તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુધારો અટકયો:સોના-ચાંદીમાં ફરી ઘટાડો, સોનું રૂ.51000 અને ચાંદી 63000 અંદર

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વેક્સિનના અહેવાલ, હેજફંડ્સની ખરીદી અટકતા

કોરોના વેક્સીન માર્કેટમાં ઝલ્દી આવી જશે તેવા અહેવાલ ઉપરાંત હેજફંડ્સની નવી ખરીદી અટકી હોવાના કારણે સોના-ચાંદીમાં ગતસપ્તાહે આવેલ ઝડપી સુધારો અટકી ગયો છે. હેજફંડ્સ અત્યારે વર્ચ્યુઅલ કરન્સી બીટકોઇનની ખરીદી તરફ ડાઇવર્ટ થયા છે જેના કારણે સોના-ચાંદીમાં ઘટાડો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટી 1830 ડોલર અંદર બોલાતા અમદાવાદ ખાતે સોનું 51000ની સપાટી અંદર 50900 બોલાઇ ગયું છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ફરી 24 ડોલરની સપાટી અંદર સરકી 23.75 ડોલર ક્વોટ થતા સ્થાનિકમાં 500 ઘટી 62500 બોલાવા લાગી છે. માર્કેટમાં હાલ ઝડપી તેજીના સંકેતો બૂલિયન એનાલિસ્ટો નકારી રહ્યાં છે.

વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમણ વધી રહ્યું છે પરંતુ કોરોના વેક્સીનના અહેવાલે તેજી ડિસ્કાઉન્ટ થઇ રહી છે. આ ઉપરાંત આગામી મહિનામાં અમેરિકન પ્રમુખ બાઇડેન, ફેડ ચેરમેન પોવેલ માર્કેટને વેગ આપવા માટે કેવા પગલા ભરે છે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે. દેશમાં નવેમ્બર માસમાં સોનાની આયાત 33.1 ટન રહી હતી જે ઓક્ટોબરમાં 29 ટન કરતા વધી છે.

લગ્નગાળાના કારણે સ્થાનિક બજારમાં ખરીદીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા નબળો પડતા સ્થાનિકમાં ઝડપી ભાવ ઘટાડો અટક્યો છે. નવી દિલ્હી ખાતે સોનું 104ના ઘટાડા સાથે 48703 અને ચાંદી 736 ઘટી 62621 બોલાતી હતી. હાજર બજારની સાથે વાયદામાં પણ નિરૂત્સાહી ટ્રેન્ડ જોવા મળ્યો છે.

સોના-ચાંદીની તુલનાએ પ્લેટિનમમાં મજબૂત જળવાઇ રહેતા 1000 ડોલરની ઉપર 1020 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે પેલેડિયમ બે તરફી રેન્જમાં અથડાઇ 2341 ડોલર ક્વોટ થતું હતું. એનાલિસ્ટોના મતે 2021 સુધીમાં પ્લેટિનમ ઉંચકાઇ 1300 ડોલર સુધી જશે તેવો અંદાજ દર્શાવે છે.

ડોલર ઇન્ડેક્સની નરમાઇ તેજીને વેગ આપશે
ડોલર ઇન્ડેક્સમાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે સોનાની તેજીને વેગ મળી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ ઘટી 90 ડોલર નજીક પહોંચ્યો છે જો વધુ ઘટી 85 સુધી પહોંચે તો સોનું ફરી 1900 ડોલરની સપાટી સુધી જઇ શકે છે. આ ઉપરાંત અમેરિકન બોન્ડ યિલ્ડમાં ઘટાડો થતા નવી તેજી જોવા મળશે. ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં ફેડની બેઠક, સેન્ટ્રલ બેન્કોના સ્ટીમ્યુલસ પેકેજ પર બજારની ચાલ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો