તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMIEના આંકડા:રોજગારી મામલે સારા સમાચાર, માર્ચમાં બેકારી દર ઘટીને 6.52%

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેબ્રુઆરી 2021માં બેરોજગારીનો દર 6.90% હતો

કોરોના સંકટ વચ્ચે નાણાકીય વર્ષ 2020-21એ જતાં જતાં રોજગાર મોરચે એક સારા સમાચાર આવ્યા છે. ખરેખર ગત મહિને દેશમાં બેરોજગારી દર 6.52% પર આવી ગયો છે. ફેબ્રુઆરી 2021માં બેરોજગારીનો આંકડો 6.90% હતો.

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમી(CMIE)ના આંકડા અનુસાર માર્ચમાં શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર 7.24% અને ગ્રામીણ ક્ષેત્રોમાં 6.19% રેકોર્ડ થયો હતો. એટલે કે માર્ચ 2021માં શહેરી ક્ષેત્રોમાં રોજગાર ઘટ્યો છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં વધારે લોકોને રોજગાર મળ્યો છે. ફેબ્રુઆરીમાં શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીનો દર 6.99% હતો જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં 6.86% હતો. ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિમાં વધેલા કામકાજને કારણે બેરોજગારીમાં ઘટાડો થયો છે.

સીએમઆઈના સીઈઓ મહેશ વ્યાસે કહ્યું કે જો દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ફરી લૉકડાઉન લગાવવાની જરૂર પડશે તો બેરોજગારીના મોરચે સંકટ ઘેરાઈ શકે છે.

હરિયાણામાં બેરોજગારી 28.1%ના રેકોર્ડ સ્તરે
હરિયાણામાં બેરોજગારી સતત રેકોર્ડ સ્તરે પહોંચી ચૂકી છે. માર્ચમાં હરિયાણામાં બેરોજગારીનો દર 28.1% નોંધાયો છે. જ્યારે ગોવામાં 22.1%, રાજસ્થાનમાં 19.7%, ત્રિપુરામાં 13.9%, હિમાચલ પ્રદેશમાં 14.3%, બિહારમાં 14.5%, ઝારખંડમાં 12.8% અને દિલ્હીમાં 9.4% રહ્યો છે. જોકે મધ્યપ્રદેશમાં સૌથી ઓછી બેરોજગારી છે. માર્ચમાં અહીં બેરોજગારીનો દર 1.6% રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો