આર્થિક ગતિવિધિઓ વેગવાન:ગુડ્સ એન્ડ સર્વિસીઝની નિકાસો ઐતિહાસિક ટોચે પહોંચશે: ગોયલ

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાં સાથે તમામ સેક્ટર્સમાં મજબૂત રિકવરીના કારણે દેશની ગુડ્સ એન્ડ સર્વિસિઝ નિકાસો ઐતિહાસિક ટોચે પહોંચશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ચાલુ નાણાકીય વર્ષના અંતે 400 અબજ ડોલરની મર્ચેન્ડાઈઝ નિકાસો જ્યારે સર્વિસ સેગમેન્ટમાં 150 અબજ ડોલરની રેકોર્ડ નિકાસો નોંધાવાનો પ્રબળ આશાવાદ વ્યક્ત કર્યો છે.

ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરનું ઉદ્યાટન કરતાં વાણિજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમ ચાર માસમાં 27 અબજ ડોલરનું ઐતિહાસિક એફડીઆઈ થયું છે. જે ગતવર્ષ સામે 62 ટકા વધ્યું છે. ભારતે લોકડાઉન હોવા છતાં વિશ્વને મજબૂત સર્વિસ સપોર્ટ આપતાં વિશ્વના દેશોનો ભારત પર ગ્લોબલ પાર્ટનર તરીકેનો વિશ્વાસ વધ્યો છે.

અત્યારસુધીમાં 110 કરોડથી વધુ લોકોને કોવિડ વેક્સિન અપાઈ ચૂકી છે. આગામી વર્ષે 500 કરોડ વેક્સિન ડોઝ તૈયાર થશે. તેમજ ભારતમાં વિશ્વની પ્રથમ નસલ વેક્સિન અને ડીએનએ વેક્સિન સહિત 5થી 6 વેક્સિનનું ઉત્પાદન થશે. પરિણામે ભારત સર્વિસિઝ અને ઈન્ડસ્ટ્રીનું ગ્લોબલ હબ બનશે. મૂડીઝે ભારતનું સોવરિન રેટિંગ નેગેટીવમાંથી સુધારી સ્થિર કર્યું છે.

ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર સુધી 232 અબજ ડોલરની મર્ચેન્ડાઈઝ નિકાસો થઈ છે. ઓક્ટોબરમાં 1.3 લાખ કરોડનું જીએસટી કલેક્શન, ઈપીએફઓ-ઈએસઆઈસી, એમ્પ્લોયમેન્ટમાં રજિસ્ટ્રેશનની વધતી સંખ્યા ઈકોનોમિક ગ્રોથ વેગવાન બન્યો હોવાનો સંકેત આપે છે.

400 અબજ ડોલરની મર્ચેન્ડાઈઝ અને 150 અબજ ડોલરની સર્વિસ નિકાસો થશે તેવો નિર્દેશ દર્શાવાયો છે. દેશમાંથી ચાલુ નાણાંકિય વર્ષના 6 માસમાં અનાજ-કઠોળની નિકાસમાં પણ જંગી વધારો થયો છે. દેશમાંથી થતી ચોખા, ઘઉં તેમજ મસાલા પાકો જેવી કોમોડિટીની નિકાસમાં સતત વધારો થઇ રહ્યો છે.

જીડીપી ગ્રોથ માટે 5 મહત્વનાં સુત્રો પર ફોકસ
દેશના આર્થિક વિકાસ માટે ગોયલે પાંચ મહત્વના સુત્રો ઈકોનોમી, એક્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિમાન્ડ અને ડાયવર્સિટી પર સરકાર ફોકસ કરી રહી હોવાનું જણાવ્યું છે. ભારતીય ઈન્ડસ્ટ્રી ગુણવત્તા, હરીફાઈ અને આર્થિક સ્તર પર નવી ઉંચાઈઓ મેળવી રહી છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર મિશન અંતર્ગત ભારત નવી ઉંચાઈએ પહોંચશે. સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદોના વિકાસ માટે વધતી માગ, તેમજ ગ્રોથમાં ડાયવર્સિટી જીડીપી ગ્રોથમાં વધારો કરશે.

અન્ય સમાચારો પણ છે...