છેલ્લા કેટલાક વર્ષોથી એટલે કે કોવિડ-19 દરમિયાન લોન પરના વ્યાજના સૌથી નીચા દરે ઘણા સ્ટાર્ટ-અપ્સને યુનિકોર્ન બનવામાં મદદ કરી છે એટલે કે 1 બિલિયન ડોલરનું મૂલ્ય મેળવવામાં ફાયદાકારક સાબીત થયા પરંતુ વર્ચ્યુઅલ માધ્યમથી ભૌતિક વિશ્વને જીતવાના પ્રયાસો પણ શરૂ થયા. સોફ્ટવેર દ્વારા બજાર કબજે કરવાના સ્વપ્ન સાથે હજારો સ્ટાર્ટઅપ્સ મેદાનમાં આવ્યા હતા.
પરંતુ હવે 2022ના અંતમાં અને 2023 ની શરૂઆતમાં વાસ્તવિકતાનો સામનો કરતા જોવા મળી રહ્યાં છે અને આ કંપનીઓનું સપનું ભાંગી રહ્યું છે.દોઢ વર્ષ પહેલા યુઝ્ડ કાર રિટેલર કારવાના તેના બિઝનેસની ટોચ પર હતી અને તેની માર્કેટ વેલ્યુ લગભગ $80 બિલિયન (રૂ. 6.5 લાખ કરોડ) સુધી પહોંચી ગઈ હતી. હવે તેનું મૂલ્ય 98 ટકા ઘટીને માત્ર $1.5 બિલિયન (રૂ. 12,215 કરોડ) થઈ ગયું છે. કંપની પોતાને બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. કારવાના મોટાભાગના સ્ટાર્ટઅપ્સની જેમ, અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા પરંપરાગત કાર બજારને બદલવાનો પ્રયાસ કર્યો.મહામારીના પ્રથમ વર્ષમાં તેની વપરાયેલી કારના વેચાણમાં 25% થી વધુનો વધારો થયો છે.
પુરવઠાની અછતની ભરપાઈ કરવા માટે, કારવાનાએ ગ્રાહકો પાસેથી વધુ પડતી કિંમતે કાર ખરીદી હતી. ઘણા શહેરોમાં બહુમાળી શોરૂમ બનાવ્યા. બજારમાંથી ઉંચા વ્યાજે મોટી રકમ ઉછીના લીધી.પરંતુ મહામારી સમાપ્ત થતાં, વ્યાજ દરો વધ્યા, અને કારવાંનું વેચાણ ઘટ્યું. કારવાનાએ ગયા વર્ષે મે અને નવેમ્બરમાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરી હતી. તેના સીઇઓ, એર્ની ગાર્સિયા, બજારની અપેક્ષા રાખવામાં નિષ્ફળ જવા માટે વધતા વ્યાજ દરોને જવાબદાર ઠેરવે છે.
એમેઝોન જેવી મોટી કંપનીઓ પણ અછૂત નથી
બે વર્ષ પહેલાં, કોરોના મહામારી દરમિયાન, સેલ્સફોર્સે $10 બિલિયન (રૂ. 81447 કરોડ)ની લોન લઈને $28 બિલિયન (રૂ. 2.28 લાખ કરોડ)માં સ્લેક નામનું ઑફિસ કમ્યુનિકેશન ટૂલ ખરીદ્યું હતું. પરંતુ હવે સ્થિતિ એવી છે કે કંપનીએ 8000 કર્મચારીઓને કાઢી મૂક્યા છે, જેમાંથી મોટાભાગના સ્લેકના જ છે.એમેઝોન જેવી મોટી કંપનીઓ પણ અછૂત નથી.ગયા વર્ષે, તેણે ઊંચા વ્યાજ દરે $10 બિલિયનની લાંબા ગાળાની લોન લીધી હતી અને હવે તે બીજા $8 બિલિયન લઈ રહી છે. એપ્રિલ 2020 થી તેના શેરબજાર મૂલ્યમાં લગભગ $ 1 ટ્રિલિયનનો ઘટાડો થયો છે. કંપની 18,000 ઓફિસ કર્મચારીઓની છટણી કરી રહી છે અને અનેક સ્થળોએ કામગીરી બંધ કરી રહી છે.
અનેક ટેક કંપનીઓનું કિસ્મત રિવર્સ ગિયરમાં
ઘણી અન્ય ટેક કંપનીઓ પણ તેમનું કિસ્મત રિવર્સ ગિયરમાં જાય છે અને સપનાઓ વિલીન થતા જોઈ રહી છે. તેઓ કર્મચારીઓની છટણી, ખર્ચ ઘટાડવા જેવા પગલાંમાં રોકાયેલા છે. ગાઇડ હાઉસ ઇનસાઇટ્સના મુખ્ય વિશ્લેષક સેમ અબુલસામિડ કહે છે કે સમગ્ર ટેક ઉદ્યોગ છેલ્લા 15 વર્ષોમાં સસ્તા દેવા પર આધાર રાખ્યો હતો. પરંતુ હવે તેઓ વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે.કોલંબિયા બિઝનેસ સ્કૂલના એસોસિયેટ પ્રોફેસર કેરોંગ ઝિયાઓ કહે છે કે વ્યાજ દરોમાં વધારો સિલિકોન વેલી સિવાય દરેકને અસર કરે છે. હવે કેટલીક વધુ છટણી અને રોકાણમાં ઘટાડો જોવા મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.