતાં દેશમાં ગ્રોથ મજબૂત

જુલાઇમાં જીએસટી કલેક્શન 28% વધીને 1,48,995 કરોડ નોંધાયું છે. આ પહેલા આ વર્ષે માત્ર એક જ વાર આ વર્ષે એપ્રિલમાં તેનાથી વધુ 1.68 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું હતું. ગત વર્ષે જુલાઇમાં જીએસટી કલેક્શન 1,16,393 કરોડ રૂપિયા રહ્યું હતું. નાણા મંત્રાલયે જારી કરેલા એક નિવેદન પ્રમાણે જુલાઇમાં સતત પાંચમાં મહિને જીએસટી કલેક્શન 1.40 લાખ કરોડને પાર રહ્યું હતું. આ સાથે જ જુલાઇ સુધી વાર્ષિક સ્તરે જીએસટીથી સરકારની આવક 35 ટકા વધી છે.

ગત મહિના દરમિયાન સેન્ટ્રલ જીએસટી 25,751 કરોડ રૂપિયા. સ્ટેટ જીએસટી 32,807 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ જીએસટી 79,518 કરોડ રૂપિયા અને સેસ કલેક્શન 10,920 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાં વસ્તુની આયાત પર 995 કરોડ રૂપિયાનું સેસ સામેલ છે. દર મહિને રિટર્નના આધારા પર જીએસટી કલેક્શનના આંકડાઓ જારી કરવામાં આવે છે.

આ હિસાબથી જુલાઇના આંકડાઓ વાસ્તવમાં જુનના છે. જ્યારે કુલ 7.45 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા. તેના મુકાબલે મે મહિનામાં 7.36 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા.

ઉત્તમ અનુપાલન, આર્થિક રિકવરીનું પરિણામ
નાણા મંત્રાલય અનુસાર, જીએસટી કલેક્શનને લઇને જુલાઇના શાનદાર આંકડાઓ બહેતર અનુપાલન સુનિશ્વિત કરવા માટે જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં છે. તે ઉપરાંત દેશમાં આર્થિક રિકવરીને કારણે પણ આ શક્ય બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...