• Gujarati News
  • Business
  • Gold Not Likely To Rise If Federal Reserve Raises Interest Rates, Accelerates Digital Gold Over Physical

કોમોડિટી કરંટ:ફેડરલ રિઝર્વ વધુ વ્યાજ વધારશે તો સોનામાં તેજીની સંભાવના નહીં, ફિઝિકલ કરતા ડિજિટલ ગોલ્ડને વેગ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં સતત વધારો થઇ રહ્યો છે પરિણામે સોનાના રોકાણકારો ડાઇવર્ટ થયાં

વૈશ્વિક સ્તરે રિસેશનનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ ફુગાવો સતત વધી રહ્યો છે ત્યારે વિશ્વની મોટાભાગની સેન્ટ્રલ બેન્કો હજુ વ્યાજ વધારાની તૈયારીઓ કરી રહી છે જેના પરિણામે બૂલિયન માર્કેટમાં તેજીના સંકેતો નહિંવત્ છે. ફેડ વ્યાજ વધારશે તો સોનું આગામી એકાદ-બે માસ સુધી 1770-1870 ડોલરની રેન્જમાં અથડાયા કરશે. હાજર બજારમાં સોનાની મૂવમેન્ટ ડોલર આધારિત બની છે. સ્થાનિકમાં સોનું 55000ની સપાટી ન કુદાવે ત્યાં સુધી તેજીના સંકેતો નથી ઉલટું ઘટી 51000 સુધી પહોંચે તેવું અનુમાન છે. ચાંદીમાં 2000-3000ની મૂવમેન્ટ સામાન્ય બની ચૂકી છે. ક્રૂડમાં તેજી જળવાયેલી રહેશે.

એગ્રી કોમોડિટીમાં તેજીના વળતા પાણી, કપાસ નરમ
એગ્રિ કોમોડિટીમાં તેજીના વળતા પાણી થવા લાગ્યા છે. દેશભરમાં સારા ચોમાસા અને વહેલા વરસાદની આગાહી વચ્ચે વૈશ્વિક નિકાસ વેપાર પર નિયંત્રણ લાગુ કરી દેવામાં આવતા ભાવ ઝડપી ઘટવા લાગ્યા છે. કોટન, ખાંડ તથા તેલીબિયાં પાકોમાં એરંડામાં ભાવ ઘટાડો જળવાયો છે. નવી સિઝનના વાવેતર આગામી ટુંકાગાળામાં શરૂ થશે કોટન તરફ ખેડૂતોનો ઝુકાવ વધશે જેના કારણે બજારમાં હવે તેજીના સંકેતો નકારાઇ રહ્યાં છે.

મેટલ્સ માર્કેટમાં મજબૂત સ્થિતિ જોવાશે
1 ચીનમાં અર્થતંત્ર વેગવંતું બનતા વેગ : ચીનમાં લોકડાઉન દુર થતા અને વેપાર વેગવંતા બનતા માગના સપોર્ટથી મંદી અટકી છે. તેમજ અગાઉ ચીને રેટકટ આપ્યા હતા તેની પણ પોઝિટીવ અસર જોવા મળી રહી છે.
2ઝિંક-કોપર તથા નિકલ વોલેટાઇલ રહેશે: વૈશ્વિક સ્તરે ન્યૂ એજ મેટલ્સ એટલે કે બેટરી મટીરિયલની માગ ધીમી પડી છે જોકે, ઓટો સેક્ટર ફરી વૃદ્ધિ સાધતા તેની ડિમાન્ડ ખુલશે પરંતુ હજુ આગામી એકાદ સપ્તાહ કોપર, ઝિંક, નિકલ માર્કેટ વોલેટાઇલ રહી શકે છે.
3ડોલરની વોલેટાલિટીથી બે તરફી ટ્રેન્ડઃ ફેડની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરાશે તેવા અહેવાલ અને ડોલર ઇન્ડેક્સની તોફાની મૂવમેન્ટ વચ્ચે મેટલ્સમાં ભાવ અથડાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...