• Gujarati News
  • Business
  • Gold Sales Are Expected To Be 223 Tonnes, Up 15 Per Cent From Pre covid At Festivals

સોનામાં સુગંધ:સોનાનું વેચાણ તહેવારોમાં પ્રિ-કોવિડથી 15 ટકા વધુ 223 ટન થવાનો આશાવાદ

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનું રેકોર્ડ સ્તરથી 15.66 ટકા સસ્તું થવાનો સંકેત

તહેવારોમાં શરાફ બજારમાં ફૂલગુલાબી તેજી રહેવાની સંભાવના છે. કોવિડના પ્રતિબંધો દૂર થયાં બાદ સોનાના ભાવ રેકોર્ડ સ્તરથી 16.4 ટકા ઘટ્યાં છે. જેના લીધે સોનું 10 ગ્રામદીઠ રૂ. 9200 સસ્તું થયું છે. તદુપરાંત તહેવારો બાદ લગ્નની સિઝન શરૂ થશે. જેના માટે અત્યારથી ખરીદી શરૂ થઈ છે.

સારા વેપારના આશાવાદ સાથે દેશભરના જ્વેલર્સ પણ તાડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. તહેવારોની સિઝનમાં ઘરેણાંના સૌથી વધુ વેચાણો થાય છે. ધનતેરસના દિવસે પણ સોનાની માગ વધુ રહે છે. જ્વેલરી ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના અંદાજ અનુસાર, આ વર્ષે તહેવારની સિઝનમાં સોનાના વેચાણો પ્રિ-કોવિડ અર્થાત 2019ના સ્તર સામે 15 ટકા વધશે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ, ઓક્ટોબર-ડિસેમ્બર, 2019 દરમિયાન દેશમાં 194.3 ટન સોનું વેચાયું હતું. જ્યારે આ વર્ષે સમાનગાળામાં 223.1 ટન સોનું વેચાયું છે. ગતવર્ષે સોનાના ભાવોમાં રેકોર્ડ તેજી, લોકડાઉન લગ્નસરાના કાર્યક્રમો બંધ રહેતાં સોનાના વેચાણો ઘટ્યાં હતાં.

પરંતુ આ વર્ષે વૈશ્વિક અને સ્થાનિક અર્થતંત્રની ગાડી પાટા પર ફરી હોવાના સ્પષ્ટ સંકેતો સાથે રોકાણ માટે સોનાની માગ ઘટી છે. પરિણામે ભાવો ઘટ્યાં છે. હાલ દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ 49000 છે.

સોનું ઓલટાઈમ હાઈથી રૂ. 9000 ઘટ્યું
અમદાવાદ ખાતે ગતવર્ષે જુલાઈમાં સોનું 10ગ્રામદીઠ રૂ. 58000ની ઓલટાઈમ હાઈ સપાટીએથી ઘટી હાલ 49000 આસપાસ ટ્રેડેડ છે. જે છેલ્લા એક વર્ષમાં રૂ. 9000નો ઘટાડો દર્શાવે છે.

સોનાના ભાવ નરમ રહેશે
ઈકોનોમીમાં તેજી આવતાં દેશમાં સોનાની આયાત વધી છે. પેન્ટઅપ ડિમાન્ડ પણ વધી છે. રોકાણ માગ ઘટતાં ફિઝિકલ માર્કેટમાં સોનાના ભાવ નરમ રહેવાની શક્યતાં છે. > સુકી કૂપર, એનાલિસ્ટ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસી

કોવિડની ત્રીજી લહેરનો ભય દૂર, ખરીદી વધી
આ વર્ષે સોનાના ઘરેણાંની ખરીદી વધી છે. કોવિડની ત્રીજી લહેરનો ભય હવે દૂર થયો છે. જેની વચ્ચે પ્રિમિયમ રેન્જની ખરીદી વધી છે. આશાવાદ છે કે, ગતવર્ષ કરતાં આ વર્ષે તહેવારોમાં સોનાની
ખરીદી વધશે. હાલ એક જ કેટેગરીમાં મલ્ટીપલ જ્વેલરી ખરીદવાનો ટ્રેન્ડ
જોવા મળ્યો છે. > રેવતી કાંત, ચીફ ડિઝાઈન ઓફિસર, ટાઈટન

અન્ય સમાચારો પણ છે...