તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:રૂ. 2 કરોડ સુધીની લોન પર મોરેટોરિયમ લેનારાઓને વ્યાજ પર વ્યાજ ચૂકવવું નહિ પડે, સરકારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી

નવી દિલ્હીએક વર્ષ પહેલા
 • નાણામંત્રાલયે સુપ્રીમમાં કહ્યું- વ્યાજ પર વ્યાજમાફીનું ભારણ સરકાર ઉઠાવશે
 • MSME, હોમ, ઓટો અને એજ્યુકેશન લોન લેનારાઓને આનો લાભ મળશે

કોરોનામાં ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહેલાં નાના ઉદ્યોગો અને વ્યક્તિઓને કેન્દ્ર સરકારે રાહત આપી છે. લોન મોરેટોરિયમના મામલે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ ફાઈલ કરી કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે માર્ચથી ઓગસ્ટ દરમિયાન લોન મોરેટોરિયમનો લાભ લેનારને વ્યાજનું વ્યાજ ચુકવણી કરવાની રહેશે નહિ. રૂ. 2 કરોડ સુધીની લોન પર આનો લાભ મળશે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે જે લોકોએ સમયસર વ્યાજની ચુકવણી કરી છે તેમને પણ આનો લાભ મળશે, એટલે કે લોન મોરેટોરિયમ નહિ લેનારાઓને પણ વ્યાજનું વ્યાજ આપવું નહિ પડે. જોકે આ બાબતે સરકારે એફિડેવિટમાં કોઈ સ્પષ્ટતા કરી નથી.

કેવા પ્રકારની લોન પર લાભ મળશે?

 • MSME લોન
 • શિક્ષણ લોન
 • હાઉસિંગ લોન
 • કન્ઝ્યુમર ડયુરેબલ લોન
 • ક્રેડિટ કાર્ડ ડ્યુ
 • ઓટો લોન
 • પ્રોફેશનલની પર્સનલ લોન
 • કન્ઝમ્પ્શન લોન

સરકાર પર વ્યાજનું કેટલું ભારણ આવશે?
નાણામંત્રાલયે એફિડેવિટમાં કહ્યું છે કે સરકારની યોજના અંતર્ગત વ્યાજનું વ્યાજ માફ કરવાથી સરકાર પર રૂ. 5000-6000 કરોડનો બોજો પડશે. તમામ કેટેગરીની લોન પર જો વ્યાજ પરના વ્યાજને માફ કરવામાં આવે તો રૂ. 15,000 કરોડનો બોજો પડી શકે છે.

લોન મોરેટોરિયમ ક્યારે લાગુ થયું?
કોરોનાના આર્થિક પ્રભાવને ધ્યાનમાં લેતા, RBIએ માર્ચમાં ત્રણ મહિના માટે મોરેરેટિયમ સુવિધા ઓફર કરી હતી. આ સુવિધા 1 માર્ચથી 31 મે સુધી ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી. બાદમાં રિઝર્વ બેન્કે તેને ત્રણ મહિના માટે વધારીને 31 ઓગસ્ટ સુધી લંબાવી હતી. એટલે કે, કુલ 6 મહિના માટે આ સુવિધા આપવામાં આવી છે.

અરજદારોની માંગ શું છે?

 • મોરેટોરિયમ પીરિયડ એટલે કે 6 મહિનાનું સંપૂર્ણ વ્યાજ માફ કરવું.
 • મોરેટોરિયમ દરમિયાન, બેંકો દ્વારા લેવામાં આવતા વ્યાજ પર વ્યાજ ચુકવણીમાં માફી
 • કોરોનાને લીધે, મોટી સંખ્યામાં લોકોની આવકનો સ્રોત ખતમ થઇ ગયા છે. તેથી મોરેટોરિયમ પીરિયડને લંબાવવો.

શું કહ્યું 3 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે?
સુપ્રીમ કોર્ટે 3 સપ્ટેમ્બરે કહ્યું હતું કે જે બેંક ખાતાઓએ લોન ચૂકવ્યું નથી તેમને બે મહિના અથવા તો હવે પછીના ઓર્ડર સુધી NPA જાહેર ન કરવા આવે. 28 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, બે મહિના માટે બેંક ખાતાઓ NPA જાહેર ન કરવાના આદેશ ચાલુ રહેશે. એટલે કે, 3 નવેમ્બર સુધી બેંકો ચુકવણી ન કરનાર ખાતાઓ માટે NPA જાહેર કરી શકશે નહીં.

આગળની સુનાવણી ક્યારે યોજાશે?
સુપ્રીમ કોર્ટમાં ઘણા લોકોની મુદતની અવધિ અને વ્યાજ પરના માફીની અરજી પર સુનાવણી ચાલી રહી છે. 28 સપ્ટેમ્બરના રોજ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે વ્યાજ પરના વ્યાજ માફી અંગે નિર્ણય લેવા કોર્ટ પાસેથી સમય માંગ્યો હતો. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે તેના નિર્ણય અંગે બે-ત્રણ દિવસમાં એફિડેવિટ ફાઇલ કરશે. હવે આ મામલે 5 ઓક્ટોબરને સોમવારે સુનાવણી થશે. તે જ દિવસે, કોર્ટ વ્યાજ પરના વ્યાજની માફી અંગે નિર્ણય આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...