ઇલેક્ટોલાઇઝર પ્લાન્ટની સ્થાપના થશે:ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા 50 મિલી. ડોલરનું રોકાણ કરશે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી વર્ષ 2050 સુધીમાં ઉર્જા ક્ષેત્રે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક કાયદાઓમાં અને નીતિમાં ફેરફાર કર્યો છે તેના ભાગરૂપે ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમીટેડ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં ઇલેક્ટ્રોલાઇઝર્સ અને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટેનો અદ્યતન પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ પાછળ 50 મિલીયન (500 કરોડ) ડોલરનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ દ્વારા 50 હજારથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિ.ના સીઇઓ સંદીપ અગરવાલે જણાવ્યું કે ગ્રીન હાઇડ્રોજન ઉર્જાનો ક્લિન અને ટકાઉ સ્ત્રોત છે અને જેનો ઉપયોગ વીજ ઉદ્યોગ, વ્હિકલ્સ અને ઘરગથ્થુ વપરાશ માટે થઇ શકે છે. તેને રિન્યુએબલ એનર્જી સ્ત્રોત જેમ કે સોલાર અને વિન્ડ પાવરનો ઉપયોગ કરીને પાણીને હાઇડ્રોજન અને ઓક્સીજન છૂટા પાડીને ઉત્પન્ન કરી શકાય છે. ભારત સરકારે જે નીતિઓમાં ફેરફાર કર્યો છે જેમાં ગ્રીન હાઇડ્રોજન પેનલની સ્થાપના કરવાનો સમાવેશ થાય છે જેથી મહત્ત્વના ક્ષેત્રો, રાષ્ટ્રીય ખાતર નીતિને વેગ આપી શકાય.

છેલ્લા એક દાયકાથી કંપની રિન્યુએબલ એનર્જીમાં કામ કરી રહી છે. ભારતમાં મજબૂત નાણાંકીય સ્થિતિ ધરાવતી ઝડપથી વિકસતી કંપની છે. ગુજરાત સરકારે ગ્રીન્ઝો એનર્જીને સાણંદ-2 ઔદ્યોગિક વિસ્તારમાં 10,000 ચોરસ મીટર્સ જમીન ફાળવણી કરવાનું વચન આપ્યુ છે, જેમાં 50 મિલીયન ડોલરના રોકાણ દ્વારા 250 મેગાવોટની ક્ષમતા ધરાવતા ઇલેક્ટોલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરાશે.

ગ્રીન હાઇડ્રોજન જનરેશન પ્લાન્ટના વિકાસ માટે અગત્યનુ ઘટક છે. અમે યુકે અને યુરોપ સાથે ટેકનોલોજી માટે જોડાણ કર્યુ છે અને 5 મેવોટ સુધીની ક્ષમતામાં ઉત્પાદન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...