• Gujarati News
  • Business
  • Gold Reached Close To 51 Thousand And Silver 54 Thousand, Prices May Increase Further

સોના-ચાંદીમાં તેજી યથાવત્:સોનું 51 હજાર અને ચાંદી 54 હજાર નજીક પહોંચી, આગળ હજી પણ વધી શકે છે ભાવ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે મંગળવારે પણ સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ અનુસાર 6 સપ્ટેમ્બર બુલિયન બજારમાં સોનું 95 રૂપિયા મોંઘું થઈ 50,865 પર પહોંચ્યું છે. ફ્યુચર્સ માર્કેટની વાત કરીએ તો MCX પર બપોરે 1 વાગે સોનાનો ભાવ 127 રૂપિયાથી વધી 50,560 પહોંચ્યો હતો. એક્સપર્ટ અનુસાર આગામી દિવસોમાં તેજી યથાવત્ રહેવાની શક્યતા છે.

કેરેટના હિસાબે સોનાની કિંમત

કેરેટભાવ(રૂપિયા/10 ગ્રામ)
2450,865
2350,661
2246,592
1838,149

ચાંદીમાં પણ તેજી
ચાંદીમાં પણ 264 રૂપિયાનો વધારો થતા 53,627 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી છે. MCX પર બપોરે 1 વાગ્યે રૂ.591ના વધારા સાથે ચાંદીનો ભાવ રૂ. 53,981 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં 1,715 ડૉલર પહોંચ્યું સોનું
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,715.33 અમેરિકી ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી 18.37 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.

કેરેટના હિસાબે નક્કી થાય છે સોનાની શુદ્ધતા
24 કેરેટના સોનાને શુદ્ધ સોનું કહેવામાં આવે છે. આમાં બીજા અન્ય કોઈ પણ પ્રકારના ધાતુની મિલાવટ નથી હોતી. તેને 99.9% શુદ્ધતાનું સોનું કહેવામાં આવે છે. 22 કેરેટના સોનામાં 91.67% શુદ્ધ સોનું હોય છે. આમાં 8.33% અન્ય ધાતુ હોય છે. 21 કેરેટ સોનામાં 87.5% શુદ્ધ સોનું હોય છે. 18 કેરેટમાં 75% શુદ્ધ સોનું હોય છે અને 14 કેરેટ સોનામાં 58.5% શુદ્ધ સોનું હોય છે.

મિસ્ડ કોલ કરી તપાસ કરો સોનાનો ભાવ
તમે સોના અને ચાંદીનો ભાવ સરળતાથી ઘરબેઠા તપાસ કરી શકો છો. આના માટે તમારે ફક્ત 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારા ફોન પર સંદેશ આવી જશે. આની પર તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...