• Home
  • Business
  • Government's public platform MyGov.in joins Indian social media platform ShareChat

વોકલ ફોર લોકલ / ભારત સરકારના પબ્લિક પ્લેટફોર્મ MyGov.inએ સોશિયલ મીડિયા શેરચેટ જોઈન કર્યું

Government's public platform MyGov.in joins Indian social media platform ShareChat
X
Government's public platform MyGov.in joins Indian social media platform ShareChat

  • આનાથી શેરચેટના 6 કરોડથી વધુ યુઝર્સ સાથે સરકાર સીધી જોડાશે
  • પાછલા 36 કલાકમાં 1.5 કરોડ લોકોએ શેરચેટ ડાઉનલોડ કર્યું છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 01:16 PM IST

અમદાવાદ. ભારતીય શોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટ પર ભારત સરકારના પબ્લિક પ્લેટફોર્મ માય ગવર્મેન્ટ ઇન્ડિયા (MyGov.in)એ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું છે. શેરચેટના માધ્યમથી સરકાર 15 ભાષામાં 6 કરોડ લોકો સાથે જોડાઈ શકાશે. શેરચેટના જણાવ્યા મુજબ સરકારે જયારે 59 ચાઇનીઝ એપ્લીકેશન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે તેવા સમયે MyGov.inનું શેરચેટ સાથે જોડાવું તે એક મહત્વનું પગલું સાબિત થશે. MyGov.in એ ભારત સરકાર દ્વારા દેશના શાસન અને વિકાસમાં ભારતીય નાગરિકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત એક નાગરિક જોડાણ પ્લેટફોર્મ છે. 

અગાઉ શેરચેટે આરોગ્ય સેતુ એપને પ્રમોટ કરી હતી
શેરચેટના ડિરેક્ટર - પબ્લિક પોલિસી બરગેસ માલુએ જણાવ્યું હતું કે, પાછલા અમુક વર્ષોમાં અમે દેશની જટિલ પ્રાદેશિક વિવિધતાને સમજવાનું કામ કર્યું છે અને 6 કરોડથી વધુ સક્રિય વપરાશકર્તાઓને વધાર્યા છે. MyGov.inની હાજરી ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતા સાથેના અમારા જોડાણને પુષ્ટિ આપે છે અને આપણા પ્રાદેશિક ઇન્ટરનેટ વપરાશકર્તાઓ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપે છે. અગાઉ એપ્રિલમાં કોવિડ-19 માટે ખાસ બનાવાયેલી આરોગ્ય સેતુ એપને પણ શેરચેટ ઉપર પ્રમોટ કરવની શરૂઆત કરવામાં આવી હતી.

શેરચેટનું કલાકના 5 લાખથી વધુ ડાઉનલોડ
શેરચેટના કો-ફાઉન્ડર ફરિદ અહસાને જણાવ્યું કે, સરકારે સોમવારે મોડી સાંજે ટીકટોક સહીતની 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકી દીધા બાદ શેરચેટનું ડાઉનલોડ ઘણું વધી ગયું હતું. પાછલા 36 કલાકમાં 1.5 કરોડ લોકોએ શેરચેટ ડાઉનલોડ કર્યું છે. અમારી એપ્લીકેશનનું  દર કલાકે 5 લાખથી વધુ ડાઉનલોડ થઇ રહ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી