સેફ હેવન:સોનું બે દિવસમાં ~2,165 વધ્યું, રૂપિયા 60 હજાર સુધી પહોંચી શકે

મુંબઇ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કેરેટ સોનાની કિંમત રૂ.57,605/10 ગ્રામ થઇ

રોકાણકારો માટે સેફ હેવન સોનું હવે નવી ઊંચાઇ તરફ આગળ વધી રહ્યું છે. વૈશ્વિક સંકેતોને કારણે ઉતાર-ચઢાવ છતાં મંગળવારે 24 કેરેટ સોનાની 10 ગ્રામની કિંમત રૂ.57,605 પર પહોંચી હતી. સોનામાં સતત એક સપ્તાહથી આ ટ્રેન્ડ છે.

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન અનુસાર છેલ્લા બે દિવસમાં સોનું 2,165 રૂપિયા, જ્યારે પાંચ દિવસમાં 2,651 રૂપિયા વધ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ ફર્મ મોતીલાલ ઓસવાલના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) અમિત સજેજા અનુસાર, સિલકોન વેલી બેન્ક ફડચામાં ગયા બાદ અમેરિકી ડૉલર પર દબાણ છે. જેને કારણે સોનું રોકાણકારોને આકર્ષિત કરી રહ્યું છે.

IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તા અનુસાર, US ફેડ વ્યાજદરોને યથાવત્ રાખી શકે છે, જો દર યથાવત્ રહેશે તો સોનાની કિંમતો સર્વાધિક 58,847 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડને તોડીને નવા સ્તર પર પહોંચી શકે છે. આગામી દિવસોમાં સોનું 60 હજારની સપાટીને સ્પર્શી શકે છે. સેન્સેક્સ-નિફ્ટી પાંચ મહિનાના નીચલા સ્તરે: શેરમાર્કેટમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો થયો હતો. સેન્સેક્સ 337 પોઇન્ટ તૂટીને 57,900 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 17,043 પર બંધ થયો હતો. તે બંનેનું પાંચ મહિનાનું નીચલું સ્તર છે. વિશ્લેષકો અનુસાર, વિદેશી રોકાણકારોની વેચવાલી તેમજ ડૉલરની તુલનાએ રૂપિયામાં ઘટાડાથી માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...