તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી:ગોલ્ડમેન સાશે દેશનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડી 11.1 ટકા કર્યો

નવી દિલ્હી10 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના વાયરસના વધતા કેસોના પગલે વિભિન્ન રાજ્યો અને શહેરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં લેતાં વોલ સ્ટ્રીટ બ્રોકરેજ ગોલ્ડમેન સાશે દેશનો ચાલુ નાણાકીય વર્ષ માટેનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડી 11.1 ટકા રહ્યો છે. દેશમાં રોજિંદા 3.5 લાખ નવા કેસો મળી રહ્યા છે. જેના પગલે દેશવ્યાપી કડક લોકડાઉનની માગ કરવામાં આવી છે.

જો કે,મોદી સરકારે ગતવર્ષે લોકડાઉનમાં થયેલા આર્થિક નુકસાન બાદ આ વર્ષે લોકડાઉન કરવાનુ ટાળી રહી છે. જો કે, રાજ્યવાર લોકડાઉન જારી કરવામાં આવ્યા છે. જેના લીધે મોટાભાગની આર્થિક ગતિવિધિઓ થંભી છે. સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રક્રિયાઓ મંદ પડી છે. એપ્રિલનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઘટ્યો છે. શ્રમ બજારમાં બેરોજગારોની સંખ્યા સતત વધી રહી છે.

જો કે, એકંદરે ગતવર્ષની તુલનાએ આ વર્ષે આર્થિક નુકસાન ઓછુ રહેવાની સંભાવના છે. જો કે, હાલ ઈ-વે બિલ્સ, મોબિલિટી, રેલ નૂર, અને કાર્ગો ટ્રાફિક જેવા સર્વિસ ઈન્ડિકેટર્સમાં નોંધાયેલા ઘટાડાને પગલે જીડીપી અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આર્થિક ગતિવિધિઓ રિકવર થવાની શક્યતા છે. કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન જીડીપી ગ્રોથ 9.7 ટકા નોંધાવાની શક્યતા (10.5 ટકા) છે. અગાઉ નોમુરાએ પણ વાર્ષિક જીડીપી ગ્રોથ અંદાજ 13.5 ટકાથી ઘટાડી 12.6 ટકા કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો