કોમોડિટી:સોનું વધી રૂ.54000 નજીક, ચાંદીમાં 500 ઘટ્યા, ક્રૂડ-ઓઇલ ફરી ઊછળી 41 ડોલર ક્રોસ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુલિયન માર્કેટમાં સોનામાં તેજીની સંગની શરૂઆત થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1975 ડોલર આસપાસ ક્વોટ થવા સાથે અમદાવાદમાં પણ વધુ 200 ઊછળી 54000 નજીક 53800 બોલાઈ ગયું છે. આગામી સમયમાં તહેવારો શરૂ થઇ રહ્યા છે, એને ધ્યાનમાં લેતાં સોનાની કિંમતો વધુ ઊચકાશે તો ગોલ્ડ જ્વેલરીના વેપારમાં અસર જોવા મળશે તેવું ટ્રેડરોનું કહેવું છે. કોરોના વેક્સિનની રાહમાં બજાર મક્કમ બની છે. ડોલર ઇન્ડેક્સની મુવમેન્ટ અને વૈશ્વિક બજારોમાં હેજફંડો તથા એચએનઆઇ ઇન્વેસ્ટર્સની ખરીદી પર તેજી-મંદીનો ટ્રેન્ડ જોવાશે.

ચાંદીમાં પુરવઠો હજુ સામાન્ય થયો નથી તેમજ ઇન્ડસ્ટ્રિયલ માગ સતત વધી રહી છે. મોટા ઇન્વેસ્ટર્સ સોનાની તુલનાએ ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યા છે જેના કારણે ચાંદીમાં દરેક ઘટાડે બાઇંગ આવી રહ્યું છે જેના પરિણામે ચાંદી નીચામાં 25 ડોલરની સપાટી જાળવી રાખી છે. ઉપરમાં જ્યાં સુધી 29 ડોલરની સપાટી ન કુદાવે ત્યાં સુધી તેજીની શક્યતા નહિવત્ છે.

ક્રૂડ-ઓઇલ ફરી ઊછળી 41 ડોલર ક્રોસ
સાઇડ બજારો પાછળ ક્રૂડમાં પણ તેજીનો ટ્રેન્ડ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઊંચકાઈ 41 ડોલરની સપાટી કુદાવી1.37 ડોલર અને ડબ્લ્યુટીઆઇ ક્રૂડ 39.10 ડોલર ક્વોટ થઈ રહ્યું છે. ક્રૂડ ઇન્વેન્ટરી સતત વધી રહી છે તેને ધ્યાનમાં લેતાં ઉત્પાદક દેશો વધુ પ્રાઇઝ કટ આપી શકે છે. ક્રૂડ 43 અને ત્યાર બાદ 47 ડોલર કુદાવે તો જ ઝડપી તેજી થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...