તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Government Issues Notice To Flipkart And Amazon For Not Showing Declaration On Their Products

ઓનલાઈન વેચાણ:ફ્લિપકાર્ટ અને અમેઝોન કંપનીઓને તેમના ઉત્પાદનો પર ડેક્લેરેશન નહીં દર્શાવવા બદલ સરકારે નોટિસ પાઠવી જવાબ માંગ્યો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારે ઓનલાઈન વિવિધ પ્રોડક્ટ્સનું વેચાણ કરતી કંપનીઓ ફ્લિપકાર્ટ અને અમેઝોનને એક નોટિસ પાઠવી છે. આ કંપનીઓ દ્વારા વેચાણ કરવામાં આવતા વિવિધ ઉત્પાદનો પર દર્શાવવી પડતી વિવિધ માહિતી ધરાવતા ડેક્લેરેશન અંગેની વિગતો નહીં દર્શાવવા બદલ સરકારે નોટિસ પાઠવી છે. વિવિધ ઉત્પાદનોના દેશ કે પ્રદેશને લગતી માહિતી ફરજીયાતપણે ઉત્પાદન પર રજૂ કરવી જરૂરી હોય છે,જે આ કંપનીઓ દ્વારા દર્શાવવામાં આવતી ન હતી.

આ નોટીસ ગ્રાહક બાબતોના વિભાગ, ખાદ્ય અને જાહેર વિતરણ બાબતના મંત્રાલયોએ પાઠવી છે. અમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરાંત અન્ય ઈકોમર્સ કંપનીઓને પણ નોટિસ પાઠવવામાં આવી છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. કંપનીઓને 15 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ છે. લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) નિયમો,2011 અંતર્ગત ડિજીટલ પ્લેટફોર્મ પર વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરતી કેટલીક ઈ-કોમર્સ કંપનીઓ ફરજીયાત ડેક્લેરેશન દર્શાવવાના નિયમોનું પાલન કરતી ન હોવાનું માલુમ પડ્યું હતું.

ફ્લિપકાર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તથા અમેઝોન ડેવલપમેન્ટ સેન્ટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને પાઠવવામાં આવેલી નોટિસ પ્રમાણે તેઓ ઈ-કોમર્સ કંપીઓ છે અને માટે તેમણે આ ડેક્લેરેશન દર્શાવવાને લગતા નિયમનું પાલન થાય છે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો