વૈશ્વિક બજારમાંથી મળેલા સકારાત્મક સંકેતો બાદ આજે એટલે કે શુક્રવારે (17 માર્ચ) ભારતીય શેરબજારમાં પણ વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટ્સ વધીને 57,503ની દિવસની નીચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ છેલ્લા કલાકોમાં રિકવર થયો હતો અને 355 પોઈન્ટ્સ અથવા 0.62% વધીને 57,989 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9માં ઘટાડો થયો.
નિફ્ટી પણ 139 પોઈન્ટ વધીને 17,125 પર બંધ રહ્યો હતો. 37 શેરમાં ખરીદારી અને 13માં વેચવાલી હતી. બજારની આ તેજીમાં રિયલ્ટી, મેટલ, આઈટી અને બેન્કિંગ શેરો મોખરે હતા. NSE રિયલ્ટી ઇન્ડેક્સ 3.03%, મેટલ 2.39% અને IT 1.18% વધ્યો. નિફ્ટી બેંક 1.19% અને પ્રાઈવેટ બેંક 1.13% સુધી ચઢ્યા છે. મીડિયા અને ફાર્મા સેક્ટરમાં 1% સુધીનો ઘટાડો.
અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર 1.64% ચઢ્યા
અદાણી ગ્રુપના તમામ 10માંથી 7માં આજે તેજી છે. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર અંદાજે 1.64% જેટલા ચઢ્યા છે. પોર્ટમાં 0.21% જેટલી તેજી છે. ગ્રીન એનર્જીમાં 5%ની અપર સર્કિટ લાગી છે. વિલ્મરમાં 1.63%, ટોટલ ગેસમાં 0.96% અને પાવરના શેરમાં 0.60%ની તેજી જોવા મળી. NDTVમાં 1.08%નો ઘટાડો મળ્યો.
NCLTએ HDFC અને HDFC બેન્કના મર્જરને મંજૂરી આપી
HDFC લિમિટેડ અને HDFC બેંકના વિલીનીકરણને NCLT એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, NCLTએ મર્જરની દરખાસ્તને મંજૂરી આપવા માટે શેરધારકોની બેઠક બોલાવવાની પરવાનગી આપી હતી.
અમેરિકાના બજારોમાં શાનદાર તેજી
અમેરિકાને ફર્સ્ટ રિપબ્લિક બેંકને બચાવવા માટે કેટલીક બેંકોને 30 બિલિયન ડોલરનું રેસ્ક્યુ પેકેજ બનાવ્યું છે. આ કારણે ગુરુવારે અમેરિકાના સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી. ડાઉ જોન્સ 371.98 પોઈન્ટ ચઢી 32,246.55ના લેવલ પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સમાં 68.35 પોઈન્ટની તેજી રહી. આ 3,960.28ના લેવલ પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 283.23 પોઈન્ટ અથવા 2.48% વધારાની સાથે 11,717.28ના લેવલ પર બંધ થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.