તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાયર ઈન્ડસ્ટ્રી હવે દોડશે:બે વર્ષની મંદી પછી ઈન્ડિયન ટાયર ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ પોઝિટિવ રહેશે: ઈકરા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહેલી ઈન્ડિયન ટાયર ઈન્ડસ્ટ્રીની સ્થાનિક માગ 13થી 15 ટકા જ્યારે, ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ)માં 7-9 ટકા વધશે. ઉપરાંત રિપ્લેસમેન્ટ માર્કેટ સેગમેન્ટમાં પણ નોંધનીય ગ્રોથ જોવા મળશે. રેટિંગ એજન્સી ઈકરાના રિપોર્ટ અનુસાર, સ્થાનિક અને નિકાસ માગમાં વૃદ્ધિ થતાં છેલ્લા થોડા માસથી ટાયર ઈન્ડસ્ટ્રીની કેપેક્સ વધી છે. અંદાજિત માગ વૃદ્ધિના આધારે 2021-22 અને 2024-25 દરમિયાન ટાયર ઈન્ડસ્ટ્રીનો મૂડી ખર્ચ રૂ. 20 હજાર કરોડથી વધુ થવાની શક્યતા છે.

આ સાથે ઈકરાએ ઈન્ડસ્ટ્રીને પોઝિટીવ આઉટલુક આપ્યો છે. વેક્સિનેશનમાં વૃદ્ધિ, પર્સનલ વાહનને પ્રાધાન્ય તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવકો વધતાં ટાયર ઈન્ડસ્ટ્રીને વેગ મળશે. ઈકરાના વાઈસ પ્રેસિડન્ટ અને કો-ગ્રુપ હેડ શ્રીકુમાર કૃષ્ણમૂર્તિએ જણાવ્યુ હતું કે, ટાયર ઈન્ડસ્ટ્રીમાં રિપ્લેસમેન્ટની માગ વધતાં અન્ય ઓટો કોમ્પોનન્ટ સામે ટાયરની માગ વધવાનો સંકેત મળ્યો છે. નબળી માગ તેમજ આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો થતાં છેલ્લા બે વર્ષમાં વાહનોના ઉત્પાદન 13થી 15 ટકા ઘટ્યા હતા. જો કે, તે દરમિયાન ટાયરની માગ 8 ટકા ઘટી હતી.

ટાયરની નિકાસો 10 ટકા વધશે
ટાયર ઈન્ડસ્ટ્રીની કુલ આવકોમાં નિકાસોનો ફાળો 1/5 છે. જેમાં વૃદ્ધિ સાથે ઈન્ડસ્ટ્રીને મજબૂત બનાવશે. નિકાસો ચાલુ નાણાકીય વર્ષમાં 10 ટકા વધવાનો અંદાજ છે. અમેરિકા, યુરોપિયન દેશોમાંથી મજબૂત માગ નીકળતાં નિકાસો વધશે. ડીજીએફટીએ તમામ કેટેગરીના ટાયરની આયાતોને પ્રતિબંધિંત કેટેગરીમાં સામેલ કરી છે.

આગામી 3 વર્ષમાં 9 ટકાના દરે ગ્રોથ નોંધાશે
રિપ્લેસમેન્ટ, ઓઈએમ અને નિકાસ માગમાં વૃદ્ધિના લીધે આગામી 3 વર્ષમાં ટાયરની સ્થાનિક માગ 7-9 ટકા સીએજીઆર વધવાનો આશાવાદ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટાયર ઈન્ડસ્ટ્રીની માગ 13-15 ટકા જ્યારે ઓઈએમની માગ 7-9 ટકા અને રિપ્લેસમેન્ટ સેગમેન્ટમાં સ્થિર ગ્રોથ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...