ભાસ્કર એનાલિસિસ:ગોલ્ડ-સિલ્વર રેશિયો 83ને ક્રોસ, ચાંદી ઝડપી વધીને વર્ષના અંત સુધી 85 હજારે પહોંચવાનો આશાવાદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનાના ભાવ ચાંદીની તુલનામાં હાલ વધુ છે. ગોલ્ડ સિલ્વર રેશિયો હાલ 83ને પાર છે. નિષ્ણાતો અનુસાર, ચાંદીમાં રોકાણ વધશે અને ચાંદીનો ભાવ વર્ષના અંત સુધીમાં કિલોદીઠ રૂ. 85 હજારે પહોંચ્યો છે. શુક્રવારે આઈબીજેએ પર ચાંદીનો ભાવ રૂ. 62788 પ્રતિ કિગ્રા હતો. ઔંશદીઠ સોના કરતાં ચાંદીની ખરીદી કરી શકાય.

રેશિયો અર્થાત સોનાની કિંમત વધુ છે, જ્યારે રેશિયો ઓછો હોવાનો અર્થ ચાંદી મોંઘી છે. ગોલ્ડ-સિલ્વર રેશિયો સામાન્ય રીતે 62 આસપાસ હોય છે. હાલ 83થી વધુ છે. કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયા જણાવે છે કે, ગત 12 મેના ગોલ્ડ-સિલ્વર રેશિયો વર્ષની ટોચે 89 હતો. હાલ ઘટી 83.64 થયો છે. અર્થાત ચાંદીનો ભાવ વધી રહ્યો છે.

હાલ તેજી જારી છે. વર્ષના અંત સુધીમાં ચાંદી કિલોદીઠ રૂ. 85 હજારની સપાટીએ પહોંચી શકે છે. સિલ્વર ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટ અનુસાર, ચાંદીનો ભાવ વધવા પાછળના કારણો છે. સોનાનો ઉંચો ભાવ લોકોને રોકાણ માટે ચાંદી તરફ ડાયવર્ટ થયા છે. સ્ટર્લિંગ સિલ્વર અને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર જ્વેલરીની માગ વધી છે.

ચાંદીની વૈશ્વિક માગ આ વર્ષે 34750 ટનની રેકોર્ડ સપાટીએ પહોંચવાનો આશાવાદ છે. જ્વેલરી માટે માગ 11 ટકા અને ચાંદીની જ્વેલરીની માગ 23 ટકા વધવાનો આશાવાદ છે. તદુપરાંત ફોટોવોલ્ટિક ઉપયોગ, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સમાં ચાંદીની માગ 12 ટકા વધશે.

ચાંદીનું માઈનિંગ છેલ્લા એક દાયકાથી લગભગ સ્થિર છે. જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના સભ્ય હેમંત ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, ભારતમાં સિલ્વરનો આઉટલુક ઘણો સારો છે. સિલ્વર જ્વેલરીની માગ છેલ્લા થોડા વર્ષથી 40 ટકાથી વધી છે. કિંમતમાં પણ સતત વૃદ્ધિ થવાનો સંકેત છે. ગોલ્ડ-સિલ્વર રેશિયો સામાન્ય રીતે 62 આસપાસ હોય છે.

હાલ 83થી વધુ છે. કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયા જણાવે છે કે, ગત 12 મેના ગોલ્ડ-સિલ્વર રેશિયો વર્ષની ટોચે 89 હતો. હાલ ઘટી 83.64 થયો છે. જ્યાં સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે ત્યાં સુધી બૂલિયન માર્કેટમાં ઝડપી તેજી સંભવ નથી.

ચાંદીમાં તેજીનાં કારણો
2022 માં ફિઝિકલ સિલ્વરની માગ 13 ટકા વધી 7 વર્ષની ટોચે પહોંચશે
2019 પહેલાં ચાર વર્ષ સુધી માઈનિંગમાં ઘટાડો, છેલ્લા એક દાયકાથી માઈનિંગ પ્રક્રિયા સ્થિર રહી
10 વર્ષમાં ચાંદી અંડર પર્ફોર્મન્સ આપી રહી હતી. તેના ભાવમાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો ન હતો

સોનું મોંઘુ થતાં ચાંદીની માગ વધી
ચાંદીએ વર્ષ દરમિયાન કોઈ ખાસ રિટર્ન આપ્યુ નથી. પરંતુ હવે તેમાં તેજી આવી છે. સોનું મોંઘુ થતાં જ્વેલરી સેક્ટરમાં ચાંદીની માગ વધી છે. સાથે ઈન્ડસ્ટ્રીયલ માગ પણ વધી રહી છે. વર્ષમાં ચાંદી 85 હજારથી 90 હજારની સપાટીએ પહોંચવાનો આશાવાદ છે. > અજય કેડિયા, ડિરેક્ટર, કેડિયા એડવાઈઝરી

અન્ય સમાચારો પણ છે...