દેવઉઠી એકાદશી પહેલા સોના-ચાંદી થયા સસ્તા:સોનું 50 હજારની નજીક પહોંચ્યું, ચાંદીમાં પણ એક હજાર રૂપિયા સુધીનો ઘટાડો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બુલિયન માર્કેટમાં દેવઉઠી એકાદશી (4 નવેમ્બર) પહેલા સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 3 નવેમ્બરે બુલિયન માર્કેટમાં સોનું 423 રૂપિયા સસ્તું થઈને 50,401 રૂપિયા થયું છે.

કેરેટભાવ(રૂપિયા/10 ગ્રામ)
2450,401
2350,200
2246,167
1837,801

ચાંદીમાં 954 રૂપિયાનો ઘટાડો
ચાંદીની વાત કરીએ તો, ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. બુલિયન માર્કેટમાં ચાંદી 954 રૂપિયા સસ્તી થઈને 57,673 પર પહોંચી છે.

ત્રીજા ક્વાર્ટરમાં 1,181 ટન સોનું વેચાયું
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ત્રીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) દરમિયાન 1,181 ટન સોનું વેચાયું હતું. આમાં ઓવર ધ કાઉન્ટર અથવા OTC આંકડાઓનો સમાવેશ કરાયો નથી.

ફરી સોનું 51 હજાર સુધી પહોંચી શકે છે
નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં લગ્નની સિઝન શરૂ થશે. તેનાથી સોનાની માંગમાં વધારો થવાની ધારણા છે. માંગ વધવાથી તેની કિંમતને ટેકો મળશે અને આગામી દિવસોમાં તે ફરી 51 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. બીજી તરફ ચાંદી ફરી એકવાર 60 હજાર રૂપિયા પ્રતિ કિલોના સ્તરને સ્પર્શી શકે છે.

સોનું ખરીદતાં પહેલાં આ પાંચ બાબતનું ધ્યાન રાખો
1. સર્ટિફાઇડ ગોલ્ડ ખરીદો

બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું જ સર્ટિફાઈટ ગોલ્ડ ખરીદો, સાથે પ્યુરિટી કોડ, ટેસ્ટિંગ સેન્ટર માર્કેટ, જ્વેલરનો માર્ક અને માર્કિંગની તારીખ પણ જરૂરથી તપાસો.

2. કિંમતને ક્રોસ ચેક કરો.
સોનાનું ચોક્ક્સ વજન અને ખરીદવાના દિવસે એની કિંમત કેટલાક સ્ત્રોતો (જેમ કે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પર ક્રોસ ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે.

3. કેશ પેમેન્ટ ન કરો, બિલ હંમેશાં પહેલા લો
સોનું ખરીદતાં પહેલાં કેશ પેમેન્ટ એક મોટી ભૂલ બની શકે છે. UPI(જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેન્કિગ દ્વારા પેમેન્ટ કરવું સારું રહેશે. તમે ઈચ્છો તો ડેબિટ અથવા ક્રેડિટકાર્ડના માધ્યમથી પણ પેમેન્ટ કરી શકો છો. એના પછી બિલ લેવાનું ભૂલશો નહીં, જો ઓનલાઇન ઓર્ડર કરો છો તો પેકેજિંગ જરૂરથી ચેક કરશો.

4. વિશ્વાસપાત્ર જ્વેલર પાસેથી જ ખરીદો
છેતરપિંડીથી બચવા સોનું હંમેશાં વિશ્વાસપાત્ર જ્વેલર પાસેથી જ ખરીદો. આવા જ્વેલર્સ ટેક્સ જેવા નિયમોનું ચોક્કસથી પાલન કરે છે. કોઈપણ ભૂલ થવા પર તેમને બ્રાન્ડ વેલ્યુ ઘટી જવાની ચિંતા રહે છે.

5. રિસેલિંગ પોલિસી પણ જાણો
ઘણા લોકો સોનાને રોકાણ તરીકે જુએ છે. એવામાં જરૂરી છે કે તમને સોનાની રિસેલ વેલ્યુ વિશે સંપૂર્ણ માહિતી હોય. આ સાથે સંબંધિત જ્વેલરની બાયબેક પોલિસી પર સ્ટોર કર્મચારીઓથી વાત કરો.

અન્ય સમાચારો પણ છે...