તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોરોનાવાયરસ સામેની લડાઇમાં રાહત માટે 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમણે કોરોના સામે લડાઇમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે 50 લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.
સરકારની મુખ્ય જાહેરાતો
1. ગરીબોને મફત અનાજ
રાહત- અત્યાર સુધી દરેક ગરીબને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા મળતા હતા. આગામી ત્રણ મહિના સુધી દરેક ગરીબને હવે 5 કિલો વધારાના ઘઉં અને ચોખા મળશે. મતલબ કુલ 10 કિલો ઘઉં અને ચોખા મળશે. તે સાથે 1 કિલો દાળ પણ મળશે.
કેટલાને ફાયદો- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આ રાહતનો ફાયદો 80 કરોડ ગરીબ લોકોને મળશે. મતલબ કે દેશની બે તૃતિયાંશ વસતિ.
2. હેલ્થ વર્કર્સને મેડિકલ ઇન્સ્યોરન્સ કવર
રાહત- કોરોના વાયરસ સામે લડવામાં દેશના હેલ્થ વર્કર્સની ભૂમિકાનું મહત્વ સમજતા સરકારે તેમને આગામી ત્રણ મહિના માટે 50 લાખ રૂપિયાનું મેડિકલ ઇન્સ્યોરન્સ કવર આપવાની જાહેરાત કરી છે.
કેટલાને ફાયદો- દેશભરમાં 22 લાખ હેલ્થ વર્કર્સ છે. 12 લાખ ડોક્ટર્સ છે.
3. ખેડૂતો, મહિલાઓના ખાતામાં સીધા પૈસા
ખેડૂતો- ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર અંતર્ગત 8.69 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. ખેડૂતોને તેનો પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં મળી જશે. તેનો ફાયદો 8.69 કરોડ ખેડૂતોને મળશે.
મહિલાઓ- મહિલા જનધન ખાતાધારકોને આગામી ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિનો આપવામાં આવશે. તેનો ફાયદો 20 કરોડ મહિલાઓને થશે.
વૃદ્ધ, દિવ્યાંગ અને વિધવા- આગામી ત્રણ મહિના માટે બે હપ્તામાં 1000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ત્રણ કરોડ લોકોને તેનો ફાયદો થશે.
મનરેગા- મજૂરીને 182 રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરવામાં આવી છે.
4. ઇપીએફમાં સરકાર યોગદાન કરશે, 75 ટકા ફન્ડ ઉપાડી શકાશે
રાહત- સરકાર ત્રણ મહિના સુધી પ્રોવિડન્ટ ફન્ડમાં કર્મચારીઓ અને કંપની બન્નેનું યોગદાન સ્વયં કરશે. મતલબ ઇપીએફમાં 24 ટકા યોગદાન સરકાર આપશે. પીએફ ફન્ડ રેગ્યુલેશનમાં સંશોધન કરવામાં આવશે. જમા રકમના 75 ટકા અથવા ત્રણ મહિનાના પગારમાંથી જે કંઇ પણ ઓછું હશે તે ઉપાડી શકાશે.
કોણ છે દાયરામાં- 100થી ઓછા કર્મચારીઓ વાળા સંસ્થાન અને 15 હજારથી ઓછો પગાર મેળવતા કર્મચારીઓને.
કેટલાને ફાયદો- દેશભરમાં 80 લાખથી વધુ કર્મચારીઓ અને 4 લાખથી વધુ સંસ્થાનોને.
5.મહિલાઓને મફત સિલિન્ડર
રાહત- જે ગરીબ મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન મળ્યા છે, તેમને આગામી ત્રણ મહિના સુધી મફતમાં ગેસ સિલિન્ડર મળશે
કેટલાને ફાયદો- ગરીબી રેખા નીચે આવતા 8.39 કરોડ પરિવારોને જેમના ઘરની મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન મળ્યું છે.
-
નિર્માણ ક્ષેત્ર સાથે સંકડાયેલા 3.5 કરોડ રજીસ્ટર્ડ વર્કર જેઓ લોકડાઉનના કારણે આર્થિક પરેશાનીઓને સામનો કરી રહ્યા છે તેમને મદદ કરવામાં આવશે. તેમના માટે 31 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ રાખવામાં આવ્યું છે.
-મહિલા સહાયતા સમુહ (સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ)ને પહેલા 10 લાખ રૂપિયાની લોન મળતી હતી. હવે 20 લાખ રૂપિયાની લોન મળશે. તેનાથી 7 કરોડ પરિવારને ફાયદો થશે.
અમેરિકાએ બુધવારે 2 લાખ કરોડ ડોલર (લગભગ 151 લાખ કરોડ રૂપિયા)ના રાહત પેકેજની જાહેરાત કરી હતી
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.