તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Gray Market Attraction Increases, Premium Ranges From 80 To 150%, Gray Market Purchases Of Next 5 IPOs Increase

અનુપમ રસાયણ આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં રૂ. 240 સુધીના પ્રીમિયમ:ગ્રે માર્કેટમાં આકર્ષણ વધ્યું, 80થી 150% સુધીના પ્રિમિયમ, આગામી 5 IPOની ગ્રે માર્કેટ ખરીદી વધી

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 આઈપીઓ મારફત પ્રાઈમરી માર્કેટમાંથી રૂ. 1583.70 કરોડનુ ફંડ એકત્ર થશે

લિસ્ટેડ આઈપીઓની તેજીના પગલે પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની વણઝાર નોંધાતા ગ્રે માર્કેટમાં પણ ચહલ પહલ વેગવાન બની છે. લિસ્ટિંગ બાદ બમણાથી ત્રણગણુ રિટર્ન મળવાના આશાવાદ સાથે રોકાણકારો ગ્રે માર્કેટમાંથી જ આઈપીઓની ખરીદી વધારી છે.

પરિણામે આગામી સપ્તાહ સુધીમાં યોજાનારા 5 આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 12થી માંડી રૂ. 300 (80થી 150 ટકા) સુધીના પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. આજે ખુલનારા અનુપમ રસાયણ ઈન્ડિયા IPOમાં 43થી 50 ટકા અર્થાત ઈશ્યૂ પ્રાઈસ રૂ. 553-555 સામે રૂ. 235થી 240 સુધીના પ્રિમિયમે શેર્સ વેચાઈ રહ્યા છે.

આ ઉપરાંત કલ્યાણ જ્વેલર્સે આઈપીઓ માટેની તારીખ અને પ્રાઈસ બેન્ડ જારી કરવા સાથે જ ગ્રે માર્કેટમાં 10થી 15 ટકા સુધીના પ્રિમિયમે ખરીદી કરવા લાઈનો લગાવી રહ્યા છે.

રિટેલ રોકાણકારોએ દૂર રહેવુ, વિશ્વસનીય વ્યક્તિ પાસે સોદા કરવા
રિટેલ રોકાણકારોએ મહ્દ અંશે ગ્રે માર્કેટમાં રોકાણથી દૂર રહેવુ જોઈએ. એચએનઆઈ જેવા મોટા રોકાણકારો ગ્રે માર્કેટમાં રિસ્ક લઈ શકે છે. તેમજ ટ્રાન્જેક્શન વિશ્વસનીય અને અનુભવી વ્યક્તિ પાસે જ કરવા જોઈએ. નહીં તો ફસાઈ જવાની શક્યતા વધુ રહે છે.-જયદેવસિંહ ચુડાસમા, ઈન્વેસ્ટર પોઈન્ટ

ગ્રે માર્કેટમાંથી ખરીદી વધવા પાછળના કારણો

  • ​​​​​​​એચએનઆઈ એલોટમેન્ટ ઓછુ હોવાથી ખરીદી વધી
  • 60 ટકા સુધી રિટર્ન ચાલુ કેલેન્ડર વર્ષમાં લિસ્ટેડ આઈપીઓમાં
  • 3થી 4 ગણુ રિટર્ન લિસ્ટિંગ બાદ મળવાનો આશાવાદ
  • આઈપીઓમાં શક્યતા ઓછી હોવાથી ગ્રે માર્કેટમાં ખરીદી

નિષ્ણાતોની સલાહ સાથે ઈન્વેસ્ટમેન્ટ કરવું હિતાવહ
ગ્રે માર્કેટમાં નિષ્ણાતોની સલાહ-સૂચન સાથે કરેલુ ઈન્વેસ્ટમેન્ટ રિસ્ક ફ્રી રહે છે. જેથી રોકાણકારોના વ્યવહાર સુલટાવવામાં સરળતા રહે. ઘણી વખત ગ્રે માર્કેટમાંથી ખરીદી કર્યા બાદ ડિસ્કાઉન્ટ કે પ્રિમિયમે ખુલતા બ્રોકર્સ હાથ ઉંચા કરી દે તો મોટાપાયે નુકસાન થવાની શક્યતા રહે છે.-પરિક્ષિત નાણાવટી, શેર માર્કેટ એક્સપર્ટ

​​​​​​​લિસ્ટિંગ તારીખ નજીક આવતા પ્રીમિયમ 10 ટકા સુધી ઘટ્યા
આઈપીઓ યોજાઈ ગયા બાદ લિસ્ટિંગ તારીખ નજીક આવવા સાથે જ ગ્રે માર્કેટમાં પ્રિમિયમ 10 ટકા સુધી ઘટ્યા છે. MTARના ગ્રે માર્કેટમાં પ્રિમિયમ પહેલાં 510 સામેે લિસ્ટિંગ તારીખ નજીક આવવાની સાથે જ 9.76 ટકા ઘટી 480 આસપાસ થયા છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...