સિદ્ધાર્થ મોહંતી જીવન વીમા નિગમ એટલે કે LICના નવા ચેરમેન હશે. સિદ્ધાર્થ હાલ LIC હાઉસિંગ ફાઈનાન્સના MD અને CEO છે. 14 માર્ચથી 3 મહિના માટે LIC ચેરમેનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. LICના વર્તમાન ચેરમેન મંગલમ રામસુબ્રમણ્યમ કુમારને એક્સટેન્શન ન અપાતા સિદ્ધાર્થને જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારે 2019માં એમઆર કુમારને LICના ચેરમેન બનાવ્યા હતા. તે 30 જૂન 2021 સુધી પદ પર રહ્યા. જુલાઈ 2021થી માર્ચ 2022 સુધી તેમને પહેલું એક્સટેન્શન મળ્યું. પછી એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધી બીજું એક્સટેન્શન મળ્યું. કુમારનો કાર્યકાળ ન વધારવાનો કેન્દ્રનો નિર્ણય એવા સમય પર આવ્યો છે જ્યારે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના આરોપોના કારણે અદાણી ગ્રુપમાં LICનાં રોકાણની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.
1 ફેબ્રુઆરી 2021થી LICના MD છે સિદ્ધાર્થ
સિદ્ધાર્થ મોહંતીને 1 ફેબ્રુઆરી, 2021ના રોજ LIC અને હાઉસિંગ ફાઈનાન્સના MD બનાવવામાં આવ્યા હતા. તેમણે ટીસી સુશિલ કુમારની જગ્યા લીધી હતી, જે 31 જાન્યુઆરી, 2021ના રોજ નિવૃત્ત થયા હતા. LICને એક ચેરમેન અને એક MD લીડ કરે છે. વિષ્ણુ ચરણ પટનાયક, ઈપે મિની, સિદ્ધાર્થ મોહંતી અને રાજકુમાર. મંગલમ રામસુબ્રમણ્યમ કુમાર કંપનીના વર્તમાન ચેરમેન છે.
LIC ભારતની સૌથી મોટી વીમા કંપની છે
ગ્રોસ રિટન પ્રિમિયમ્સ(GWP) મામલે LIC ભારતની સૌથી મોટી વીમા કંપની અને દુનિયાની પાંચમી સૌથી મોટી કંપની છે. કુલ સંપત્તિના હિસાબે દુનિયાની દસમી સૌથી મોટી વીમા કંપની છે. કંપની પાસે 13.35 લાખ એજન્ટ અને 27.80 કરોડ રૂપિયાની સર્વિસ પોલિસી છે, જે વૈશ્વિક ત્રીજી સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બનાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.