વિક્રમી વૃદ્ધિ:અનાજનું ઉત્પાદન 2020-21માં 30.87 કરોડ ટનના રેકોર્ડ સ્તરે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે સારા વરસાદથી ઉત્પાદન-ગુણવત્તામાં વૃદ્ધિ થતાં

દેશમાં અનાજનું ઉત્પાદન 2020-21ના પાક વર્ષમાં 3.74 ટકા વધીને 30.87 કરોડ ટનના નવા રેકોર્ડે પહોંચવાનો અંદાજ છે. ચોખા, ઘઉં અને કઠોળના ઉત્પાદનમાં જંગી વધારો થયો હોવાનું કૃષિ મંત્રાલયે અહેવાલમાં જણાવ્યું હતું. ચોખા, ઘઉં, મકાઈ, કઠોળ અને તેલીબિયાંમાં રેકોર્ડ ઉત્પાદનનો અંદાજ છે.

19-20 પાક વર્ષ (જુલાઈ-જૂન) માં, દેશનું અનાજ ઉત્પાદન રેકોર્ડ 29.75 કરોડ ટન રહ્યું હતું. સરકારે 2020-21 પાક વર્ષ માટે ચોથા એડવાન્સ અંદાજ જાહેર કરતા જણાવ્યું કે અનાજનું ઉત્પાદન રેકોર્ડ 30.87 કરોડ ટન રહેવાનો અંદાજ છે. ચાલુ વર્ષે 30.54 કરોડ ટનના ત્રીજા અંદાજથી 32.20 લાખ ટનનો અંદાજ વધારી દેવામાં આવ્યો છે.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે ખેડૂતોની અથાક મહેનત, વૈજ્ઞાનિકોની કુશળતા અને કૃષિ ખેડૂત-મૈત્રીપૂર્ણ સરકારી નીતિઓને કારણે દેશમાં રેકોર્ડ અનાજનું ઉત્પાદન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ભારતીય કૃષિને આગળ વધારવા માટે રાજ્યો સાથે નક્કર કામ કરી રહી છે.

અહેવાલ મુજબ, 2020-21 પાક વર્ષમાં ચોખાનું ઉત્પાદન રેકોર્ડ 12.23 કરોડ ટન રહેવાનું અનુમાન છે. જે અગાઉના વર્ષે 1.19 કરોડ ટન હતું. ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 10.95 કરોડ ટનથી વધુ વધવાનો અંદાજ છે.

કપાસનું ઉત્પાદન ઘટ્યું, તેલીબિયામાં કમાણી
તેલીબિયાં પાકોનું ઉત્પાદન 2020-21માં 3.61 કરોડ ટન રહેવાનો અંદાજ છે જે અગાઉના વર્ષે 3.32 કરોડ ટન હતું. શેરડીનું ઉત્પાદન અગાઉના વર્ષે 370.50 મિલિયન ટનથી વધી 399.25 મિલિયન ટન થવાનું અનુમાન છે, જ્યારે કપાસનું ઉત્પાદન 361 લાખ ગાંસડીથી નજીવું ઘટીને 354 લાખ ગાંસડી (170 કિલોગ્રામ) થવાની ધારણા છે. જાડા ધાન્ય પાકોનું ઉત્પાદન 4.78 કરોડ ટનથી વધીને 5.12 કરોડ ટન થવાની સંભાવના છે. કઠોળનું ઉત્પાદન રેકોર્ડ 2.57 કરોડ ટન હોવાનો અંદાજ છે, જ્યારે 2019-20 પાક વર્ષમાં 2.30 કરોડ ટન હતું.

અન્ય સમાચારો પણ છે...