શેરબજારમાં નબળાઈના કારણે વિશ્વભરમાં સોના-ચાંદીની ખરીદી અચાનક વધી ગઈ છે. તેના કારણે મંગળવારે પણ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની કિંમતોમાં શાનદાર તેજી જોવા મળી હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ સોનું 804 રૂપિયા મોંઘુ થઈ 57,772 રૂપિયા પર પહોંચ્યું. અગાઉ સોમવારે પણ સોનાની કિંમતમાં 1,300 રૂપિયાથી વધુની તેજી જોવા મળી હતી.
જો 999 પ્યોરિટીની ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં આજે 2,955 રૂપિયાની તેજી આવી છે. આ વધારા પછી ચાંદી 66,621 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી. એક દિવસ પહેલાં એટલે કે 13 માર્ચના રોજ તેમાં 1875 રૂપિયાનો વધારો થયો હતો અને 63,666 હજાર પર પહોંચી હતી. નિષ્ણાતો મુજબ શેર માર્કેટમાં જ્યારે-જ્યારે વેચવાલી જોવા મળે છે, તો રોકાણકારો સોનું-ચાંદી તરફ વળે છે અને ભાવમાં વધારો થાય છે.
ગત મહિને ઓલટાઈમ હાઈ હતું સોનું
2 ફેબ્રુઆરીના રોજ સોનું તેનું ઓલ ટાઈમ હાઈ પર હતું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ, ત્યારે સોનું 58 હજાર 882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. જોકે, તેના પછી સોનામાં ઘટાડો થયો હતો. હવે સોનું ફરી એકવખત ઉપર ચઢવા લાગ્યું છે.
1 એપ્રિલથી ફક્ત 6 ડિજિટના હોલમાર્કિંગનું સોનું જ વેચાશે
નવા નિયમ હેઠળ એક એપ્રિલથી છ ડિજિટવાળા આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ વગર સોનું નહીં વેચાય. જેમ આધાર કાર્ડ પર 12 આંકડાનો કોડ હોય છે, તેવી રીતે જ ગોલ્ડ પર પણ 6 આંકડાનો હોલ્માર્ક કોડ હશે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહે છે.
આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે આવી રીતે હોઈ શકે છે- AZ4524. આ નંબર દ્વારા એ જાણવુ સરળ રહેશે કે, સોનું કેટલા કેરેટનું છે. દેશભરમાં સોના પર ટ્રેડ માર્ક આપવા માટે 940 સેન્ટર બનાવ્યા છે. હવે ચાર ડિજિટવાળી હોલમાર્કિંગ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.