આજે સોનું ગગડ્યું અને ચાંદીમાં તેજી:સોનું ગગડીને 50,658 પર આવ્યું, ચાંદી 55 હજારને પાર

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે એટલે કે 12 સપ્ટેમ્બરે સોનું ગગડ્યું અને ચાંદીમાં તેજી જોવા મળી. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ અનુસાર સોની બજારમાં સોનું 219 રૂપિયા સસ્તું થઇને 50,658 પર પહોંચી ગયું. ત્યાં ચાંદી 376 રૂપિયા વધીને 55,076 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે.

કેરેટના હિસાબે સોનાની કિંમત

કેરેટભાવ (રૂપિયા/10 ગ્રામ)
2450,658
2350,456
2246,402
1837,993

વાયદા બજારની વાત કરીએ તો MCX પર બપોર 12 વાગે સોનું 53 રૂપિયા ઘટીને 50,476 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. ત્યાં ચાંદીની વાત કરીએ તો 434 રૂપિયા મોંઘી થઇને 55,484 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં 1,715 ડોલર પર પહોંચ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,715.84 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 19.02 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે.

ઓલટાઇમ હાઇથી સોનું 5,542 અને ચાંદી 24,904 રૂપિયા સસ્તું

આ અઠવાડિયાની પછડાટ પછી સોનું હજી પણ પોતાના ઓલટાઇમ હાઇની નજીક 5,542 રૂપિયા નીચે આવી ગયું છે. તમને જણાવી દઇએ કે સોનાએ ઓગસ્ટ 2020માં પોતાને ઓલટાઇમ હાઇ બનાવ્યું હતું. તે વખતે સોનું 56,200 રૂપિયા દસ ગ્રામના સ્તર સુધી પહોંચી ગયું હતું. ત્યાં ચાંદી પોતાના ઉચ્ચતમ સ્તરની નજીક 24,904 રૂપિયા પ્રતિ કિલો દરથી સસ્તી મળી રહી હતી. ચાંદી અત્યાર સુધીમાં હાઇ 79,980 રૂપિયા પ્રતિ કિલો છે.