તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનાની ઓસરતી ચમક:સોનું ઘટીને રૂ.48000 સુધી સરકી શકે ડોલર સામે રૂપિયો સુધરતા ઘટાડો યથાવત્

અમદાવાદ10 મહિનો પહેલા
  • કોરોના વેક્સિન માર્કેટમાં આવવાની તૈયારી, હેજફંડો બિટકોઇન-શેર તરફ વળ્યા

સોના-ચાંદીમાં નિરૂત્સાહી ટ્રેન્ડ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ સતત ઘટી રહ્યાં છે. કોરોના વેક્સીન માર્કેટમાં આવવાની તૈયારી તેમજ ઇનવેસ્ટર્સ તેમજ હેજફંડ્સ બૂલિયનના બદલે બિટકોઇન તથા શેરમાર્કેટ તરફ ડાઇવર્ટ થયા છે જેના કારણે સોનું 1800 ડોલરની રેન્જમાં સતત અથડાયા કરે છે. બીજી તરફ ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત મજબૂત બની રહ્યો છે.

ગુરૂવારે રૂપિયો વધુ 3 પૈસાના સુધારા સાથે 73.88 બંધ રહ્યો હતો. આગામી સમયમાં રૂપિયો વધુ મજબૂત બની 73.70-73.30 સુધી પહોંચી શકે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1770-1730 ડોલર સુધી પહોંચે તો સ્થાનિકમાં ભાવ ઘટીને 48000 અને ત્યારબાદ 46000 સુધી પહોંચી શકે તેમ બૂલિયન એનાલિસ્ટોનું કહેવું છે.

અમદાવાદ ખાતે સોનું નજીવી રેન્જમાં અથડાઇને 51000 જ્યારે ચાંદી 61500 ક્વોટ થતી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1800-1820 ડોલરની રેન્જમાં અથડાઇ રહ્યું છે. જ્યારે ચાંદી 23.45 ડોલર ક્વોટ થતી હતી. નવી દિલ્હી ખાતે સોનું માત્ર 17ના સુધારા સાથે 48257 તથા ચાંદી 28 વધી 59513 બોલાતી હતી.

હાજર બજારની સાથે વાયદામાં પણ ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો નજીવો વધી 48688 ક્વોટ થતો હતો. જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો ફરી 60000ની સપાટી નજીક 59939 બોલાઇ રહ્યો છે. હેજફંડોની વેચવાલી આવે તો જ સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો જોવા મળી સકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્લેટિનમ 964 ડોલર જ્યારે પેલેડિયમ 2376 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. મેજર કરન્સી સામે પણ ડોલરમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...