ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકાની ગુરુવારે સગાઈ થઈ ગઈ છે. ગોળધાણા અને ચૂંદડી વિધિની વિધિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે કરવામાં આવી હતી. આ સંસ્કારો ગુજરાતી હિંદુ પરિવારોમાં પેઢી દર પેઢી ચાલ્યા આવે છે. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યોએ સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું, જેનું નેતૃત્વ નીતા અંબાણીએ કર્યું હતું.
એક દિવસ પહેલા બુધવારે જ કપલે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. બન્નેના રોકા (ગોળ-ધાણા) 29 ડિસેમ્બરે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં થયા હતા.
ગુજરાતી લગ્નમાં ખાસ છે ગોળ ધાણા
ગોળ ધાણા ગુજરાતી લગ્નોમાં યોજાતી એક પારંપારિક તહેવાર છે. માં છોકરીના પક્ષ, છોકરાવાળાના ઘરે ઉપહાર અને મિઠાઈઓ મોકલે છે. સાથે જ ધાણાના બીજ અને ગોળ એકબીજાને આપે છે. આ પછી જ રિંગ સેરેમની થાય છે.
રિંગ પહેરાવ્યા પછી વર-વધુ 5 વિવાહિત મહિલાઓના આશીર્વાદ લે છે. આવું જ અનંત અને રાધિકા પણ કરશે.
જુઓ સગાઈના ફોટોઝ...
કેવો રહ્યો કાર્યક્રમ...
સગાઈની વિધિ શરૂ કરવા માટે અનંત અંબાણીની બહેન ઈશા અંબાણી પહેલા મર્ચન્ટ હાઉસ ગઈ અને સાંજના કાર્યક્રમ માટે તેમને અને રાધિકાને આમંત્રણ આપ્યું હતું. અંબાણી પરિવારે આરતી અને મંત્રોચ્ચાર સાથે મર્ચન્ટ ફેમિલીનું સ્વાગત કર્યું હતું.
આ પછી બન્ને પરિવારના લોકો અનંત અને રાધિકાને મંદિરમાં લઈ ગયા જ્યાં બન્નેએ ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા હતા. આ પછી બધા સેરેમોનિયલ વેન્યુ પર પહોંચ્યા, જ્યાં ગણેશ વંદના સાથે ફંક્શનની શરૂઆત થઈ હતી. ત્યાં પહેલા લગ્ન પત્રિકા અથવા લગ્નનું આમંત્રણ કાર્ડ વાંચવામાં આવે છે.
અહીં ગોળધાણા અને ચૂંદડી વિધિની વિધિ કરવામાં આવી હતી. આ પછી બન્ને પરિવારોએ એકબીજાને ભેટ આપી હતી. ત્યારબાદ નીતા અંબાણીના નેતૃત્વમાં અંબાણી પરિવારે જબરદસ્ત સરપ્રાઈઝ પરફોર્મન્સ આપ્યું, જેની બધાએ પ્રશંસા કરી હતી.
આ પછી ઈશા અંબાણીએ રિંગ સેરેમનીની શરૂઆતની જાહેરાત કરી હતી. રાધિકા અને અનંત તેમના પરિવારો અને મિત્રોની હાજરીમાં એકબીજાને રિંગ પહેરાવી હતી અને દરેકના આશીર્વાદ લીધા હતા
અંબાણી પરિવારની નવી વહુ રાધિકા વિશે જાણો...
રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા સાથે થવાના છે. રાધિકા આ પહેલાં પણ અનેક વખત અંબાણી પરિવારની સાથે સ્પોટ થઈ હતી.
રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ મૂળ તો કચ્છના રહેવાસી છે. તેઓ ADF ફુડ્સ લિમિટેડના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરની સાથે સાથે એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઈસ-ચેરમેન પણ છે. વિરેન મર્ચન્ટને બે પુત્રી છે રાધિકા અને અંજલિ. જ્યારે વિરેન મર્ચન્ટનાં પત્ની શૈલા પણ એક બિઝનેસ વુમન છે અને તેઓ એક એન્કોર પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. અંજલિ પણ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે.
રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં બેચલર્સ કર્યું છે. આ ઉપરાંત તેમને મુંબઈના શ્રીનિભા આર્ટ્સમાંથી ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સની પણ તાલીમ લીધી છે. રાધિકાએ લગભગ 8 વર્ષ સુધી ભરતનાટ્યમમાં ડાન્સની ટ્રેનિંગ લીધી છે.
રાધિકાની સગાઈના ફોટોઝ જુઓ...
ટ્રેકિંગ અને સ્વિમિંગનો પણ શોખ ધરાવે છે રાધિકા
રાધિકા મર્ચન્ટે વાઈસ-ચેરમેનની પોસ્ટ પર ઈસ્પ્રવા જોઈન કર્યું. આ એક રિયલ એસ્ટેટ ફર્મ છે, જે ફાઈન ટેસ્ટવાળા લોકો માટે હોલીડે હોમ બનાવે છે. આ સાથે જ તે એક સફળ બિઝનેસ વુમન છે. તે પોતાના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર પણ છે.
રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગ પણ પસંદ છે. કોફીની તે દીવાની છે. એક ઈન્ટરવ્યૂમાં રાધિકાએ કહ્યું હતું, 'હું ઈચ્છું છું કે હું એવી કંપની જોઈન કરું, જેમાં રિયલમાં કોન્ટ્રિબ્યુશન કરી શકું.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.