તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમોડિટી:સોનામાં હાજરમાં રૂ.48000 બોટમ, ઉપરમાં વધઘટે ઝડપી 51500 થઇ શકે, ચાંદી સપ્તાહમાં ફરી 70000 થશે

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: મંદાર દવે
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ઇક્વિટી માર્કેટની તેજી, બોન્ડ યીલ્ડમાં આકર્ષક રિટર્નના અહેવાલે હેજફંડોનું આકર્ષણ સોનામાં ઘટ્યું
 • MCXએક્સચેન્જમાં ફેબ્રુ.સોનું નીચામાં 46750 અને ઉપરમાં રૂ.48750 સુધી જઇ શકે

બૂલિયન રોકાણકારો માટે સોનામાં મોટી મંદી સમજવી ભૂલભરેલી સાબીત થશે. હાજરમાં સોનું નીચામાં 48000 થાય તેવી સંભાવના નહિંવત્ છે. જ્યારે ઉપરમાં ગમે ત્યારે વધી 51500 અને ફરી 53000 સુધી જઇ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાએ 1800 ડોલરની સપાટી જાળવી રાખતા આગામી સપ્તાહે સોનું ઉપરમાં 1830 અને 1850 ડોલર સુધી જશે. એમસીએક્સ ખાતે ફેબ્રુઆરી સોનાનો વાયદો નીચામાં 46750માં ખરીદી ઉપરમાં રૂ.48000થી ઉપરના ભાવે સાપ્તાહિક ધોરણે પ્રોફિટ બુક કરવો. ચાંદીમાં તોૅફાની વધઘટ છે. ચાંદી 67000 થઇ ફરી 70500 ઝડપી થશે.

એગ્રી કોમોડિટીમાં કામચલાઉ તેજી અટકશેે, ક્રૂડ ઉછળ્યું
એગ્રી કોમોડિટીમાં કામચલાઉ તેજીને બ્રેક લાગી શકે છે. રવી સિઝનમાં ઉત્પાદનના અંદાજો ધારણા કરતા ઉંચા મુકાઇ રહ્યાં છે. નવા માલોની આવકો શરૂ થવા લાગી છે. સામે નિકાસ વેપાર સામાન્ય છે. ડોલર તૂટતા નિકાસકારો મોટા વેપારથી દૂર છે જેના કારણે એગ્રીમાં હાલ તેજીનું ધ્યાન નથી. ક્રૂડઓઇલમાં તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઉપરમાં 60 ડોલર થયા બાદ 59.34 બંધ રહ્યું છે જે વધઘટે 62 ડોલર સુધી ઉંચકાશે તેવું અનુમાન છે.

મેટલ્સમાં ઘટાડે ડિમાન્ડથી મજબૂતી
1. મેટલ્સમાં પુરવઠા શોર્ટેજ માગથી મજબૂતીઃ
દરેક ઘટાડે ડિમાન્ડ તમામ મેટલ્સમાં ખુલી રહી છે જેના પગલે ફંડામેન્ટલ સુધારા તરફી રહ્યાં છે. અમેરિકા સહિત અન્ય દેશો પેકેજની વાતો કરે છે નક્કર નિર્ણયો ન આવે ત્યાં સુધી મંદી નથી.
2. ડોલર ઇન્ડેક્સમાં સુધારો છતાં ટ્રેન્ડ તેજીનો: અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં મજબૂત ટ્રેન્ડ રહ્યો હોવા છતાં મેટલ્સમાં ફંડામેન્ટલ તેજીના બની રહ્યાં છે. કોપર-નિકલમાં ઇન્વેન્ટરી નહિંવત્ છે જેના કારણે તેજી જળવાઇ રહે તેવી ધારણા છે.
3. કોપર 625, નિકલ 1330 થશે: ચીનની દરેક ઘટાડે માગ ખુલી રહી છે જેના કારણે કોપર સપ્તાહમાં વધી 625 સુધી જ્યારે નિકલ 1330ની સપાટી સુધી પહોંચી શકે છે. ઝિંક તથા લીડમાં ટ્રેન્ડ સુધારાનો છે.

નવા સપ્તાહ માટેની ટ્રેડિંગ રેન્જ

વિગતબંધભાવરેન્જસ્ટોપલોસ
એરંડા43884370-44704450
ચણા46564600-47304670
ગમ62206170-62706250
ગવાર39213870-39703950
ધાણા62586230-63306270
ક્રૂડ41444070-41704100
સોનું4708046750-4825047750
ચાંદી6867168000-7075069500

​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો