• Gujarati News
  • Business
  • Government Will Launch Bharat Gaurav Train, Private Player Will Also Be Able To Operate; Travelers Will Also Find Local Transport, Hotel Facilities

યાત્રાનો અનુભવ વધુ સગવડભર્યો બનશે:સરકાર શરૂ કરશે ભારત ગૌરવ ટ્રેન, પ્રાઇવેટ પ્લેયર પણ કરી શકશે ઓપરેટ; યાત્રિકોને લોકલ ટ્રાન્સપોર્ટ, હોટલની સુવિધાઓ પણ મળશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેલવેમંત્રી અશ્વિન વૈષ્ણવે મંગળવારે 'ભારત ગૌરવ' ટ્રેનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. - Divya Bhaskar
રેલવેમંત્રી અશ્વિન વૈષ્ણવે મંગળવારે 'ભારત ગૌરવ' ટ્રેનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.
  • આ ટ્રેન ટૂરિસ્ટને આ કલ્ચરલ હેરિટેજવાળી જગ્યાએ લઈ જશેઃ રેલમંત્રી
  • ભારત ગૌરવ ટ્રેન માટે 180થી વધુ ટ્રેનને એલોટ કરી છે, જેમાં 3033 કોચ હશેઃ રેલમંત્રી

રેલવેમંત્રી અશ્વિન વૈષ્ણવે મંગળવારે 'ભારત ગૌરવ' ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશમાં 180થી વધુ ભારત ગૌરવ ટ્રેન ચલાવવામાં આવશે. ખાસ વાત એ છે કે પ્રાઈવેટ પ્લેયર્સ પણ હવે ટ્રેનને લીઝ પર લઈ શકશે. એ બાદ આ ટ્રેનને પોતાની પસંદગીના કોઈપણ સર્કિટ પર ચલાવી શકાશે. પોતાની રીતે ટ્રેનનો રૂટ, ભાડું અને સર્વિસની ક્વોલિટી નક્કી કરી શકશે.

સોસાયટી, ટ્રસ્ટ, કન્સોર્ટિયમ અને ત્યાં સુધી કે રાજ્ય સરકાર પણ આ ટ્રેનને લીઝ પર લેવા માટે અરજી કરી શકે છે અને એને થીમ પર આધારિત સ્પેશિયલ ટૂરિઝમ સર્કિટ પર ચલાવી શકશે. રેલવેએ કહ્યું હતું કે થીમ આધારિત પર્યટનનો અર્થ ગુરુકૃપા જેવી ટ્રેન છે, જે ગુરુનાનકજી સાથે સંબંધિત તમામ સ્થળો પર જાય છે, રામાયણ થીમવાળી ટ્રેન જે ભગવાન રામ સાથે સંબંધિત સ્થળો પર જાય છે.

ટ્રેન સર્વિસમાં વધુ એક નવું સેગમેન્ટ
સ્કીમને લોન્ચ કરતાં રેલમંત્રીએ કહ્યું, 'ભારત ગૌરવ ટ્રેન સર્વિસમાં વધુ એક નવું સેગમેન્ટ હશે. આપણા દેશમાં આટલાં બધાં કલ્ચરલ હેરિટેજ છે. આ ટ્રેન ટૂરિસ્ટને આ કલ્ચરલ હેરિટેજવાળી જગ્યાએ લઈ જશે. આ ટ્રેનનો મુખ્ય ઉદ્દેશ પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે.' આ પહેલાં પેસેન્જર અને માલગાડીના સેગમેન્ટને શરૂ કરવામાં આવી હતી.

180થી વધુ ટ્રેનનું એલોટમેન્ટ
રેલમંત્રીએ કહ્યું, 'અમે ભારત ગૌરવ ટ્રેન માટે 180થી વધુ ટ્રેનને એલોટ કરી છે, જેમાં 3033 કોચ હશે. ટ્રેનના ઓપરેશન માટે આવેદનની પ્રોસેસ પણ શરૂ થઈ ગઈ છે. અમને સારો રિસ્પોન્સ મળ્યો છે.' તેમણે કહ્યું, 'સ્ટેકહોલ્ડર ટ્રેનને મોડિફાઈ કરી ચલાવાશે. રેલવે મેઇન્ટેનન્સ, પાર્કિંગ અને અન્ય સુવિધાઓમાં તેમની મદદ કરશે.'

રેલવે સતત ટ્રેન સુવિધાઓ વધારી રહ્યું છે. નવા વિસ્ટાડોમ કોચ એના ઉમદા ઉદાહરણ છે.
રેલવે સતત ટ્રેન સુવિધાઓ વધારી રહ્યું છે. નવા વિસ્ટાડોમ કોચ એના ઉમદા ઉદાહરણ છે.

ભારત ગૌરવ ટ્રેનને લીઝ પર લેવાની પ્રોસેસ

  • ટ્રેનને લીઝ પર લેવા માટે 1 લાખ રૂપિયાની વન ટાઈમ ફીની સાથે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • તમામ અરજદારોને કોચના એલોટમેન્ટ 'પહેલા આવો, પહેલા મેળવો' અને ઉપલબ્ધદતાના આધારે નિર્ભર રહેશે.
  • રેક સિક્યોરિટી ડિપોઝિટ કરાવવાનો ટાઈમ અને ડેટના આધારે પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ઓપરેટરને પ્રતિ રેક 1 કરોડ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે.
  • ઈન્ડિવિઝ્યુઅલ, પાર્ટનરશિપ ફર્મ, કંપની, સોસાયટી, ટ્રસ્ટ, જેવી/કન્સોર્ટિયમ (અનઈન્કોર્પોરેટેડ/ઈન્કોર્પોરેટેડ) અરજી કરી શકશે.

આ દરેક ટ્રેનમાં 14-20 કોચ હશે

  • ટ્રેનને 2-10 વર્ષ માટે લીઝ પર લઈ શકાશે.
  • દરેક ટ્રેનમાં બે ગાર્ડ વેન સહિત 14-20 કોચ હશે.
  • રેલવે માત્ર હોલેજ ચાર્જ અને રાઈટ ટુ યુઝ ફી લેશે.
  • ઓપરેટરની સુવિધા માટે રેલવે ઝોનમાં સ્પેશિયલ યુનિટ બનાવાશે.
  • ઓપરેટર્સની પાસે ટ્રેનની અંદર અને બહાર બ્રાન્ડિંગ અને વિજ્ઞાપનની મંજૂરી હશે.
મુંબઈ સેન્ટ્રલ પર બનેલી પોડ હોટલ જેવી લક્ઝરી સુવિધાઓ વધારવાની તૈયારીઓ થઈ રહી છે.
મુંબઈ સેન્ટ્રલ પર બનેલી પોડ હોટલ જેવી લક્ઝરી સુવિધાઓ વધારવાની તૈયારીઓ થઈ રહી છે.

મળશે ફૂડ, લોકલ ટ્રાંસપોર્ટ, હોટલ જેવી સુવિધાઓ

  • યાત્રિકોની પાસે લક્ઝરી, બજેટ કોચના વિકલ્પ હશે.
  • ટ્રેન ઓપરેટર્સને સ્ટોપઓવર પ્લેસીઝ પર સાઈટસીઇંગ, ફૂડ, લોકલ ટ્રાન્સપોર્ટ, હોટલની સુવિધા આપવી પડશે.
  • ઓપરેટરને ઓનબોર્ડ એન્ટરટેઈનમેન્ટ જેવી સુવિધાઓ પણ આ અંતર્ગત આપવી પડશે.
અન્ય સમાચારો પણ છે...