તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Good Monsoon Hopes For Massive Agricultural Production, Right Time For New Production, Government Promotes Robotics AI: Hinduja

ઈન્ટરવ્યુ:સારા ચોમાસાથી જંગી કૃષિ ઉત્પાદનની આશા, નવા ઉત્પાદન માટે યોગ્ય સમય, સરકાર રોબોટિક્સ-AIને પ્રોત્સાહન આપે: હિન્દુજા

ભોપાલ10 મહિનો પહેલાલેખક: કુલદીપ સિંગોરિયા
હિંદુજા જૂથના પ્રમોટર અશોક હિંદુજા. - Divya Bhaskar
હિંદુજા જૂથના પ્રમોટર અશોક હિંદુજા.
  • કોરોનાકાળમાં અર્થતંત્રને પાટા પર લાવવા હિન્દુજા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અશોક હિન્દુજા સાથે ખાસ વાતચીત
  • ચીનથી ફેક્ટરી લાવવા અને વૈશ્વિક વ્યાપાર કરનારી કંપનીઓ માટે ભારત સરકાર પ્રોત્સાહક નીતિ બનાવે એ હાલના સમયની માગ છે: અશોક હિન્દુજા

સારા ચોમાસાથી જંગી કૃષિ ઉત્પાદન અને તહેવારની સીઝનમાં ગ્રાહકો ખર્ચ કરશે એવી આશા છે. હાલ નવા ઉત્પાદન લૉન્ચ કરવાનો ઉત્તમ સમય છે. સરકારે ડીપ ટેક લીવરેજ્ડ વ્યવસાય જેવા કે બ્લોકચેન, રોબોટિક્સ, મશીન લર્નિંગ, એઆઈ, ઓગમેન્ટેડ રિયાલિટી, બિગ ડેટા એનાલિટિક્સ, સાઈબર સ્પેસ વગેરેને પ્રોત્સાહન આપવાનો પણ વિચાર કરવો જોઈએ. આ ભવિષ્યની ટેક્નોલોજી છે, જેના પર અત્યારથી ભારતે કાબૂ હાંસલ કરી લેવો જોઈએ. આ શબ્દો છે, હિંદુજા જૂથના પ્રમોટર અને ભારત સાથેના વેપારની જવાબદારી સંભાળતા અશોક હિંદુજાના. કોરોનાકાળમાં અર્થતંત્રને ફરી પાટા પર લાવવાના ઉપાયો મુદ્દે ભાસ્કર સાથે તેમની વાતચીના મુખ્ય અંશ.

સવાલ: જીડીપીમાં રેકોર્ડબ્રેક ઘટાડો અને કોરોના સંક્રમણ વચ્ચે ભવિષ્યની સંભાવનાને કેવી રીતે જુઓ છો?
અશોક હિન્દુજા: સારા ચોમાસાના કારણે પૂરતા કૃષિ ઉત્પાદનની આશા છે. ગ્રામીણ ભારતમાં નાની કાર, દ્વિચક્રી વાહનો અને ટ્રેક્ટર જેવી શ્રેણીનાં વાહનોની માગ વધી રહી છે. આગામી તહેવારોની સીઝનમાં ગ્રાહકો ખર્ચ કરશે એવી પણ આશા છે, પરંતુ એ પૂરતું નહીં હોય. આવતા નાણાકીય વર્ષથી બીજા ત્રિમાસિકમાં જ રિકવરી શક્ય છે. ઘણુંબધું એ વાત પર નિર્ભર કરે છે કે વેક્સિન લગાવવાનું કામ ક્યારે પૂરું થાય છે અને તે સામાન્ય માણસને કેટલી ઝડપથી ઉપલબ્ધ બને છે.

સવાલ: ઉદ્યોગજગતે કોરોના વાઇરસથી ઉત્પન્ન પડકારોમાંથી શું બોધપાઠ લીધો છે?
અશોક હિન્દુજા:
કંપનીઓમાં કામને લઈને નવીનતા જોવા મળી છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મીટિંગ્સનું આયોજન સામાન્ય બની ગયું છે. હવે કોસ્ટ ઓપ્ટિમાઈઝેશનની નવી પદ્ધતિઓ સામે આ‌વી શકે છે. વૈશ્વિક પુરવઠા સિસ્ટમ પર ફરી વિચાર કરવો પડશે. નવાં ઉત્પાદનો લૉન્ચ કરવાનો આ સૌથી ઉત્તમ સમય છે. અમારા ફ્લેગશિપ અશોક લેલેન્ડ ઝડપથી બજારમાં પોતાના મલ્ટી એક્સલ ઉત્પાદન લૉન્ચ કરશે.

સવાલ: ઉદ્યોગજગત માટે હાલ સૌથી મોટા પડકારો કયા છે?
અશોક હિન્દુજા: માગમાં ઘટાડો અને ધીમી ગતિની રિકવરી ઉદ્યોગજગત માટે સૌથી મોટા પડકાર છે. સૌથી મહત્ત્વની મૂડીની ઉપલબ્ધિ છે, એટલે બેંકોએ વધુ લોન આપવી પડશે. જાહેર ક્ષેત્રની બેંકો પાસે પૂરતી રોકડ છે, પરંતુ તેઓ વધુ ઉધાર આપવાનું જોખમ નથી લેતી. તેના બદલે તે મૂડીને સુરક્ષિત રાખવાનું પસંદ કરે છે. નિર્ણય લેવાના ડરથી બેંકો ખોટી સાબિત થાય છે. આ એ ડર છે, જે ઉદ્યોગજગતના મૂડીસંકટને બેંકોના વિશ્વાસ સંકટમાં પરિવર્તિત કરી દે છે. જો આ મુશ્કેલીનો ઉકેલ નહીં લવાય તો તે ઉદ્યોગસાહસિકતાની ભાવનાને જ પંગુ બનાવી દેશે. એની અસર કોરોના સંકટ પછી લાંબા સમય સુધી અનુભવાશે.

સવાલ: નવાં રોકાણો કેવી રીતે આકર્ષી શકાય?
અશોક હિન્દુજા:
મુંબઈમાં સિંગાપોરની જેમ ઑફ શોર ઈન્વેસ્ટમેન્ટ સેન્ટર ખોલી શકાય, જ્યાં ભારતના કાયદા અને કરવેરા લાગુ ના હોય. મલ્ટી નેશનલ કંપનીઓ મુંબઈના ઑફ શોર ઈન્વેસ્ટમેન્ટ સેન્ટર થકી રોકાણ કરી શકે છે. સ્થાનિક સંસ્થાઓની સાથે વિદેશી કંપનીઓ અને બેંકોને ઑફ શોર સેન્ટરમાં આવવા આમંત્રિત કરી શકાય. આ ઉપરાંત વિદેશી રોકાણકારોને અપાતાં વ્યાજ, લાભાંશ અને રોયલ્ટી પર આપણે પુનર્વિચાર કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, લોનના અનેક રૂપ પર પાંચ ટકા કરરાહત હોવી જોઈએ. મૂડીવાદના આ જ માપદંડ છે.

મોટા વ્યાપારિક ઘરાનાને પ્રોત્સાહનના રૂપમાં તેમના સંચાલનને ફરી ખોલવા અથવા કાચા માલ કે અન્ય વસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં સરળતા લાવવા માટે સમર્થન આપવું જોઇએ. જેનાથી ગ્રાહકોની માગ વધશે અને વિક્રેતા અથવા સહાયક ઉદ્યોગના વેપાર વધશે. લોન રિસ્ટ્રક્ચરિંગ માટે એક સિંગલ વન ટાઇમ વિંડો પર વિચાર કરવો જોઇએ. સરકાર અને આરબીઆઇને પણ બેન્કો પર વિશ્વાસ રાખવો જોઇએ અને તેમના વ્યાપારિક નિર્ણયોને (ક્રેડિટ પ્રવાહને પ્રોત્સાહિત કરવા માટે ) પૂછપરછ ન કરવી જોઇએ. સરકાર ચીનના ઉત્પાદકોને સ્થાનાંતરિત કરવા ઇચ્છુક કંપનીઓમાંથી ઓછામાં ઓછા 60 ટકા કંપનીઓ અહીં લાવવા માટે એક પંચવર્ષીય યોજના તૈયાર કરી શકે છે, સાથે ભારત વૈશ્વિક વ્યાપાર સંચાલન સ્થાપિત કરનારી કંપનીઓ માટે એક પ્રોત્સાહક નીતિ તૈયાર કરવી જોઇએ.

સવાલ: કોરોનાકાળમાં એનઆરઆઇ દ્વારા ભારતમાં રોકાણ વધારવા માટે શું ઉપાય કરવો જોઇએ ?
અશોક હિન્દુજા:
ભારતના એનઆરઆઇ અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) વચ્ચે કોઈ અંતર ન હોવું જોઇએ. ભારતમાં ન રહેનારા ભારતીયો અને ઓસીઆઇનાં રોકાણને ભારતના હિત અને લાભ આપવા સાથે સ્થાનિક ભારતીય જેવો જ એકસમાન વ્યવહાર કરવો જોઇએ, જેમ કે ચીની સરકારે ધનિક વિદેશી ચીનીઓને ચીનમાં રોકાણ કરવા માટે ન્યૂનતમ સરકારી નિયંત્રણ અને મોટો આવકાર આપ્યો અને તેનાથી ચીનની સમૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન થયું. ભારતીય પ્રવાસીના પ્રત્યક્ષ રોકાણને પ્રોત્સાહન આપવું જોઇએ. પ્લગ એન્ડ પ્લે મોડલ જેવી સુવિધા તેમને મળવી જોઇએ. સરકાર બિનભારતીય સાથે પ્રભુત્વ ધરાવતા શેરોને રજૂ કરવા માટે માપદંડમાં છૂટ પર વિચાર કરી શકે છે. આ ઉપરાંત કોઈપણ એનઆરઆઇ પાસેથી પ્રાપ્ત ફંડ પર છૂટ આપવી જોઇએ. માત્ર તેઓ બેન્ક ફોરન ઇનવર્ડ રેમિટેન્સ સર્ટિફિકેટ - કેવાયસી દસ્તાવેજ ઉપલબ્ધ કરાવે. વિદેશી સહાયક કંપનીઓના લાભના આધાર પર 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવો જોઈએ. આનાથી નાણાંની વધુ આવક થશે જેનાથી સ્થાનીક સંકલનને સમર્થન મળવાની આશા છે. મૂડી પરના લાભ પર આગામી 3 વર્ષ માટે લાગુ દરના 50 ટકા કર લગાવવો જોઇએ.

સવાલ: અલગ-અલગ ક્ષેત્રમાં ઉત્પાદન માટે પ્રોત્સાહનથી ફાયદો મળશે ?
અશોક હિન્દુજા:
નિશ્ચિત રૂપે ભારતને 1991માં ચુકવણી સંતુલન ક્રાઇસીસનો સામનો કરવો પડ્યો હતો અને પોતાની ઇકોનોમીને ઉદારીકરણ કરી હતી, જેનાથી વિકાસને ગતિ મળી. આ રીતે હવે સરકારને અત્યારની સ્થિતિને વધુ સુધારવા માટેનો સમય મળ્યો છે એનો ઉપયોગ કરવો જોઇએ. આ માટે બે તરફી રણનીતિની જરૂરિયાત છે. પહેલી કોરોનાના કારણે થયેલા નુકસાનને ઘટાડવા અને રિકવરીનો રસ્તો અપનાવવો જોઇએ. બીજું નવી તકનો ઝડપી ફાયદો ઉઠાવી ભારતને રિબૂસ્ટ કરવા અને ફરીથી સંગઠિત કરવું જોઈએ. આ માટે આપણે અર્થવ્યવસ્થાનાં ચાર કેન્દ્રો બિગ બિઝનેસ હાઉસિસ, એમએસએમઇ, સ્ટાર્ટઅપ અને એનઆરઆઇ તથા ઓસીઆઇ પર ફોકસ કરવું જોઈએ.

સવાલ: સ્ટાર્ટઅપ પર કોરોનાની વધુ અસર થઈ છે, જેનાથી કેમ બહાર કાઢી શકાય ?
અશોક હિન્દુજા:
ભારત વિશ્વ સ્તર પર ટોચનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંનું એક છે. એમાં અનેક પ્રી-એંજલ અથવા એંજલ ફંડિંગના તબક્કામાં છે અને તેઓ પર્યાપ્ત મૂડીની ખેંચને ધ્યાનમાં રાખી દબાણ હેઠળ છે. સ્ટાર્ટ અપ માત્ર ડ્રાઇવ ઇનોવેશનમાં જ મદદ નથી કરતું, પરંતુ રોજગારી પણ પૂરી પાડે છે જે આગળ જતાં મહત્ત્વપૂર્ણ બનશે. સરકારને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મહત્ત્વપૂર્ણ સહાયતા રજૂ કરવાની જરૂરિયાત છે.

સવાલ: ઓટો સેક્ટર કોરોનાકાળ પહેલાંથી સંકટથી પસાર થઈ રહ્યું છે. સરકાર પાસે ઓટો સેક્ટરને કંઇ રાહતો જોઈએ છે ?
અશોક હિન્દુજા:
ઓટો સેક્ટર જે જીડીપી (લગભગ) 9 ટકા મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. વિશેષ સહાયતાનો હક્કદાર છે. જીએસટી દરને ઘટાડવા ઉપરાંત નવાં વાહનોની માગ વધારવા માટે ટેક્સ રાહતોની સાથે જુનાં વાહનો સ્ક્રેપ પોલિસી તૈયાર કરવી જોઇએ. એમએસએમઇના રૂપમાં ઓટો વેચાણ ઉદ્યોગ ચેનલ ભાગીદારને ઓળખવાની જરૂરિયાત છે.

સવાલ: રાજ્ય સરકારોની શું ભૂમિકા હોવી જોઇએ ?
અશોક હિન્દુજા:
રાજ્ય સરકારને ઔદ્યોગિક શહેરની સ્થાપના બાબતમાં વિચારવું જોઇએ. મહારાષ્ટ્રએ વિદેશી રોકાણકારો માટે પ્લગ એન્ડ પ્લે મોડલ બનાવ્યું છે. આ રીતે અન્ય રાજયો પણ આ મોડલ અપનાવવું જોઇએ. આ ભૂમિકા શ્રમ કાનૂન અને સામાજિક, પર્યાવરણ તથા અન્ય પાયાની બાબતોને એકસાથે રજૂ કરી કેન્દ્રિત કરવી જોઈએ. જમીનની દરેક આવશ્યક પૂર્વ મંજૂરી, જેમ કે કેન્દ્રના સ્તર પર (પર્યાવરણ સહિત) રાજ્ય અને નગરપાલિકાના ડિસ્પેસેશન મંજૂરીની સાથે સંકલન માટે ઉપલબ્ધ કરાવવું જોઇએ. લેબર કાયદામાં સુધારનો અર્થ હાયર એન્ડ ફાયર નથી. આનો અર્થ છે ફેક્ટરીની અંદર અનુશાસનને કડક રીતે લાગુ કરવા અને ઉચ્ચ ગુણવત્તાની માગ, યુપી, એમપી અને ગુજરાતમાં આ પગલાં સારા સંકેત બતાવે છે. સરકારને પ્રવાસી મજદૂરો માટે સ્વાસ્થ્ય વીમો પણ પૂરો પાડવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...