કરાર:અદાણીનો સૌર ઊર્જા નિગમ સાથે ગ્રીન પાવર પરચેઝ કરાર

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અદાણી ગ્રીન એનર્જી લિ.એ ભારતના સૌર ઉર્જા નિગમના સાથે 4667 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે દુનિયાનું સૌથી મોટું પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યું છે. અદાણી ગૃપના ચેરમેન ગૌત્તમ અદાણીએ જણાવ્યું કે આત્મ નિર્ભર ભારત કાર્યક્રમ હેઠળ સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન તેમજ ભારતને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સ્વાવલંબી બનાવવા તરફની અમારી સફરમાં આ એક વધુ પગલું છે.

કોપ-26માં થયેલી કાર્યવાહીના અનુસંધાને કાર્બનના ઓછા ઉત્સર્જનવાળી ઈકોનોમી તરફ અગાઉની ધારણા કરતા ઝડપથી વિશ્વ સરખી ગતિએ ઉત્તરોત્તર સરકી રહ્યું છે. આ માટે જ અદાણી ગૃપ રિન્યુએબલ ક્ષેત્રમાં 50 થી 70 બિલિઅન ડોલરનું રોકાણ કરવા પ્રતિબધ્ધ છે. આ કરાર 2030 સુધીમાં રિન્યુએબલ ક્ષેત્રમાં દુનિયામાં અમોને સૌથી વિરાટ બનાવવા તરફની અમારી પ્રતિબધ્ધતાને હાંસલ કરવાના પ્રયાણમાં પ્રોત્સાહક કેડી બની રહેશે તેમ ગૌતમ અદાણીએ જણાવ્યું છે.

અત્યાર સુધીમાં અદાણી ગ્રીન એનર્જી લિ.એ તેને 2020માં એનાયત થયેલ 8000 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાના લગભગ 6000 મેગાવોટ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ ઉપર સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે સહી સિક્કા થયા છે. બે ત્રણ મહિનામાં બાકીના 2000 મેગાવોટ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ આખરી કરવા અદાણી ગ્રીન એનર્જી લિ. આશાવાદી છે. અદાણી સમૂહનો એક હિસ્સો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ૨૦.૩ GW ના એકંદર પોર્ટફોલિયો સાથે સૌથી મોટા વૈશ્વિક રિન્યુએબલ પોર્ટફોલિયો પૈકનો એક ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...