સોનું ફરી 58 હજારને પાર:આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર સુધી પહોંચી શકે છે, ચાંદી 66 હજાર પાર

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનાના ભાવમાં આજે એટલે કે ગુરુવારે પણ વધારો જોવા મળ્યો હતો. જેના કારણે સોનું 58 હજારને પાર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 16 માર્ચે સોનું રૂ. 213 વધીને રૂ. 58,115 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું.

IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે, શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ભાવ જઈ શકે છે.

આજે કેરેટ મુજબ સોનાનો ભાવ

કેરેટભાવ (રૂપિયા/10 ગ્રામ)
2458,115
2357,882
2253,233
1843,586

ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો
જો 999 શુદ્ધતાની ચાંદીની વાત કરીએ તો આજે તેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે ચાંદી 361 રૂપિયાના ઘટાડા સાથે 66,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એક દિવસ પહેલા એટલે કે 15 માર્ચે ચાંદી 66,861 હજાર પર પહોંચી ગઈ હતી.

1 એપ્રિલથી માત્ર છ આંકડાવાળું હોલમાર્કિંગ સોનું વેચાશે
નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી છ અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં આવશે નહીં. જેમ આધાર કાર્ડમાં 12 અંકનો કોડ હોય છે, તેવી જ રીતે સોનામાં 6 અંકનો હોલમાર્ક કોડ હશે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે.

આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે એટલે કે આના જેવું કંઈક- AZ4524 હશે. આ નંબર દ્વારા એ જાણી શકાશે કે સોનું કેટલા કેરેટનું છે. દેશભરમાં સોના પર ટ્રેડમાર્ક આપવા માટે 940 સેન્ટર બનાવવામાં આવ્યા છે. હવે ચાર અંકનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે

ઓલટાઈમ હાઈની નજીક સાનું
આજના ઉછાળા બાદ સોનું તેની ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચી ગયું છે. ગયા મહિને 2 ફેબ્રુઆરીએ સોનું ઓલટાઈમ હાઈ પર હતું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, ત્યારે સોનું 58 હજાર 882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું.

આ સમાચાર પણ વાંચો

બજારના ઘટાડાની અસર: શેરોમાં ઘટાડાની અપેક્ષાએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ધીમું
બજારની અનિશ્ચિતતા વચ્ચે શેરના ભાવમાં ઘટાડાની ધારણામાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ઇક્વિટી સ્કીમ્સમાં નવા રોકાણ કરવાનું ટાળી રહ્યા છે. આ કારણે મ્યુચ્યુઅલ ફંડ ફેબ્રુઆરીના અંતમાં ઇક્વિટી સ્કીમ્સમાં સરેરાશ રોકડ હોલ્ડિંગ વધીને 6.2% થયું હતું. દેશની ટોચની 20 ફંડ કંપનીઓની ઇક્વિટી સ્કીમ્સમાં સૌથી વધુ 14% રોકડ હોલ્ડિંગ પરાગ પરીખ ફાયનાન્સિયલ એડવાઇઝરી સર્વિસીસ મ્યુચ્યુઅલ ફંડ પાસે છે.

ચેટ GPT-4 વધુ ક્રિએિવ અને સચોટ છે: GPT-4 સારવારની સાચી રીત જણાવશે અને દવાઓની સલાહ પણ આપશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની ઓપનએઆઈએ ચેટબોટ ચેટજીપીટીનું નવું એડવાન્સ વર્ઝન GPT-4 લોન્ચ કર્યું છે. તે ઘણા વિષયોમાં એક્સપર્ટ છે. આ રોગનિવારક સલાહ પણ આપે છે, જેને જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ ઈમેજ જાઈને ડિસ્ક્રાઈબ કરી શકાય છે. તેના જોક્સ પણ પહેલા કરતા વધુ ફની બની ગયા છે. અહીં અમે તમને તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...