તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત ભારતીય ફાર્માસ્યુટીલ મશીનરીના 1500 કરોડના માર્કેટમાં 45% હિસ્સા સાથે મોખરે છે. જે વાર્ષિક 10 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યુ છે. કોરોના મહામારી બાદ આરોગ્ય સુરક્ષા પર ભાર તેમજ ચીનનો બહિષ્કાર થવા સાથે ભારતીય ફાર્મા મશીનરીની નિકાસોના દ્વાર ખુલ્યા છે. જેથી ફાર્મા મશીનરી માર્કેટની તકો ઝડપી લેવા માટે સરકારની સ્પષ્ટ નીતિ જરૂરી છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ બાદ જ કંપનીઓ અન્ય દેશો સાથે વેપાર સંબંધ વિકસાવાશે. અમદાવાદમાં 400થી વધુ કાર્યરત સંગઠિત-બિનસંગઠિત ફાર્મા મશીનરી મેન્યુફેક્ચરરનો ગ્રોથ આગામી સમયમાં 20 ટકા અને નિકાસો 30 સુધી ટકા વધવાનો આશાવાદ ઉદ્યોગ દિગ્ગજો વ્યક્ત કરી રહ્યા છે. ભારતીય ફાર્મા મશીનરીની કુલ નિકાસમાં ગલ્ફ દેશો, આફ્રિકન દેશોમાં સૌથી વધુ અને અમુક યુરોપિયન દેશો, US, રશિયન દેશોમાં 40 ટકા નિકાસ ગુજરાત કરે છે. ચીન પરની નિર્ભરતા ઘટાડવા મલેશિયા, થાઈલેન્ડ, ઈટલી, જર્મની, અમુક રશિયન દેશો સહિત અન્ય ઘણા દેશો ભારત તરફ મીટ માંડી રહ્યા છે.
હાઈજેનિક-ઈમ્યુનિટી બુસ્ટર માટે જરૂરી મશીનોની માગ વધી
કોવિડ-19ના લીધે ભારત સહિત વિશ્વ રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસોથી નવેમ્બરમાં હાઈજેનિક અને ઈમ્યુનિટી બુસ્ટરના ઉત્પાદનની મશીનરીની માગ 25% સુધી વધી હતી. સ્થાનિક સ્તરે અમદાવાદનુ માર્કેટ 2થી 2.5 હજાર કરોડનુ છે. PLI સ્કીમથી ડ્યુટી ડ્રો બેક સહિતના લાભો મળતાં એકંદરે માર્કેટ 25% વધ્યુ છે.
ફાર્મા ઈક્વિપમેન્ટ માર્કેટને વેગ આપવા ગુણવત્તા પર
ચીનના બહિષ્કાર બાદ અન્ય દેશોમાંથી ભારતીય ફાર્મા મશીનરીની માગ વધી છે. માગ જાળવી રાખવા મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ ગુણવત્તા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. તેમજ ફોરેન રેગ્યુલેશનમાં સરકારે રાહત આપવી જોઈએ. - પિયુષ દવે, જીએમપી ઈક્વિપમેન્ટ્સ પ્રા. લિ.
API પર ફોકસ રહેતાં ભારતીય ફાર્મા માર્કેટ ચારગણું વધશે
સરકારની પીએલઆઈ સ્કીમ અંતર્ગત એપીઆઈને વેગ મળતા, કેમિકલ રિએક્ટર થતાં મશીનરીની માગ વધશે. મશીનરીનો ગ્રોથ ચારગણો થવાની શક્યતા છે. -વિરાંચી શાહ, સિનિયર વી.પી, IDMA
ફાર્મા મશીનરી ઉદ્યોગ જગતની ભલામણો
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.