તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Govt Asks Major Ports To Waive All Charges For Ships Carrying Oxygen And Related Equipment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનની આયાતમાં સરળતા થશે:સરકારે પોર્ટ ઓથોરિટીને કહ્યું- ઓક્સિજન લાવતાં જહાજ પાસેથી ચાર્જ વસૂલવો નહિ; સિંગલ પેજ ફોર્મ દ્વારા કસ્ટમ ક્લિયરન્સ મળશે

19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇ-કોમર્સ કંપની એમેઝોન 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટરની આયાતમાં સહાયતા કરશે
 • કેન્દ્ર સરકારે PM કેર ફન્ડમાંથી 162 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાની અનુમતિ આપી

કોરોના મહામારીને પગલે ભારતમાં દરરોજ લાખોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, જેને પગલે દેશભરમાં વિવિધ જગ્યાઓ પર ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. કેન્દ્ર સરકારે આ અછતને દૂર કરવા માટે તમામ બંદરો પર ઓક્સિજન અને એનાં સંબંધિત તમામ ઉત્પાદનોની આયાત પર લાગતા દરેક પ્રકારના ચાર્જને નાબૂદ કરી દીધા છે. સરકારે લગભગ 3 મહિના સુધી ચાર્જ ન લેવા માટે જાહેરાત કરી દીધી છે. જો આવશ્યકતા જણાશે તો સરકાર આ સમયગાળાને વધારી પણ શકશે.

ઓક્સિજનની આયાત કરતા જહાજને પ્રાથમિકતા અપાશે
મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ વોટર વે દ્વારા કરવામાં આવેલી જાહેરાતના આધારે, તમામ બંદરોને સૂચના અપાઈ છે કે તે ઓક્સિજન અને એનાં સંબંધિત તમામ ઉત્પાદનોની આયાતને પ્રાથમિકતા પ્રદાન કરે. આમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજનની બોટલ, પોર્ટેબલ ઓક્સિજન જનરેટર અને ઓક્સિજન કન્સન્ટ્રેટર લાવતા શિપનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે જે ચાર્જને હટાવવાની વાત કરી છે, એમાં પોર્ટ ટ્રસ્ટ તરફથી લગાવવામાં આવતા અને સ્ટોરેજ ચાર્જનો પણ સમાવેશ કરાયો છે.

ઓક્સિજનની આયાત પરથી બેઝિક કસ્ટમ ડ્યૂટીને હટાવાઈ
દેશમાં ઓક્સિજનની માગને પહોંચી વળવા માટે સરકારે આના પર તમામ પ્રકારની બેઝિક કસ્ટમ ડ્યૂટી અને આરોગ્ય ઉપકરણ પર છૂટ આપી છે. આ પ્રકારની છૂટ સરકારે 3 મહિના માટે આપી છે. ઓક્સિજન અને એનાં સંબંધિત અન્ય ઉત્પાદનો પર 5 ટકા કસ્ટમ ડ્યૂટી લગાવવામાં આવે છે. આના સિવાય ઓક્સિજનની આયાત પર 10 ટકા હેલ્થ સરચાર્જ અને 18 ટકા IGST લગાવવામાં આવે છે.

સિંગલ પેજ ફોર્મથી કસ્ટમ ક્લિયરન્સ મળી જશે
CBICએ ઓક્સિજન અને કોરોનાવાયરસ સંબંધિત તમામ ઉત્પાદનોની આયાત માટે નવું કસ્ટમ ક્લિયરન્સનું ફોર્મ જાહેર કર્યું છે. નિકાસકારને કોઈપણ સમસ્યા થશે તો આ સિંગલ પેજ ફોર્મને ઓનલાઈન ભરીને કસ્ટમ ક્લિયરન્સ કરી શકાશે. આ ફોર્મમાં નિકાસકારોએ આયાત કરવામાં આવતાં ઉત્પાદનો અને એના વપરાશની જાણકારી આપવાની રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેવન્યુ વિભાગને ઓક્સિજન અને એના સંબંધિત ઉત્પાદનોની આયાત અંગે વહેલી તકે કસ્ટમ ક્લિયરન્સ પૂરા પાડવા માટે એક વ્યવસ્થા ગોઠવવા કહ્યું હતું.

દેશમાં ઓક્સિજનની અછત નહીં સર્જાય
આઈનોક્સ એર પ્રોડક્ટના ડિરેક્ટર સિદ્ધાર્થ જૈને અત્યારે મનીકંટ્રોલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે દેશમાં માગના આધારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે, પરંતુ એનું યોગ્ય વિતરણ ન થઈ શકતાં આ પ્રકારે કેટલાંક રાજ્યોમાં અછત વર્તાઈ રહી છે. કંપની દેશની કુલ જરૂરિયાતના 50 ટકા ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. અન્ય ઓક્સિજન ઉત્પાદન કરતી કંપનીઓમાં લિંડે ઈન્ડિયા, ગોયલ એમજી ગેસેઝ પ્રાઈવેટ લિમિટેડ અને નેશનલ ઓક્સિજન લિમિટેડનો સમાવેશ થાય છે.

દેશમાં પ્રત્યેક દિવસે 7200 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે
જૈને કહ્યું હતું કે દેશમાં પ્રત્યેક દિવસે 7200 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઓક્સિજન હોસ્પિટલોને આપવામાં આવે છે. એવામાં અત્યારે દેશની અંદર 5000 મેટ્રિક ઓક્સિજનની જરૂરિયાત છે. અત્યારે ઓક્સિજનનો યોગ્ય સ્ટોક દેશ પાસે રહેલો જ છે. જો કોરોનાના કેસ દરરોજ 5 લાખને પાર પહોંચશે તો મુશ્કેલીઓ વધી શકે છે.

સરકાર 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજનની આયાત કરશે
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં સરકાર અત્યારે 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજનની આયાત કરવા જઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ટેન્ડર જાહેર કરી દીધું છે. ટેન્ડર જમા કરવાની છેલ્લી તારીખ 21 એપ્રિલ હતી. આ ટેન્ડર 28 એપ્રિલના રોજ ખોલવામાં આવશે. આ ઓક્સિજનની આપૂર્તિ ત્રણ મહિનામાં કરવાની છે. કેન્દ્ર સરકારે આરોગ્ય મંત્રાલયને આ સંબંધિત તમામ આયાતકારોનો સંપર્ક સાધવા માટે જણાવ્યું છે.

હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવાશે
કેન્દ્ર સરકારે PM કેર ફન્ડમાંથી 162 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાની અનુમતિ આપી દીધી છે. આ તમામ પ્લાન્ટ હોસ્પિટલોમાં લગાવાશે. આનાથી હોસ્પિટલો મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતને સંતોષવા માટે આત્મનિર્ભર બનશે. આ ઓક્સિજનના પ્લાન્ટની સ્થાપના કરવા માટે હોસ્પિટલોની ઓળખ કરાઈ રહી છે. આ પ્લાન્ટની સ્થાપના પછી મેડિકલ ઓક્સિજનની આપૂર્તિ અર્થે રાષ્ટ્રીય ગ્રેડ પરથી પણ ભારણ ઓછું થશે.

એમેઝોન 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટરની આયાતમાં મદદ કરશે
ઈ-કોમર્સ કંપની એમેઝોને જણાવ્યું હતું કે તે 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટરની આયાતમાં સહાયતા કરશે. આના માટે કંપનીએ ઘણા સ્ટાર્ટઅપ અને અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પણ કરી છે. કંપની સિંગાપોરથી તાત્કાલિક ધોરણે 8 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 500 BiPAP મશીન આયાત કરવાની તૈયારીઓ કરી રહી છે, જેના માટે એમેઝોન સરકાર સાથે મળીને કાર્ય કરશે.

24 કલાકમાં 3.54 લાખ નવા કેસ સામે આવ્યા
દેશમાં કોરોનાની બીજી લહેર દિવસે ને દિવસે ભંયકર સ્વરૂપ ધારણ કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતની અંદર 3 લાખ 54 હજાર 533 નવા પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. આ આંકડો સમગ્ર વિશ્વમાં એક દિવસમાં સામે આવતા કેસોની સરખામણીએ સૌથી મોટો છે. આ દરમિયાન 2806 કોરોના સંક્રમિતોનાં મોત થયાં છે. કોરોનાથી સાજા થનારાના આંકડાઓમાં પણ વૃદ્ધિ નોંધાઈ રહી છે. રવિવારે 2 લાખ 18 હજાર 561 લોકોએ કોરોનાને હરાવ્યો હતો.

દેશમાં કોરોના મહામારીના આંકડા

 • ગત 24 કલાકમાં નવા કેસઃ 3.54 લાખ
 • ગત 24 કલાકમાં મોતઃ 2806
 • ગત 24 કલાકમાં સાજા થનારાઃ 2.18 લાખ
 • અત્યારસુધી કુલ સંક્રમિતઃ 1.73 કરોડ
 • અત્યારસુધી કુલ સાજા થનારાઃ 1.42 કરોડ
 • અત્યારસુધી કુલ મોતઃ 1.95 લાખ
 • અત્યારે સારવાર હેઠળઃ 28.07 લાખ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો