ખેડૂતોને ફાયદો / ખરિફ પાકના ટેકાના ભાવ વધારવાની તૈયારી; કપાસ, મગફળી, કઠોળ સહિતના પાકોની MSP વધારવા સરકારને ભલામણ કરાઈ

Government considering to increase MSP of Kharif Crop
X
Government considering to increase MSP of Kharif Crop

  • કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસે 17 પાકોના એમએસપી વધારવાની દરખાસ્ત કરી છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 02:25 PM IST

નવી દિલ્હી. કોરોના વાયરસ ચેપ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર ખરીફ પાકની ખરીદી માટે ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કરવાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભે, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસે (સીએસીપી) પોતાની ભલામણો રજૂ કરી છે. હવે આ ભલામણોને મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જો સીએસીપીની ભલામણોનો અમલ કરવામાં આવે તો, ખેડૂતો પાક પર વધુ નફો મેળવશે અને તેમની આવકમાં વધારો થશે.
ડાંગરની એમએસપી રૂ. 53 વધારવાની ભલામણ
ઇટીના અહેવાલ મુજબ સીએસીપીએ 17 ખરીફ પાકની એમએસપી વધારવાની ભલામણ કરી છે. તેમાં ડાંગરનો પાક સૌથી અગ્રણી છે. સીએસીપીએ ડાંગર (ગ્રેડ-એ) ના એમએસપીમાં 2.9%નો વધારો કરી રૂ. 1888 પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરી છે. જો સીએસીપીની ભલામણ સ્વીકારવામાં આવે તો ડાંગરના એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 53નો વધારો થશે. તેવી જ રીતે, સામાન્ય ડાંગરનો એમએસપી રૂ. 1815થી વધારીને રૂ. 1868 પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરવામાં આવી છે.
કપાસમાં રૂ. 260ના વધારાની ભલામણ કરાઈ
સીએસીપીએ કપાસના એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 260નો વધારો કરવાની ભલામણ કરી છે. હાલમાં કપાસનો એમએસપી મીડિયમ સ્ટેપલ) પ્રતિ ક્વિન્ટલ રૂ. 5255 છે અને તેને વધારીને રૂ. 5515 કરવાની ભલામણ કરવામાં આવી છે. તે જ રીતે, કપાસ (લોંગ સ્ટેપલ)માં પ્રતિ ક્વિન્ટલ રૂ. 5550થી વધારીને રૂ. 5825 કરવાની ભલામણ કરવામાં આવે છે.
કઠોળનો એમએસપી પણ વધશે
સીએસીપીએ મુખ્ય ખરીફ કઠોળ તુવેર, અડદ અને મગ દાળના એમએસપીમાં વધારો કરવાની ભલામણ કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સીએસીપી તેવેર દાળની એમએસપી રૂ. 5800 પ્રતિ ક્વિન્ટલથી વધારીને રૂ. 6૦૦૦ કરવી, અડદ દાળમાં રૂ. 5700 પ્રતિ ક્વિન્ટલથી વધારી રૂ. 6000 અને મગ દાળની એમએસપી ક્વિન્ટલ દીઠ રૂ. 7050થી વધારી 7196 કરવા ભલામણ કરવામાં આવી છે.
સંબંધિત મંત્રાલયો સાથે ચર્ચા થઇ રહી છે
કૃષિ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સીએસીપીના પ્રસ્તાવ અંગે ખાદ્ય અને અન્ય સંબંધિત મંત્રાલયો સાથે ચર્ચા ચાલી રહી છે. ત્યાર બાદ આ દરખાસ્તને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રાખવામાં આવશે. અધિકારી કહે છે કે સામાન્ય રીતે સીએસીપીની બધી જ ભલામણો સ્વીકારવામાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી