આજે સોના-ચાંદીમાં ઘટાડો:53 હજારની નીચે આવ્યું સોનું, ચાંદી ઘટીને 61 હજાર પર આવી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાછલા દિવસોની તેજી પછી આજ એટલે કે ગુરુવારે શરાફા બજારમાં સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળ્યા. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ અનુસાર, 17 નવેમ્બરે શરાફા બજારમાં સોનું 201 રૂપિયા સસ્તું થઇને 52,893 રૂપિયા પર આવી ગયું છે.

કેરેટના હિસાબે સોનાની કિંમત

કેરેટભાવ (રૂપિયા/10 ગ્રામ)
2452,893
2352,681
2248,450
1839,670

ચાંદીમાં 1,200 રૂપિયાથી વધુનો ઘટાડો
જો ચાંદીના વાત કરીએ તો એમાં આજ મોટો ઘટાડો જોવા મળ્યો છે. શરાફા બજારમાં આ 1,200 રૂપિયા પછડાઇને 61,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઇ છે. આની પહેલાં ચાંદી કાલે 62,594 રૂપિયા પર બંધ રહી હતી.

આ વર્ષે સોનામાં જોરદાર આગેકૂચ, પરંતુ ચાંદી પછડાઇ
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાએ કહ્યું કે સોના-ચાંદીના ભાવમાં આ તેજીનું મુખ્ય કારણ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સ 12 અઠવાડિયાના નીચલા સ્તરે 106.41 પર ગગડી ગયો છે. એ સિવાય દુનિયાભરની કેન્દ્રીય બેન્કોએ સોનાનો ભંડાર વધાર્યો છે. તેનાથી સોનાની ડિમાન્ડ વધી છે અને તેની કિંમતોને સપોર્ટ મળશે. તેના કારણે આવનારા દિવસોમાં સોનું 54 હજાર સુધી જઇ શકે છે.

મિસ્ડ કોલ આપીને જાણો સોનાનો રેટ
તમે સોના અને ચાંદીનો ભાવ સરળતાથી ઘર બેઠા જાણી શકો છો. તેના માટે તમારે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે. એમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...