નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજુરી:19,744 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે સરકાર, કેબિનેટ મીટિંગને મંજુરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજુરી આપી દેવાઈ છે. આ મિશનથછી સરકાર ભારતને ગ્રીન હાઇડ્રોદન હબ બનાવવા માગે છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ મીટિંગમાં નિર્ણયોની જાણકારી આપતા કહ્યું હતું કે સરકારે 2030 સુધી 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન બનાવવોન લક્ષ્ય રાખ્યો છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન માટે 19, 744 કરોડ રૂપિયાની મંજુરી આપવામાં આવી હતી.

આ યોજના માટે પ્રોત્સાહિત કરવા માટે કંપનીઓને ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ઇન્સેન્ટિવ પર 17, 490 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નેશનલ હાઇડ્રોજન મિશનની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 15 ઑગસ્ટ 2021માં કર્યો હતો.

ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા પર ફોકસ
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે હાઇડ્રોજન હબ્સનો વિકાસ કરવામાં આવશે. આનાથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદક અને ઉપભોક્તાને એક જ જગ્યા પર લઈ આવવામાં આવશે. જેનાથી ટ્રાન્સપોર્ટેશન પણ ના વધે અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક જગ્યા ઉપલબ્ધ કરી શકાય. 2047 સુધીમાં દેશને એનર્જી ઇન્ડિપેન્ડન્ટ બનાવવાના ટાર્ગેટને આપણે પ્રાપ્ત કરી શકીએ એટલે આ એક ખૂબ જ જરૂરી પગલું છે.

સુન્ની ડેમ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજુરી
હિમાચલ પ્રદેશમાં સુન્ની ડેમ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજુરી આપી દેવામાં આવી છે. શિમલામાં સતલજ નદી પર બનનાર આ પ્રોજેક્ટ પર અંદાજે 2614 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આની ક્ષમતા 382 મેગાવોટ છે. આને 5 વર્ષ 3 મહિનામાં પૂરો કરી દેવામાં આવશે.

હાઇડ્રોજન અને અમોનિયા ભવિષ્યના મેઇન એન્જીન
સરકાર હાઇડ્રોજન અને અમોનિયાના ભવિષ્યના મેઇન એન્જીનના રૂપમાં માની રહી છે. આ ભવિષ્યમાં ફોસિલ ફ્યુઅલ (પેટ્રોલ, ડીઝલ, કોલસો)ને રિપ્લેસ કરશે. નવી પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીન હાઇડ્રોજન બનાવનાર મેન્યુફેક્ચર પાવર એક્સચેન્જથી રિન્યુએબલ પાવર ખરીદી શકે છે. મેન્યુફેક્ચર જાતે જ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ લગાવી શકે છે.

ભવિષ્યમાં ઈંધણમાં આત્મનિર્ભર બનવા માગે છે ભારત
ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન અમોનિયા બનવાની વીત એટલા માટે થઈ રહી છે કારણ કે ભવિષ્યનું આ મેઇન એન્જીન માનવામાં આવી રહ્યું છે. આના કારણે ભારત ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન અમોનિયા જેવા ઈંધણોમાં આત્મનિર્ભર બનવા માગે છે. પેટ્રોલિયમની રીતે જ ભારત આ ઈંધણ માટે બીજા દેશ પર નિર્ભર નથી રહેવા માગતું.

ગ્રીન હાઇડ્રોજન શું છે?
ગ્રીન હાઇડ્રોજન ઊર્જાનો સૌથી સ્વચ્છ સ્ત્રોત છે. આનાથી પ્રદૂષણ થતું નથી. ગ્રીન હાઇડ્રોજન એનર્જી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનને પાણીથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઈલેક્ટ્રોલાઈઝરનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોલાઇઝર નવીનીકરણીય ઊર્જા (સૌર, પવન)નો ઉપયોગ કરે છે. ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ, કેમિકલ, આયરન સહિત અનેક જગ્યાએ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...